Mango Price: કેસર કેરીના રસિયા માટે સારા સમાચાર માર્કેટયાર્ડમાં કેરીની આવકો વધતાં ભાવમાં ઘટાડો, અહીથી જાણો કેરીના બજાર ભાવ

Mango Price: નમસ્કાર મિત્રો,  બજારમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. હવે લાગે છે કે ઉનાળો બરાબરનો જામ્યો છે. કેસર કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓ કેરીના ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આપને જણાવવાનું કે ગીર પંથકમાં તલાલા જુનાગઢ અમરેલીમાં કેસર કેરીની આવકો વધતાં બજારમાં કેરીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને કેરીની આવકો વધવાની શરૂઆત પણ થઈ ચૂકી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

કેરી ખાવાના ફાયદા : 

મિત્રો કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે. કેરી ખૂબ પૌષ્ટિક અને સ્વાદમાં ખૂબ મીઠી હોય છે. કેરી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે કારણકે કેરીમાં વિટામીન એ,વિટામિન સી,ફાઈબર,કાર્બોહાડેટ્સ અને ભરપૂર માત્રામાં રહેલી શર્કરા એ શક્તિનો ખજાનો છે. કેરી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો પણ થાય છે. કેરી વાળ,ચામડી, અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા સહિત અનેક ફાયદા કરે છે. કેરી આંખોની દ્રષ્ટિને સુધારે છે. જ્યારે ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી શરીરની પાચન શક્તિ વધારવામાં અને વજનને કંટ્રોલ કરવામાં કેરી મહત્વનો ભાગ ભજવે છે. કેરી રુચિકર છે. કેરી ઉનાળાની ઋતુનું ફળ હોઈ તે તન અને મનને શીતળતા આપે છે.

કેરીનું ઉત્પાદન :

ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાનો તાલાલા અને ગીર પંથક તેમજ જુનાગઢ અને અમરેલી વિસ્તારના ખેડૂતોએ કેરીનાં  આંબાવાડિયાં તૈયાર કરી કેરીની વિવિધ જાતોનું ઉત્પાદન કરી રહ્યા છે. કેસર કેરી તલાલા ગીર અને સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે.   અમરેલીના સાવરકુંડલા, ધારી અને  ખાંભા વગેરે પંથકમાં કેરીના ખુબજ બગીચાઓ આવેલા છે. તેમજ કચ્છ જિલ્લો પણ કેરીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પરંતુ આ વર્ષે વાતાવરણના ફેરફારો  અને કમોસમી  થયેલા વરસાદને લીધે આંબામાં કેરીનો મોર વહેલો આવી ખરી પડવાના બનાવો જોવા મળ્યા હતા. તેનાથી કેરીના ઉત્પાદનમાં પણ ફેર પડી શકે.  હાલ તો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં આફૂસ, રાજાપુરી, બદામ, લાલબાગ, તોતાપુરી, વગેરે જાતની કેરીઓ આવી રહી છે. તો ચાલો જાણીએ ગુજરાતમાં કેરીના ભાવ અને માર્કેટયાર્ડમાં કેરીની આવકો 

Mango Price in Gujarat

Mango Price: તો ચાલો જાણી ગુજરાતમાં કેસર કેરીનાં અને અન્ય કેરીઓના માર્કેટયાર્ડના ભાવ.

રાજકોટ માર્કેટમાં કેરીના ભાવ : 

મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં કેરીની આવકો શરૂ થઈ ગઈ છે. અને ભાવની વાત કરીએ તો કાચી કેરીના ₹350 થી ₹650 ખેડૂતોને મળ્યા હતા.

ગોંડલ માર્કેટયાર્ડના કેરીના ભાવ :  

સૌરાષ્ટ્રનું અગત્યના માર્કેટ યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેરીના ભાવ જોઈએ તો બદામ કેરી ના ભાવ ₹600 થી ₹1400 રહ્યા હતા, આફૂસ કેરીના ભાવ રાજકોટ યાર્ડમાં 1500 રૂપિયાથી રૂપિયા 2200 ખેડૂતોને મળ્યા હતા. રાજાપુરી કેરીનો ભાવ ₹800 થી ₹1,000 રહ્યો હતો. લાલબાગ કેરીનો ભાવ ₹400 થી 800 રૂપિયા જોવા મળ્યા હતા, જ્યારે કેસર કેરીનો ભાવ ₹1,200 થી ₹2400 નો રહ્યો હતો. તોતાપુરી કેરીનો ભાવ રૂપિયા 400 થી ₹800 નો રહ્યો હતો.

તલાલા માર્કેટયાર્ડના કેરીના ભાવ : 

સમગ્ર ગુજરાતમાં કેસર  કેરી માટે  વખણાતો પ્રદેશ તલાલા ગીર છે તલાલા ગીરની કેસર કેરી સમગ્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખૂબ માર્ગ ધરાવે છે તાલાલા ગીરની કેસર કેરી તેના નામ પ્રમાણે કેસરી રંગ અને ઉત્તમ સ્વાદ સ્વાદના કારણે લોકોની પહેલી પસંદ હોય છે તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીના ભાવ એક બોક્સના (10 kg ) રૂપિયા 900 રહ્યા હતા.

Dragon Fruit Farming: એક વીઘામાંથી 2 લાખ કમાઓ, માત્ર નજીવા ખર્ચે શરૂ કરો આ ખાસ પાકની ખેતી

જુનાગઢ માર્કેટ યાર્ડના  કેરીના ભાવ :

 જુનાગઢ માર્કેટ યાર્ડમાં આજરોજ કાચી કેરીનો ભાવ ₹1,000 થી ₹2800 સુધીનો રહ્યો હતો. તેમજ  જુનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીની આવક  417 ક્વિન્ટલ રહી હતી. જ્યારે પાકી કેરીનો ભાવ ₹1500 થી ₹3,000 નો રહ્યો હતો.

અમરેલી માર્કેટ યાર્ડના કેરીના ભાવ :

મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો ભાવ ₹1200 થી ₹3,000 રહ્યો હતો. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં આજરોજ હાફૂસ કેરીની વધારે આવક થઈ હતી. જ્યારે આફૂસ કેરીના ભાવની વાત કરીએ તો રૂપિયા 2400 થી ₹3600 નો રહ્યો હતો. જ્યારે આફૂસ કેરીનો સરેરાશ ભાવ રૂપિયા 3200 રહ્યો હતો. જ્યારે આજરોજ અમરેલી માર્કેટ યાર્ડમાં આફુસ કેરીની આવક 7 ક્વિન્ટલ જેટલી રહી હતી.

ભુજ માર્કેટ યાર્ડના કેરીના ભાવ:

 આજરોજ ભુજ માર્કેટ યાર્ડમાં કાચી કેરીનો ભાવ ₹200 થી રૂપિયા 800 નો રહ્યો હતો જ્યારે પાકી કેરીનો ભાવ ₹600 થી રૂપિયા 1400 સુધીનો રહ્યો હતો.

Read More:- Jio Broadband Plan: માત્ર 12 રૂપિયા ખર્ચીને jio આપી રહ્યો છે અનલિમિટેડ ડેટા અને કોલ્સ, સાથે 15 દિવસની વધુ વેલેડીટી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment