જાણો કઈ રીતે કરશો અજમાની ખેતી અને જાણો અજમાના બજાર ભાવ

Celery Farming: અજમાની ખેતી, નમસ્કાર મિત્રો, ખેડૂતો મિત્રો હવે  વિવિધ પ્રકારની ખેતી કરીને તેમની આવક વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂત મિત્રો એકબીજા ખેડૂત મિત્રો સાથે અનુભવો શેર કરી કયા  પાકમાં વધુ સારો નફો મળે છે. તે મુજબ પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરતા રહે છે. ખેડૂત હંમેશા પોતાના અનુભવ દ્વારા જ શીખતો રહે છે. અને વધુ કમાણી કરવા માટે પ્રયત્ન કરતા રહે છે. મિત્રો આજના આર્ટિકલમાં હું આપને  અજમાની ખેતી પધ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યો છું તો આ લેખના અંત સુધી આપ અમારી સાથે જોડાયેલા રહેશો.

અજમાની ખેતી પધ્ધતિ :

ઘણા ખેડૂત મિત્રોએ જીરાની મોંઘી અને જોખમી ખેતી છોડીને પ્રમાણમાં સરળ અને ઓછી ખર્ચાળ અજમાની ખેતી અપનાવી છે.  અને અજમાની ખેતી દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. અજમાની ખેતીમાં રાસાયણિક ખાતર અને  રાસાયણિક દવાઓ વગેરેનો ઓછો અથવા બિલકુલ નહી જેટલો ઉપયોગ કરવો પડે છે. તેથી ખર્ચમાં પોસાય તે પ્રકારની ખેતી છે વળી પશુ દ્વારા તેમાં ભેળાણ થવાનો કે પાકને નુકસાન થવાનો  ભય પણ ઉપસ્થિત થતો નથી.

 જ્યારે જીરા, ઇસબગુલ, વગેરે ખેતીમાં રાસાયણિકખાતર, ગંધક, રાસાયણિક દવાઓ, અને નિંદામણ નાશક દવાઓનો બોહળા પ્રમાણમાં ઉપયોગ કરવાને  લીધે ખેડૂતને આર્થિક નુકસાન ભોગવવું પડે છે.તેમજ જીરામાં મજૂર દ્વારા પણ ઘણી વખત નિંદણ કરાવવું પડતું હોય છે. તેમજ ખેતરમાં વારંવાર રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાથી જમીનના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે. તેથી લાંબા ગાળે જમીન બિન ઉપજાઉ બની જાય છે.  ઘણો ખર્ચ કરવા છતાં ખરાબ આબોહવાના કારણે ઘણી વખત જીરાના પાકમાં ચરમી,કાળીયો, ઉતારો, આવવાને લીધે જીરાનું ઉત્પાદન થતું નથી. તેથી જીરાની ખેતી ખૂબ જોખમી પણ છે.

ત્યારે ખેડૂતને ખર્ચનાં નાણાં પણ મળતાં નથી. અને ઊલટાનું મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે. વળી અજમાની ખેતી પ્રમાણમાં સહેલી છે તેમાં કોઈ રાસાયણિક દવા નો ઉપયોગ કરવો પડતો નથી. તેથી ઘણા ખેડૂત મિત્રોએ જીરાની ખેતીને છોડીને અજમાની ખેતી કરવાનું વધુ પસંદ કરેલ છે. તો ચાલો મિત્રો આપણે અજમાની ખેતી પદ્ધતિ અને તેના ઉત્પાદન અને આવક વિશે વિગતવાર માહિતી મેળવીએ.

સામાન્ય રીતે મધ્યમ કે  ફળદ્રુપ લગભગ  તમામ પ્રકારની જમીન અજમાના પાકને માફક આવે છે. જે પ્રકારે જીરાનું વાવેતર થઈ શકે છે એ જ પ્રકારે પુંખીને  અજમાનું વાવેતર કરવામાં આવે છે. ઘણા ખેડૂતો જીરાની સાથે અજમાની ખેતી પણ કરે છે. જે પરંતુ એકલા અજમાની ખેતી કરવાથી  રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક દવા છાંટવાના પ્રશ્નો ઊભા થતા નથી.

