GSSSB Update: જો આપ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની કોઈ પરીક્ષાના ઉમેદવાર છો, તો આ માહિતી આપના માટે છે. નમસ્કાર મિત્રો ! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની CBRT Computer Based Recruitment Test માં ઉપસ્થિત રહેલા વિવિધ પરીક્ષાના ઉમેદવાર મિત્રો માટે સારા સમાચાર મળી રહ્યા છે. તાજેતમાં CCE પરીક્ષા પૂર્ણ થતાં જ ઉમેદવારોને ફીની રકમ પરત કરવાના નિર્ણય પછી પારદર્શક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોમાં ઉતસાહ જોવા મળી રહેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા મંડળ દ્વારા CBRT પધ્ધતિથી લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી જાહેર કરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. તારીખ 31 મે 2024 ના રોજ આ ફાઈનલ કી જાહેર કરવામાં આવશે.
GSSSB Update: Final Answer Key 2024
મિત્રો જો આપ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઓમાં ઉપસ્થિત રહ્યા છો અને આપે પણ CBRT એટલે કે Computer Based Recruitment Test પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી કોઈ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા છો અને તે માટે ફાઈનલ આન્સર કી ની રાહ જોઈ રહ્યા છો. તો આજે આપને વિવિધ પરીક્ષા ને લગતી ફાઇનલ આન્સર કી બાબતની વિગતવાર માહિતી આપને જણાવી રહ્યા છીએ. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી વિવિધ પરીક્ષાઓ ની CBRT પદ્ધતિથી લેવાયેલ પરીક્ષાની આન્સર કી પણ જાહેર કરવામાં આવશે તેમજ અગાઉની પ્રોવિઝન આન્સર કી માં ઉમેદવારો દ્વારા સૂચનો અને વાંધાઓ આપવામાં આવતા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તજજ્ઞોની સમિતિ દ્વારા આ ફાઈન આન્સર કી માં અંતે સુધારા સાથેની ફાઈનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવે છે. આજરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા વધુ ત્રણ પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી નજીકના દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવું તેમણે એક ટવીટ દ્વારા જણાવ્યું છે.
હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ દ્વારા ત્રણ પરીક્ષાઓને ની ફાઈનલ આન્સર કી તારીખ 30 મેના રોજ મંડળની વેબસાઈટ દ્વારા મૂકવામાં આવશે તેવી જાણકારી તેમણે ઉમેદવારોને માટે આપી છે મિત્રો આપ જો નીચે આપેલી ત્રણ પરીક્ષાઓની ઉમેદવારી નોંધાવી છે તો આપને 31 તારીખના રોજ આપે આપેલી પરીક્ષાની ફાઈનલ આન્સર કી આપને મળી જાય છે એ મુજબ જાહેરાત ક્રમમાં 213/ 20 23 -24 સર્વેયર મેહુલ વિભાગ અને વન વિભાગ જાહેરાત ક્રમાક 215 /2023- 24 પ્લાનિંગ આસિસ્ટન્ટ શહેરી વિકાસ વિભાગ અને જાહેરાત ક્રમાક 221/ 20 23 -24 ગ્રાફિક ડિઝાઇનર સરકારી પ્રેસ માટેની ફાઈનલ આન્સર કી તારીખ 31 મે 2024 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આપ આ તારીખે આપે આપેલી પરીક્ષાની ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરી શકશો તેમજ આપને કેટલા ગુણ મળે છે તે પણ આપ જાણી શકશો
મિત્રો ઉપર જણાવ્યા મુજબની સર્વેયર મહેસુલ વિભાગ અને વન વિભાગ પ્લાનિંગ આસિસ્ટન્ટ તેમજ ગ્રાફિક ડિઝાઇનર CBRT પરીક્ષા ની ફાઈનલ આન્સર કી જાહેર થતાં આપ અમારી આ વેબસાઈટ પરથી આપની ફાઈનલ આન્સર કી અહીંથી ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ કરી શકશો અહીં અમે આપને ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટેની લીંક જણાવી રહ્યા છીએ.
ડૉક્યુમેન્ટ વેરી ફીકેશન :
આ ઉપરાંત હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટેકનિકલ ભરતી પરીક્ષાઓ માટેની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી જાહેરાત ક્રમાંક 215 ,216, 217 અને 213 ની ટેકનિકલ જાહેરાતના સંદર્ભમાં એમણે એમ જણાવ્યું હતું કે વધારે પગાર વાળી નોકરીનું ડૉક્યુમેન્ટ વેરિફિકેશન સૌપ્રથમ કરવામાં આવશે તે પછી ઉતરતા ક્રમમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવશે.વધુ પગારવાળી નોકરીનું ડૉક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ કરવાથી ઉમેદવારો વધુ પગારવાળી નોકરીમાં જવા માટે ઓછા પગારની નોકરીને છોડી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. આ તમામ ટેકનિકલ વર્ગની પરીક્ષામાં ઉપસ્થિત ઘણા ઉમેદવારોએ કરેલી વિનંતીને માન્ય રાખી તેમના હિતમાં આ ઉમદા નિર્ણય કરવામાં આવ્યો છે જેની ઉમેદવારો દ્વારા ખૂબ સરાહના કરવામાં આવી રહી છે. આ પધ્ધતિથી ગણા ઉમેદવારોને ફાયદો થશે. તારીખ ઓગસ્ટ 24 સુધીમાં ઉપરોક્ત તમામ ટેકનિકલ પોસ્ટ વાળી જગ્યાઓનું ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું કામ પૂર્ણ થઈ
સુધારેલી ફાઈનલ આન્સર કી અને વનરક્ષક પરિણામ :
આ ઉપરાંત પણ તેમણે CCE પરીક્ષા જાહેરાત ક્રમાંક 212/202324 ની ફાઇનલ આન્સરકી તેમજ વન રક્ષક પરીક્ષાની ફાઇનલ આન્સર કી પણ 7 જૂન સુધીમાં જાહેર કરવામાં આવશે તેમ પણ એમણે જણાવ્યું હતું. તેમજ 14 જૂન સુધીમાં વન રક્ષક પરીક્ષાનું પરિણામ પણ આવી શકે છે.
Read More:- Pear Farming: આ ખાસ પાકની ખેતી કરો 1 વીઘામાંથી 2 લાખ 80 હજાર રૂપિયા કમાઓ
આવનાર પરીક્ષાઓની સંભાવિત તારીખો :
શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે કહ્યું હતું કે ભલે પરિણામ થોડા દિવસ મોડું જાહેર થાય પરંતુ એક પણ ઉમેદવારને ક્યારેય નુકસાન થવું જોઈએ નહીં. આમ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ પારદર્શક અને ગતિશીલ રીતે ઉમેદવારોના હિતમાં આવકારદાયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બાકી રહેલી સિનિયર સર્વેયર( મહેસૂલ વિભાગ ) પેટા હિસાબનીશ ,ઓડિટર /પેટાતિજોરી અધિકારી ની ભરતી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જુલાઇ 2024 ના છેલ્લા અઠવાડિયામાં આયોજન કરવામાં આવશે.
વર્ગ ૩ ની તમામ ભરતીની ફાઈનલ આન્સર કી
તમામ ભરતીની આન્સર કી ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |