IPPB Executives Recruitment 2024: ઈંડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં આવી એક્ઝિક્યુટિવની ભરતી અહીથી અરજી કરો

IPPB Executives Recruitment 2024: ઇંડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા એક્ઝિક્યુટિવની ખાલી જગ્યા પર ભરતી કરવા પસંદગી યાદી તૈયાર કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો જો તમે આઈબીપીપી ની જાહેરાત મુજબની પાત્રતા ધરાવતા હોવ તો આ આર્ટીકલ આપને ખૂબ ઉપયોગી થશે. માટે આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો. આઈબીપીપી એ એક્ઝિક્યુટિવની 47 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવનાર છે. કુલ 47 જગ્યાઓ પૈકી 12 જગ્યાઓ ઓબીસી સંવર્ગના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. તેમજ 4 જગ્યાઓ ઈડબલ્યુએસ 7 એસસી અને 3 જગ્યાઓ એસટી સંવર્ગના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. મિત્રો તમે આ જાહેરાત મુજબ અરજી કરવાની પાત્રતા ધરાવો છો તો તમારે સૌ પ્રથમ આઈપીપીબીનું જાહેરાતનું નોટિફિકેશન કાળજી પૂર્વક વાચી લીધા પછી જ ઓન લાઈન અરજી કરવી જોઈએ.

IPPB Executives Recruitment 2024 :

ભરતી કરનાર સંસ્થાનું નામ IPPB
ભરતી કરવાની પોસ્ટ એક્ઝિક્યુટિવ
જગ્યાઓની સંખ્યા 47
અરજી કરવાની આખરી તારીખ5 એપ્રિલ 2024
ઓફિશીયલ વેબસાઈટhttps://www.ippbonline.com


IPPB એક્ઝિક્યુટિવ ભરતીની વિગતો:


મિત્રો IPPB દ્વારા ઓન લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05/04/2024 રાખવામાં આવી છે. આખર તારીખની રાહ જોયા વગર જ તમારે આઈ પી પી બી ની બેસ સાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવી જોઈએ તેમજ ઉમેદવારો માટે રાખવામાં આવેલી પરીક્ષા ફીની રકમ પણ તમને જે લાગુ પડતી હોય તે મુજબ ઓન લાઈન ગેટવે મારફત ભરી દેવી જોઈએ આઈ પી પી બી દ્વારા એક્ઝિક્યુટિવ ભરતી 2024 ની અરજી કરનાર સામાન્ય સંવર્ગના ઉમેદવારો માટે રૂપિયા 700 તેમજ એસ સી અને એસ ટી સંવર્ગના ઉમેદવારો માટે 150 રૂપિયા ફી પેટે ભરવાનું કહેવામાં આવ્યું છે. ઉમેદવારો વધુ માહિતી માટે IPPB ની ભરતી જાહેરાત જોઈ શકે છે.

પસંદગી પ્રક્રિયા:


IPPB દ્વારા એક્ઝિક્યુટિવ પોસ્ટ ભરતી કરવા માટે ઉમેદવારોએ સ્નાતક પરીક્ષાના મેળવેલા ગુણ અને અને ઇન્ટરવ્યુ જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઉપરાંત પસંદગી યાદી તૈયાર કરવા માટે IPPB ના ભરતીના નિયમ અનુસાર નિર્ણય કરવામાં આવશે.

અરજી કરવાની રીત:

IPPB ભરતીની પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓન લાઈન અરજી કરવા માટે IPPB ની સત્તાવાર વેબ સાઇટ ippbonline.com પર જઈ વેબ સાઇટના હોમ પેજ પર દેખાતી Career ટેબ પર ક્લીક કરવાની રહેશે. ત્યારબાદ સૌ પ્રથમ પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મમાં કોઈ કૉલમ બાકી ના રહે અને કોઈ ભૂલ રહે નહી તેની કાળજી પૂર્વક ચકાસણી કરવી અને ત્યારબાદ અપલોડ કરવાના ડોક્યુમેંટ અપલોડ કરવા અને ત્યારબાદ પરીક્ષા ફી લાગુ પડતી હોય તે મુજબ ઓન લાઈન ભરવી હવે અરજી તેમજ ભરેલ ફીના ચલણ ની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સાચવીને રાખવી. અરજી કરવા બાબતે ઉમેદવારને કોઈ મૂંઝવણ હોયતો IPPB હેલ્પ લાઈનનો સંપર્ક કરી શકે છે.

ઓનલાઇન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો

આ પણ વાંચો : VIDYUT SAHAYAK Bharti 2024: વિદ્યુત સહાયક જુનિયર એંજિનિયર ઈલેક્ટ્રિકલની 394 જગ્યા પર બંપર ભરતી અહીથી અરજી કરો

Leave a Comment