ICF Recruitment 2024 : ભારતીય રેલવેના કોચ બનાવતી અગ્રણી ફેક્ટરી દ્વારા 1010 જગ્યાઓ પર એપ્રેંટીશ ભરતી કરવા સારું ઓન લાઇન આવેદન પત્રકો માગવામાં આવ્યાં છે. માત્ર ધોરણ 10 અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ ઉમેદવારો ભારતીય રેલવે સાથે જોડાઈ તેમની ઉજ્જવળ કારકિર્દી શરૂ કરી શકે છે. અહી આપને ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટેની ઉત્તમ તક ચેન્નઈ ની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા આપવામાં આવી રહી છે. જો આપ એપ્રેંટિસ તરીકે જોડાવા ઇચ્છતા હોવતો 21 જૂન 2024 સુધી આપની અરજી ઓન લાઇન અરજી કરી શકો છો.
ICF Recruitment 2024
ભરતી કરનાર સંસ્થાનું નામ | ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી,ચેન્નાઈ |
પદ (પોસ્ટ) નું નામ | એપ્રેંટિસ (ફ્રેસર અને એક્સ ITI ) |
જગ્યાઓ | 1010 |
સ્ટાઇપેન્ડની રકમ | 6000 માસિક |
અરજી કરવાની અંતિમ તારીખ | 21 જૂન 2024 |
અરજી કરવાની વેબ સાઇટ | https://pb.icf.gov.in |
નમસ્કાર મિત્રો ! આપે માત્ર ધોરણ 10 સુધીનોજ અભ્યાસ કર્યો છે. ITI કરી સારી નોકરીની શોધમાં છો. અથવા તો આપ આપની કારકિર્દીને ઉજવળ બનાવવા માટે કોઈ સારી કંપનીમાં જોડાઈને અનુભવ અને સારો પગાર પ્રાપ્ત કરવા ઇચ્છી રહ્યા છો તો આપને ભારતીય રેલવેના કોચ બનાવતી એક અગ્રણી ફેક્ટરી દ્વારા એપ્રેંટિસ ભરતી માટેની સારી તક આપવામાં આવી રહી છે. આપ રેલવેના કોચ બનાવતી આ ફેક્ટરીમાં નિષ્ણાત અને અનુભવી તજજ્ઞો પાસેથી ઉત્તમ ટેકનિકલ જ્ઞાન અને આકર્ષક પગાર મેળવી આપ આપના જીવનની એક ઉત્તમ કારકિર્દી શરૂ કરી શકશો.
ભારતીય રેલવેની કોચ બનાવતી ફેક્ટરી ICF એપ્રેંટિસ તરીકે જોડાવાની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારોITI સહિતના અથવા ITI વગરના યુવાનોની એપ્રેંટિસ ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આજના આર્ટીકલમાં અમે આપને આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગારધોરણો તેમજ તમે કેવી રીતે અરજી કરી શકાય તે બાબતની મહત્વની જાણકારી આપી રહ્યા છીએ આપ આ લેખના અંત સુધીમાં અમારી સાથે જોડાયેલા રહેશો.
શૈક્ષણિક લાયકાત :
ફ્રેશર એપ્રેન્ટિસ : માટે ની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 માં 50% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ તેમજ ધોરણ 12 માં ગણિત અને વિજ્ઞાનના વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવાર ITI ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ.
એક્સ ITI એપ્રેન્ટીસ : માટેની લાયકાત ધોરણ 10 એટલે કે SSC પરીક્ષા ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ તેમજ સંબંધિત ટ્રેડમાં ITI ડિપ્લોમા પાસ કરેલ નું સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ. તેમજ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા :
ICF માં એપ્રેંટિસ તરીકે જોડાવા માટેની વય મર્યાદા અલગ અલગ રાખવામાં આવી છે. ITI પાસ કરેલ ઉમેદવારો માટે વયમર્યાદા 15 થી 24 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે બિન ITI ઉમેદવારો માટેની વયમર્યાદા 15 થી 22 વર્ષ રાખવામાં આવી છે.ઉપરાંત સરકારશ્રીના નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે.
અરજી ફી :
ભારતીય રેલવેની કોચ બનાવતી ICF કંપનીમાં એપ્રેન્ટીસ માટેની અરજી કરવા માટે ઉમેદવારોએ ₹100 અરજી ફીના ચૂકવવાના રહેશે. જ્યારે અનામત સંવર્ગના અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના, દિવ્યાંગ અને તમામ સંવર્ગની મહિલા ઉમેદવારો માટે કોઈપણ ફી રાખવામાં આવી નહી. ઉમેદવારોએ વધુ વિગતો માટે સત્તાવાર વેબ સાઇટ પરથી માહિતી પ્રાપ્ત કરી અરજી કરવી હિતાવહ છે.
અરજી કરવાની રીત :
- ભારતીય રેલવેની કોચ બનાવતી આઈ.સી.એફ. કંપનીમાં ઉમેદવારોએ એપ્રેંટિસ ભરતી માટે અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
- ત્યારબાદ એપ્રેંટિસ ભરતી 2024-25 નું સત્તવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી કાળજીપૂર્વક અભ્યાસ કરો.
- એપ્લાય ફોર એપ્રેન્ટીસ : 2024-25 લિંક પર ક્લિક અરજી ફોર્મ ઓપન કરો અને માગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
- જરૂરી તમામ પ્રમાણપત્રો અને ડોક્યુમેન્ટ નિયત ફોર્મેટ માં સુચના મુજબ અપલોડ કરો.
- લાગુ પડતી અરજી ફી ની ઓન લાઇન ચુકવણી કરો.
- હવે આપની અરજીને ફાઇનલ સબમીટ કરો.
- હવે તમે કરેલી અરજીની પ્રિન્ટ અને ભરેલી ફી ની વિગત નું ચલણ પ્રિન્ટ કરો.
Read More : NCERT Bharti 2024: NCERT માં પરીક્ષા વગર સીધા ઈન્ટવ્યું આધારીત ભરતી, અહિંથી જાણો તમામ તારીખો