Ikhedut Portal Registration: આઈ ખેડુત પોર્ટલ પર એકવાર રજીસ્ટ્રેશન કરાવો અને મેળવો તમામ યોજનાના લાભ

Ikhedut Portal Registration: હેલો ખેડુત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીવાડી, બાગાયતી ખેતી, પશુપાલ પાલનનો વ્યવસાય અને મત્સ્ય ઉદ્યોગનો વ્યવસાયને લગતી તમામ વિવિધ યોજનાઓનો લાભ આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે, તો આજે આપણે આ લેખના માધ્યમથી આઇ ખેડુતમાં ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ માટે ખેડૂત ભાઈઓ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકે. તેમજ તમામ યોજનાઓનો લાભ મેળવી અને સાધન સહાય તેમ જ ઉપયોગી સબસીડી વગેરેની માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરી શકે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

Ikhedut Portal Registration

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કિસાનોની આવક વધારવા તેમજ આર્થિક રીતે મદદ કરવા સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત કિસાનોને ખેતીના લગતા સાધનો ખરીદવા પર સબસીડી આપી ખેડૂતોને આત્માને નિર્ભર બનાવવા માટેની એક પહેલ માટે આ ઓનલાઈન પ્લેટફોર્મ શરૂઆત કરી હતી. આ પોર્ટલ પર માત્ર સાધન સહાય જ નહીં પરંતુ વિવિધ વ્યવસાયો જેમ કે પશુપાલન વ્યવસાય, મત્સ્ય ઉદ્યોગનો વ્યવસાય વગેરેનું પણ પ્રોત્સાહન આપવા માટે સહાય આપવામાં આવે છે.

આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો

જે ખેડૂત ભાઈઓ આઇ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ માટે અરજી કરવા માંગે છે. તો નવું રજીસ્ટ્રેશન કરતી સમયે નીચે મુજબની જરૂર દસ્તાવેજો સાથે જો તમે એકવાર તમારું રજીસ્ટ્રેશન કરી લેશો. તો દરેક યોજના માટે તે રજીસ્ટ્ર્શન આઈડીથી તમે દરેક યોજનાનો લાભ મેળવી શક્શો.

  • તમારા ખેતરના ૭/૧૨ ના ઉતારા
  • જાતિનો દાખલો
  • રેશનકાર્ડ 
  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • બેન્કના પાસબુક ની નકલ
  • આવકનો દાખલો

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્ર્શન કેવી રીતે કરવું? – Ikhedut Portal Registration Online

Ikhedut Portal Registration: ખેડૂત મિત્રો, આઇ ખેડૂત પોર્ટલ પર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે. જેમાં બાગાયતીની યોજનાઓ, ખેતીવાડીની યોજનાઓ,મત્સ્ય ઉદ્યોગની યોજનાઓ અને પશુપાલનની યોજનાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના રહેતા હોય છે. ત્યારે જો તમે તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા એક વાર પૂર્ણ કરશો તો તમારે વારંવાર દરેક યોજના માટે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં, તો ચાલો જાણીએ આઇ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્ર્શન કરવું.

  •  સૌ પ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલને “Ikhedut Portal” ગૂગલમાં સર્ચ કરવું 
  • હવે તમને google માં https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ દેખાશે, જેના પર ક્લિક કરવાનું ત્યાર પછી વેબસાઈટ તમારી સ્ક્રીન પર ખુલશે
  • હવે તમે વેબસાઈટ પર જઈને તમારે યોજનાઓ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમને નીચે મુજબનું વિવિધ પ્રકારની ચાલતી યોજનાઓ દેખાશે જેમાંથી તમે કઈ યોજના માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો. 
  • ધારો કે જો તમે બાગાયતી યોજના પસંદ કરી છે તો તેમાં તમારે કોઈપણ એક યોજના પસંદ કરવાની રહેશે જેમ કે કાપણીના સાધનો માટે અરજી કરું છું તો તેના પર ક્લિક કરો,
  • હવે તમારી સામે કાપણીના સાધન યોજનાની વિગત ખુલશે જે વાંચી અને તેમના સામેની અરજી કરો બટન પર ક્લિક કરો
  • હવે તમે નિચે આપેલ વ્યક્તિગત લાભાર્થી પસંદ કરીને આગળ વધો.
  • જો ખેડૂત ભાઈઓ તમે રજીસ્ટ્રેશન ધરાવતા નથી તો હવે તમારે નવા રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન ધરાવતા નથી તેના સામેના “ના” વિકલ્પ પસંદ કરીને નવા રજીસ્ટ્રેશન કરવું પડશે જે નીચે મુજબનું દેખાશે.
  • અહીં તમારે વ્યક્તિગત વિગત, બેંકની વિગત, જમીનની વિગત તેમજ રેશનકાર્ડની વિગત દાખલ કરવાની રહેશે. 
  • તમામ વિગતો દાખલ કર્યા બાદ તમારી અરજીની સેવ કરી રાખવાની રહેશે 
  • એકવાર અરજી સબમિટ થયા બાદ તમારે તમારી અરજી માં સુધારો વધારા કરી શકાશે નહીં એટલે ખેડૂત ભાઈઓ તમારે ધ્યાન રાખવું કે અરજી કન્ફર્મ કરતાં પહેલાં તમારી તમામ વિગતો એકવાર ચકાસી લેવી જરૂરી રહેશે ત્યારબાદ તમે છેલ્લે તમારી અરજી કન્ફર્મ કરી શકો છો.

તો આવી રીતે તમે આઇ ખેડૂત પોર્ટલ પર કોઈ પણ યોજના માટે તમારી નવી અરજી સબમિટ કરી શકો છો અને જો તમારે એકવાર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશો તો બીજી વખત કોઈપણ યોજનાનો લાભ લેતી વખતે તમારે તમારો આધાર નંબર, મોબાઈલ નંબરની મદદથી ઓટીપી આવશે જેનાથી તમે તમામ યોજનાઓનો લાભ લઈ શકશો.

Read More:- આ માર્કેટયાર્ડમાં આજે વરીયાળીના ભાવ ઐતિહાસિક સપાટીએ

જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર તમારા અરજીનું સ્ટેટસ તપાસવા માગતાવતો પણ તમને વેબસાઈટના પ્રથમ પેજ પર અરજદારનું સુવિધા તપાસવાનું વિકલ્પ મળશે, જેના પર ક્લિક કરીને તમે તમારા અરજી નું સ્ટેટસ ચકાસી શકો છો જેના માટે તમારો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર ની જરૂર પડશે,

Leave a Comment