GSSSB Recruitment 2024: ગૌણસેવા પસંદગી મંડળની CCE પરીક્ષા માટે ઉમેદવારી નોધાવી છે,તો આ સૂચનાઓ નોધી લેજો

GSSSB Recruitment 2024 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા (ગ્રુપ : A તથા : B ) ની સંયુક્ત CBRT પરીક્ષાના સમયપત્રક માં અને શીફ્ટમાં ફેરફાર પછી આજ રોજ મંડળ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો વધાર્યો છે. જો તમે CCE પરીક્ષામાં બેસવાના હોવ તો આ સૂચનાઓ આપના માટે છે.

GSSSB Recruitment 2024

મિત્રો, જો તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212 ની  (ગ્રુપ : A તથા ગ્રુપ: B ) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારી નોધાવી છે. તો આ સૂચનાઓ આપના માટે છે. આ વિગતો નોંધી લેશો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારાઉમેદવારો પાસેથી 04/01/2024 થી 31/01/2024 સુધી ઓન લાઇન અરજીઓ માંગવામાં આવી હતી. તેમજ આ જાહેરાતના અનુસંધાનમાં વિવિધ કેટેગરીની સંખ્યામાં વધારો કરતી સૂચનાઓ પણ અગાઉ મંડળ દ્વારા આપવામાં આવી હતી. તેમજ તારીખ :16/03/2024 ના રોજ CBRT ટેસ્ટ માટે પરીક્ષામાં હાજર  રહેવા કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ પરીક્ષાના સમય પત્રક અને શીફ્ટમાં કરાયેલા ફેરફાર બાબત પણ જાહેરાત કરવામાં આવેલ છે.

મિત્રો, જો તમે GSSSB  ની CBRT  પરીક્ષા માટે ઉમેદવારી નોધાવી છે. તો આ સૂચનાઓ આપના માટે છે. આ વિગતો નોંધી લેશો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને તારીખ : 16/03/2024 ના રોજ એક જાહેરનામા દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી હતી કે ઉમેદવારો CBRT પરીક્ષા માટેના કોલ લેટર તારીખ : 27/03/2024 ના રોજ  બપોરે 14.00 કલાક થી 31/03/2024 ના રાત્રીના 23.59 કલાક સુધી પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ત્યાર પછી પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે તેથી પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ઉમેદવારોએ સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા સૂચના આપવામાં આવી હતી.

પરંતુ ઘણા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં CBRT પરીક્ષાના કોલ લેટર સમયસર કાઢી શક્યા નથી તેવી વિનંતિઓ મંડળને મળતાં મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં નિર્ણય લઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના સમયગાળા માં વધારો કરેલ છે. આ બાબતની સૂચના આજરોજ મંડળના સચિવ શ્રી હસમુખભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ બાબતની જાહેરાત મંડળની વેબ સાઇટ પર મૂકવામાં આવેલી છે.

કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ  :  

આજરોજ તારીખ 31/01/2024 ની સૂચના મુજબ GSSSB  ની CBRT પરીક્ષામાં બેસવા માગતા ઉમેદવારો હવે તારીખ 06/04/2024 ની રાત્રીના 23.59 કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. તેમજ મંડળ દ્વારા આપવામાં આવેલી અન્ય સૂચનાઓ યથાવત રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ કોલ લેટર સાથેની સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી તેનો ચુસ્તપણે અમલ કરવા જણાવવામાં આવ્યું છે.    

પરીક્ષા કાર્યક્રમમાં સુધારો :  

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ : 30/03/2024 ના રોજ એક સૂચના આપવામાં આવી છે. તે મુજબ અગાઉના પરીક્ષા સમય પત્રક માં કેટલોક ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ તારીખ :06/05/2024 અને તારીખ :07/5/2024 ની  પરીક્ષાની તારીખોમાં  વહીવટી કારણોસર  ફેરફાર કરવામાં આવેલ છે. આ બંને દિવસોની CBRT પરીક્ષા  હવે તારીખ : 15/04/2024 અને 09/05/2024 ના રોજ રાખવામાં આવેલ છે.તદુપરાંત પરીક્ષાની શીફ્ટમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે. 

મિત્રો,પરીક્ષા સમયપત્રમાં થયેલ ફેરફાર અને કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આપ મંડળની વેબ સાઇટ પર જઈને જોઈ શકશો. વધુ માહિતી માટે મંડળની હેલ્પ લાઇનનો પણ સંપર્ક કરી શકો છો.

અગત્યની લિંક્સ :

કોલ લેટર ડાઉનલોડ કરવાની લિન્કઅહીક્લિક કરો
મંડળની સત્તાવાર સૂચનાઓ જોવા માટેઅહીક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીક્લિક કરો
હેલ્પ લાઈન નંબર079-23258916
આ પણ વાંચો : LIC Assistant Recruitment 2024: LIC માં આવી બમ્પર ભરતી, જાહેરાતની માહિતી માટે અહીં જુઓ

Leave a Comment