Papaiya ni Kheti: બનાસકાંઠાના ખેડૂતોએ પપૈયાની આધુનિક ખેતી અપનાવી લાખોની કમાણી કરી, જાણો પેપીન દ્વારા મુલ્ય વર્ધન

Papaiya ni Kheti: નમસ્કાર મિત્રો, આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. હવે  ગુજરાતના ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતીને છોડીને પોતાની આવક વધારવા આધુનિક ખેતી તરફ વળ્યા છે. કેટલાક ખેડૂત મિત્રોએ ફળ પાક ક્ષેત્રે નવીનીકરણ કર્યું છે તો કેટલાક ખેડૂત મિત્રો ઈમારતી લાકડું આપતા કિંમતી વૃક્ષોનું વાવેતર કરીને એક સફળ ખેડૂત તરીકે નામના મેળવી છે. એમ કહેવાય છે કે ખેડૂત હંમેશા નવું નવું  શીખતો જ રહે છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Papaiya ni Kheti

આજના આ લેખમાં હું આપને પપૈયાની ખેતી ( Papaiya ni Kheti) અને પપૈયા માંથી મળતા પેપીનની વધારાની આવક ખેડૂત કેવી રીતે મેળવી શકે તે વિશે વાત કરવાનો છું. આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. મિત્રો કેટલીક આધુનિક  ખેતીમાં ખેડૂતને વધારે પડતો ખર્ચ કરવો પડે છે. અને જો તે પાક નિષ્ફળ જાય તો ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવે છે.

પપૈયાની ખેતી પ્રમાણમાં ઓછી ખર્ચાળ છે અને વધુ નફો આપતી  ખેતી છે. ટૂંકા  ગાળાના સમયમાં પપૈયાંનું ઉત્પાદન ખેડૂતને ઉત્પાદન શરૂ થાય છે. કાચા પપૈયાના ફળમાં કાપા મૂકીને તેમાંથી નીકળતું સફેદ દૂધને પેપીન કહેવામાં આવે છે. તેને સૂકવીને બજારમાં વેચવામાં આવે છે.  કાચા પપૈયા માંથી ખેડૂત પેપીન તૈયાર કરીને બજારમાં વેચી શકે છે. ભારત સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં પેપીનની ખૂબ માગ છે.

પપૈયાના ઉપયોગ

પપૈયા સૌંદર્ય પ્રસાધનોમાં, ચર્મઉદ્યોગમાં,ઔષધમાં, આલ્કોહોલ બનાવવામાં તેમજ  માછલીને નરમ રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી ભારત સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં પેપીનની ખૂબ માગ રહે છે. ખેડૂત મિત્રો પેપીન તૈયાર કરી વેચી કમાણી કરી શકે છે.

પેપીન કાઢી લીધા પછી પપૈયાના કાચા પપૈયા માંથી ટુટીફુટી, અથાણું , ચીપ્સ, શાકભાજી  વગેરેમાં ઉપયોગ થાય છે. જ્યારે પાકાં પપૈયાં માંથી જામ ,જેલી, મીઠાઈ, મુરબ્બો, કેક, મિલ્ક શેક વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

પપૈયાની ખેતી પદ્ધતિ

 ભારતમાં પપૈયાની ખેતીના 45% જેટલી ખેતી એકલા ગુજરાતમાં થાય છે. ગુજરાત સિવાય ભારતમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં પપૈયાની ખેતી કરવામાં આવે છે. પપૈયાની ખેતી કરવા માટે સૌપ્રથમ આદર્શ દારૂ તૈયાર કરવું જોઈએ. તેમજ બીજ પસંદગીમાં સારી ક્વોલિટી સહિત વધારે ઉત્પાદન આપતી જાતો પસંદ કરવી કોઈએ. આપણે ત્યાં રેડ લેડી જાત ખૂબ પ્રચલિત છે. જે તાઇવાન જાત છે. આ સિવાય પણ પપૈયાની ઘણી જાતો ખેડૂતો દ્વારા અપનાવવામાં છે.  જેમકે મધુ બિંદુ વોશિંગ્ટન વગેરે

Dragon Fruit Farming: એક વીઘામાંથી 2 લાખ કમાઓ, માત્ર નજીવા ખર્ચે શરૂ કરો આ ખાસ પાકની ખેતી

