Gujarat Board Result Date 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતાઓ વચ્ચે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષક મિત્રો પણ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. અમે આપને આ લેખના માધ્યમથી જણાવી રહ્યા છીએ કે તમે તમારું ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ whatsapp ના માધ્યમથી અથવા તો ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org પરથી સરળ રીતે કેવી રીતે જોઈ શકો તે માટે અમે આપને સરળ રીત જણાવી રહ્યા છીએ.
Gujarat Board Result Date 2024
પરીક્ષા બોર્ડનું નામ | Gujarat Secondary and Higher Secondary Education Board |
પરીક્ષાનો સમય ગાળો | 11 માર્ચ 2024 થી 23 માર્ચ 2024 |
પરીક્ષામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ | અંદાજિત 6 લાખ |
પરિણામ જોવા માટેની વેબ સાઇટ | https://www.gseb.org |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
આપ અહીં આપેલી આપવામાં આવેલી સરળ ટિપ્સને અનુસરીને આપનું પરિણામ whatsapp દ્વારા અથવા તો ઇન્ટરનેટના માધ્યમથી મોબાઇલમાં કે આપના કોમ્પ્યુટરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી મેળવી શકશો.
Gujarat Board Result Date 2024 Update
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12 એટલે કે SSC અને HSC ની પરીક્ષાઓ નું પરિણામ જાહેર થવાને લઈને તારીખોની વિવિધ અટકળો સામે આવી રહી છે. પરંતુ જાણકારોના મતે SSC Result અને HSC Result પરિણામ 25 એપ્રિલ 2024 ના રોજ જાહેર થવાની શક્યતાઓ સામે આવી રહી છે. મિત્રો આ લેખના માધ્યમથી અમે આપને વેબસાઈટ દ્વારા તેમજ whatsapp દ્વારા બંને રીતે પરિણામ ચેક કરવાની રીત બતાવી રહ્યા છીએ, તો ચાલો મિત્રો જાણીએ કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું.
Whatsapp દ્વારા SSC Result /HSC Result મેળવવું :
Whatsapp દ્વારા રિઝલ્ટ ચેક કરવા માટે અમે તમને whatsapp દ્વારા SSC Result અને HSC Result ચેક કરવા માટે એક મોબાઈલ નંબર જણાવી રહ્યા છીએ આ નંબર 63 573 00971 છે.
- આપને કોન્ટેક નંબરમાં આ નંબર 63 573 00971 સેવ કરી રાખવાનો રહેશે.
- ત્યારબાદ તમારે whatsapp ના ચેટિંગમાં જઈને Hi મેસેજ લખીને મોકલવાનો રહેશે.
- તમે Hi મેસેજ મોકલ્યા પછી સામેથી ચેટ પ્રક્રિયા શરૂ થશે.
- આ નંબર પર માત્ર Hi શબ્દ ધરાવતો મેસેજ મોકલશો ત્યારે પરિણામ તપાસવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
- હવે સામેથી તમને જવાબ મળશે કે તમારો સીટ નંબર જણાવો.
- ત્યારે તમારો રોલ નંબર અથવા તો સીટ નંબર તમારે જણાવવાનો રહેશે.
- ત્યારબાદ તમને whatsapp ઉપર તમારું રિઝલ્ટ મળી જશે.
SSC Result /Hsc Result વેબ સાઇટ દ્વારા પરિણામ મેળવવું :
મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ દ્વારા પણ તમે તમારું પરિણામ ચેક કરી શકો છો. તે માટે તમારે શું કરવાનું છે એ અમે જણાવી રહ્યા છીએ. તમે ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માંગતા હો કે ધોરણ 12 પરિણામ બંને એક એક સામાન રીતથી અહીંયા ચેક કરી શકો છો.
- પરિણામ જોવા માટે તમારે સૌ પ્રથમ તમારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ https ://www.gseb.org પર જવાનું રહેશે.
- હવે તમારી સામે https ://www.gseb.org નું હોમ પેજ ખુલશે.
- Gujarat Secondary and Higher Secondary Education Board ની વેબ સાઇટ પર RESULT ટેબ દેખાશે તેના ઉપર ક્લિક કરવી.
- હવે તમારી સામે એક બોક્સ દેખાય છે તેના પર ક્લિક કરતા એ બોક્સ ખુલશે, જેમાં તમારો રોલ નંબર અને આપેલી વિગતો દાખલ કરી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- સબમીટ બટન ક્લિક કરતાંની સાથે તમારું રિઝલ્ટ તમને દેખાશે. જે તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ પણ કાઢી શકો છો. અથવા તો તમે તેને સેવ કરી તમારી ડ્રાઇવમાં સેવ પણ કરી શકો છો.
મિત્રો,વિદ્યાર્થી મિત્રો Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા લેવાયેલ SSC અને HSC પરીક્ષાનું RESULT મેળવવા અમારો લેખ આપણે કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં અચૂક જણાવશો તેમજ તમને ગમ્યો હોયતો તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહી. આપનો ખૂબખૂબ આભાર !