અજમાના પાકને ત્રણથી ચાર પિયત આપવાની જરૂર પડે છે. અજમાના છોડને મધ્યમસરની સિંચાઈની જરૂર પડે છે. વધારે પડતી સિંચાઈ કરવાની જરૂર પડતી નથી. આમ પિયતની દ્રષ્ટિએ પણ અજમો ઓછા પાણીવાળા વિસ્તારમાં પણ સારી રીતે ઉત્પાદન લઈ શકાય છે.

અજમાનું ઉત્પાદન :

વાવેતર કર્યાના છ માસમાં અજમાની કાપણી શરૂ થાય છે. જીરાના પાક કરતાં અજમાનો પાક એકાદ  મહિનો મોડો આવે છે. પરંતુ અજમાનું ઉત્પાદન ઘટવાના કે નાશ પામવાના ખાસ બનાવો બનતા નથી. ઉત્પાદનની વાત કરવામાં આવે તો અજમો એક દીઠ ૨૦ થી ૨૫ મણ સરેરાશ ઉત્પાદન આપે છે. તેમજ અજમાનો બજાર ભાવ ₹3,000 થી 3500 સુધી  રહેતો  હોવાથી ખેડૂતને એક એકરમાંથી રૂપિયા 75 હજારની આવક મળી રહે છે. આમ ખર્ચના પ્રમાણમાં અજમાની આવક સારી હોવાથી ખેડૂતને પોસાય છે. એટલેજ ઘણા ખેડૂતો જીરના પ્રમાણમાં અજમાની ખેતી પસંદ કરી રહ્યા છે.

Read More:- Papaiya ni Kheti: બનાસકાંઠાના ખેડૂતોએ પપૈયાની આધુનિક ખેતી અપનાવી લાખોની કમાણી કરી, જાણો પેપીન દ્વારા મુલ્ય વર્ધન

અજમો રોજબરોજના જીવનમાં આપણા રસોડામાં મહત્વનો મસાલો છે. તેમજ ઔષધોમાં પણ અજમો અગત્યનો મસાલા પાક હોવાથી તેની માગ પુષ્કળ પ્રમાણમાં રહે છે. અજમાના વેચાણ માટે ગુજરાતનાં  તમામ માર્કેટ યાર્ડોમાં હરાજી કરવામાં આવે છે. સમગ્ર એશિયાનું મસાલા પાકો માટેનું જાણીતું અને સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ સમગ્ર એશિયા ખંડમાં વખણાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ મહત્વનાં માર્કેટયાર્ડ માં આજમાની આવકો સારા પ્રમાણમાં આવે છે.

અજમાના બજાર ભાવ

તો મિત્રો આજરોજ ગુજરાતના કયા માર્કેટયાર્ડમાં અજમાની કેટલી આવક રહી અને ખેડૂતોને અજમાના કેટલા ભાવ મળ્યા તે આપણે જાણીએ.

માર્કેટ યાર્ડનું નામઅજમાના ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ2800
જામ જોધપુર માર્કેટ યાર્ડના ભાવ1891
મહેસાણા   માર્કેટ યાર્ડના ભાવ3061
વાવ  માર્કેટ યાર્ડના ભાવ2900
ઉંઝા માર્કેટ યાર્ડના ભાવ3500
રાધનપુર  માર્કેટ યાર્ડના ભાવ3700
કડી માર્કેટ યાર્ડના ભાવ2450
પાટણ માર્કેટ યાર્ડના ભાવ3000
બેચરાજી માર્કેટ યાર્ડના ભાવ2451
થરાદ  માર્કેટ યાર્ડના ભાવ3000
 હારીજ માર્કેટ યાર્ડના ભાવ3460
જામનગર માર્કેટયાર્ડના ભાવ3480
Read More:- Gold Price in April: શું છે આજના સોનાના ભાવ, જાણો શરાફ બજારના તાજા ભાવ

મિત્રો,કોઈ પણ પાકના ઉત્પાદન પર જમીનનો પ્રકાર,આબોહવા અને પાણી જમીનને માફક આવવા પર રહેલો હોય છે. એટલે અજમાનું ઉત્પાદન પ્રદેશ મુજબ વધતું ઓછું થઈ શકે છે.પરંતુ ભાવ અને ખર્ચની દ્રષ્ટિએ અજમાની ખેતી ખેડૂતોને સારી રીતે પોસાય છે. આજનો અમારો આ લેખ આપને કેવો લાગ્યો તે અચૂક જણાવશો.

Leave a Comment