ધરું વાડિયું તૈયાર કરવું  

ધરું તૈયાર થતાં પપૈયાના છોડને 2 બાય  1.8 મીટરના ગાળે વાવેતર કરવું જોઈએ. જો ગાદી  ક્યારા કરી મલ્ચિંગ પદ્ધતિથી પપૈયાનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતને તેનાથી સારા લાભ મળે છે.આંતર પાક તરીકે  એક વર્ષ સુધી શાકભાજી પ્રકારના નાના છોડનું વાવેતર કરી શકાય છે. પરંતુ પપૈયા મોટા થયા પછી તેમાં વાવેતર થઈ શકતું નથી. વાવેતર કરતાં પહેલાં ઉનાળામાં રોપણી માટેના  ખાડા કરી 10 દિવસ સુધી એને તપાવવા  જોઈએ ત્યારબાદ એક ખાડામાં 10 કિલો છાણીયું ખાતર ભેળવી પછી જ છોડની  રોપણી કરવી  જોઈએ. ત્યારબાદ પપૈયાના છોડના ઉપરના બે ત્રણ પાન રાખી બીજા પાન તોડી લેવા જોઈએ.

પપૈયાનું ઉત્પાદન

પપૈયાના પાકને સમશિતોષ્ણ હવામાન વધારે માફક આવે છે. ખૂબ ઠંડુ હવામાન પપૈયાના પાકને માફક આવતું નથી. તેમ જ જમીન ગોરાડું અને ફળદ્રુપ હોય તો પપૈયાનું ઉત્પાદન વધારે મળે છે.  ગુજરાતમાં પાલનપુર અને દાંતા અને ડીસા તાલુકાના વ ઘણા ખેડૂતો પપૈયાની  સફળ ખેતી કરી સારું ઉત્પાદન  મેળવતા થયા છે. પિયતની વાત કરવામાં આવે તો પપૈયાના પાકને 10 થી 12 દિવસે પાણીની જરૂર પડે છે. પિયતનો આધાર જમીનના પ્રકાર ઉપર અને આબોહવા ઉપર આધાર રાખે છે.

પપૈયાનું ઉત્પાદન  ફેર રોપણી કર્યા ના 9 થી 10 માસમાં પપૈયાનો છોડ ઉત્પાદન આપવાનું શરૂ કરે છે.પપૈયાના એક છોડ ઉપર 40 થી 50 કિલો પપૈયાનો ઉતારો મળે છે. ઉત્પાદન માટે જમીનની ફળદ્રુપતા અને આબોહવા પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

પેપીન કાઢી લીધા પછી પપૈયાના કાચા પપૈયા માંથી ટુટીફુટી, અથાણું , ચીપ્સ, શાકભાજી  વગેરેમાં ઉપયોગ થાય છે. જ્યારે પાકાં પપૈયાં માંથી જામ ,જેલી, મીઠાઈ, મુરબ્બો, કેક, મિલ્ક શેક વગેરે બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. પપૈયું પોષક તત્વોથી ભરપૂર છે પપૈયું ખાવાથી અનેક લાભ થાય છે. પાપિયામાં વિટામિન એ વિટામિન c અને પોટેશિયમથી ભરપૂર છે.તેનામાં એન્ટિ ઓક્સિડેંટ ગુણ રહેલો છે. શરીરના પાચન તંત્રને સુધારનાર છે. તેથીજ બજારમાં એક ફળ તરીકે પણ કાયમ પપૈયાની માગ રહે છે.

મિત્રો, પપૈયાની ખેતી કરી આવકમાં વધારો થઈ શકે અને ખેડૂત મિત્રોને ઉપયોગી તેમજ જિજ્ઞાસુ વ્યક્તિઓને માહિતી સભર આ લેખ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં અમોને જરૂર જણાવશો. આપ પપૈયાની ખેતી કરવા ઇચ્છતા હોતો એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારીમાંથી ફળ પાકોના વાવેતર સબંધી વધુ માહિતી મેળવી શકશો.  

આ પણ વાંચો : Mango Price: કેસર કેરીના રસિયા માટે સારા સમાચાર માર્કેટયાર્ડમાં કેરીની આવકો વધતાં ભાવમાં ઘટાડો, અહીથી જાણો કેરીના બજાર ભાવ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment