IFSCA Recruitment 2024: International Financial Services Centres Authority દ્વારા ગ્રેડ A કુલ 10 ખાલી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે ત્યારે જે નાણાકીય ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત હોદ્દા મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ભરતી શ્રેષ્ઠ કહી શકાય છે. ઓફિસર ગ્રેડ A (આસિસ્ટન્ટ મેનેજર) પોસ્ટ માટેની આ જાહેરાત વિશેની સમ્પુર્ણ માહિતી આપડે આ લેખના માધ્ય્મથી મેળવિશું.
IFSCA દ્વારા 27 માર્ચના રોજ આસિસ્ટન્ટ મેનેજરની વિવિધ પોસ્ટ માટે જાહેરાત પાડવામાં આવેલ છે. જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 28 માર્ચથી લઈને 21 એપ્રીલ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
IFSCA Recruitment 2024
સંસ્થા | International Financial Services Centres Authority |
પોસ્ટ | ઓફિસર ગ્રેડ A (આસિસ્ટન્ટ મેનેજર) |
કુલ જગ્યાઓ | 10 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
વેબસાઈટ | www.ifsca.gov.in |
શૈક્ષણિક લાયકાત:
આ ભરતી માટે ઉમેદવારેએ સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, કમ્પ્યુટર સાયન્સ અથવા માન્ય સંસ્થાઓમાંથી કાયદા જેવા વિષયોમાં વિષયોમાં ક્યાં તો માસ્ટર અથવા સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
વય મર્યાદા
OBC અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે સ્પષ્ટ છૂટછાટ સાથે, અરજદારો 21 થી 30 વર્ષની વયના હોવા જરુરી છે. ઉપરોક્ત વય મર્યાદાની ગણતરી 01/02/2024 ના આધારીત ગણવામાં આવશે.
IFSCA Grade A ની જગ્યાઓ
આ IFSCA Recruitment 2024 માટે કુલ ૧૦ જ્ગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જેની કેટેગરી પ્રમાણે જગ્યાઓની વિગતો નિચે મુજબ છે.
- જનરલ :- 3
- EWS :- 2
- OBC :- 3
- SC :- 1
- ST :- 1
ઓફિસર ગ્રેડ A (આસિસ્ટન્ટ મેનેજર) ની ભરતી માટે અરજી કરો
જે ઉમેદવારો આ IFSCA Recruitment 2024 માટે લાયકાત ધરાવે છે તેઓ નીચેના પગલાં અનુસરી ઓનલાઈન અરજી કરી શકે છે.
સતાવાર સાઈટ પર જાઓ :- IFSCA ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો અથવા આપેલ લિંકને ઍક્સેસ કરો.
નોંધણી કરો :- . નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવી આવશ્યક વિગતો દાખલ કરો
અરજી ફોર્મ ભરો :– નોંધણી પછી, એક કામચલાઉ નોંધણી નંબર અને પાસવર્ડ રજીસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. લૉગ ઇન કરવા માટે આ ઓળખપત્રોનો ઉપયોગ કરો અને કાળજીપૂર્વક અરજી ફોર્મ ભરો. વ્યક્તિગત, શૈક્ષણિક માહિતી ચકાશી અને ભરો.
દસ્તાવેજો અપલોડ કરો: તાજેતરના ફોટોગ્રાફ, હસ્તાક્ષર, ડાબા હાથના અંગૂઠાની છાપ અને ઉલ્લેખિત કોઈપણ અન્ય ફરજિયાત વિગતો સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
અરજી ફીની ચુકવણી :- જરૂરી અરજી ફી ચૂકવવા માટે આગળ વધતા પહેલા અરજી ફોર્મમાં આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરો. સફળ ચુકવણી પર, IFSCA ગ્રેડ A ભરતી 2024 માટેની તમારી અરજી કામચલાઉ રીતે સ્વીકારવામાં આવશે.
મિત્રો, આવી રીતે તમે IFSCA Recruitment 2024 માટે ઓનલાઈન અરજી કરી શકો છો, જો તમે ઓફિશિયલ જાહેરાત જોવા માંગતા હોવ તો નીચે આપેલ લિન્કની મદદથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓફિશિયલ નોટિફિકેશન પણ જોઈ શકો છો. જો તમે નવી ભરતીની માહિતી સૌ પ્રથમ મેળવવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો આભાર.
Important Links
ઓફિશિયલ જાહેરાત જોવા માટે :- Click Here
ઓનલાઈન અરજી કરવા માટે :- Click Here