સરકાર મહિલાઓને ઘર ખરીદવા આપી રહી છે વિશેષ લાભ,જો તમે પણ ઘર ખરીદવાના હોતો તમારી પત્નીના નામે ઘર ખરીદી મેળવો વિશેષ લાભ

મિત્રો, દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે પોતાનું એક ઘર હોય,જો તમે ભાડાના મકાનમાં રહો છો અને પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે મહિલાઓને ઘર ખરીદવાના લાભ વિશે વાત કરવાના છીએ. આપ પણ આપની પત્નીના નામે આપનું ઘર ખરીદી સરકાર દ્વારા મહિલાઓને મળતા  વિશેષ લાભ મેળવી શકશો.

મિત્રો ઘર શબ્દ શાંભળતાં જ  આપણા મનમાં એક રોમાન્ચ  ઊભો થાય છે.  ઘર સાથે ઘણી લાગણીઓ અને ભાવનાઓ જોડાયેલી હોય છે. જ્યારે વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતો હોય છે ત્યાર, તેને એક અતૃપ્તિનો અહેસાસ સતત સતાવતો હોય છે. તેનું એક સ્વપ્ન હોય છે કે મારે પણ એક ઘર હોય ઘરનું ઘર ! વ્યક્તિ ગામડામાં હોય કે શહેરમાં રહેતો હોય તેની એક ઈચ્છા હોય છે કે પોતે પણ પોતાના ઘરના ઘરમાં રહે. જો તમે પણ તમારા ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે ઘર લેવાનું વિચારી રહ્યા છો. ત્યારે આપ આપની પત્નીના નામે અથવા આપના માતાશ્રીના નામે ઘર ખરીદ કરી વિશેષ લાભ મેળવી શકશો. આજના આ લેખમાં અમે મહિલાઓને પ્રોપર્ટી ખરીદવાના લાભ વિશે જણાવી રહ્યા છીએ

મહિલાઓને ઘર ખરીદવાના લાભ

હાલમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.  સરકાર ટેક્સમાં પણ મહિલાઓને વિશેષ પ્રકારની છૂટ  આપી રહી છે. તેથી જ્યારે પણ આપ ઘરનું ઘર લો ત્યારે તમારી પત્નીના નામે ઘર ખરીદ કરો છો  તો પ્રોપર્ટી ટેક્સ તેમજ વિવિધ ટેક્સમાં તમને ફાયદો થશે અને તમારા ઘરની કિંમત ચૂકવવામાં તમને ફાયદો થઈ શકે.

સરકારી યોજનાઓના લાભ :

સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમના શશક્તિકરણમાટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમ બચત યોજનાઓ જેવી કે મહિલા સન્માન બચત યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના, (PMAY) પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે યોજનાઓ દ્વારા મહિલાઓને વિશેષ લાભ થતો હોવાથી જો તમે તમારી પત્નીના નામે ઘર અથવા  પ્રોપર્ટી ખરીદ કરો છો તો તેમાં પણ ફાયદો થાય છે.

સસ્તા દરે  હોમ લોન :

આજકાલ ઘણી બેંકો દ્વારા મકાન ખરીદવા માટે તેના ગ્રાહકોને હોમ લોન ની ઓફર કરી રહી છે. આ ઉપરાંત વિવિધ ફાયનાન્સિયલ કંપનીઓ પણ મકાન ખરીદવા માટે મહિલાઓને વિશેષ દરે  લોન ઉપલબ્ધ કરાવી રહી છે. એમ પણ લોન મેળવવામાં પણ જો તમે તમારી પત્નીના નામે ઘર ખરીદવા માટે લોન લેશો તો તમને વ્યાજમાં અચૂક ફાયદો થશે.

દસ્તાવેજ ની પ્રક્રિયા :

મિત્રો,જ્યારે પણ તમે તમારા ઘરનું સ્વપ્નો સાકાર કરવા માટે ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારે કાનૂની પ્રક્રિયા અંતર્ગતની તમામ પ્રોસેસ કાળજીપૂર્વક પૂરી કરવી જોઈએ. તમે ખરીદવાનું છે તે ઘરનું  લોકેશન,સ્થિતિ, અને તમામ પ્રકારના કાગળોનો સંપૂર્ણ અભ્યાસ કરી સાચા હોવાની ખાતરી કર્યા પછીજ  ઘર ખરીદ કરવું જોઈએ. જેથી તમારે પાછળથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહી.  

સંયુક્ત ભાગીદારી :

મિત્રો,તમે તમારી પત્નીના નામે ઘરખરીદ કરી શકો છો. તેમ તમે બંને સંયુક્ત નામથી પણ તમારું ઘર ખરીદી કરી શકશો. તેમ કરવાથી પતિ પત્ની બંનેને ટેક્સમાં છૂટ મળી શકે છે અને ફાયદો થઈ શકે છે.

ઘર ખરીદ કરતાં  પહેલા તે માટે તમારે ચોક્કસ આયોજન કરવું જોઈએ. મકાનની કિંમત લોન લેવાની જરૂરિયાતની રકમ, હપ્તાની માસિક રકમ, તમારી આવક, તમારો માસિક ખર્ચ, વગેરેનો સંપૂર્ણ અભ્યાસ અને આયોજન બાદ  તમે લોન  અથવા રોકડેથી ઘર ખરીદ કરશોતો  આર્થિક સંકળામણનો ભોગ બનવું પડશે નહીં. ઘણી વખત વ્યક્તિ આયોજન વગર મોટો ખર્ચ કરે છે, ત્યારે પાછળથી તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

Read More:- Gold Price in April: શું છે આજના સોનાના ભાવ, જાણો શરાફ બજારના તાજા ભાવ

દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે કે પોતાને પણ એક ઘરનું ઘર હોય અને તે માટે તે ઘર ખરીદવા માટે ઈચ્છતો હોય છે. પરંતુ જ્યારે ઘરની ખરીદી કરવાની હોય ત્યારે જો મહિલાઓના નામે પ્રોપર્ટીની ખરીદ કરવામાં આવેતો સરકાર દ્વારા વિવિધ યોજનાઓના માધ્યમથી  ટેક્સમાં મહિલાઓને ફાયદો થતો હોય છે. એટલા માટે જો મહિલાઓને ઘર ખરીદવામાં આવે તો આર્થિક રીતે ફાયદો થતો હોય છે. આ ઉપરાંત પણ મહિલાઓને  પોતાના પરિવાર પ્રત્યે  આત્મ સન્માન અને ગૌરવની લાગણી ઉભી થાય છે  તેમજ મહિલાને  સંતોષ અનેસુરક્ષાનો અનુભવ થાય છે.

Leave a Comment