કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા 3 લાખ રૂપીયા સુધીની લોન મેળવો ઘરે બેઠા

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના: ખેતી એ ભારતની કરોડરજ્જુ છે અને ખેડૂતો તેના પાયાના પથ્થર. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકારે 1998માં ‘કિસાન ક્રેડિટ કાર્ડ યોજના’ (KCC) શરૂ કરી હતી. આ યોજના ખેડૂતોને ખેતી, પશુપાલન અને મત્સ્ય પાલન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ માટે ટૂંકા ગાળાની ધિરાણ સુવિધા પૂરી પાડે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના મુખ્ય લાભો:

સરળ અને ઝડપી ધિરાણ:

  • ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચાઓ જેવા કે બિયારણ, ખાતર, જંતુનાશકો, અને અન્ય કૃષિ સામગ્રી ખરીદવા માટે ઝડપી અને સરળ ધિરાણ મળે છે.
  • પશુપાલકોને પશુ આહાર, દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે લોન મળી શકે છે.
  • મત્સ્ય પાલકોને માછલીના બીજ, ખોરાક અને અન્ય સાધનો ખરીદવા માટે લોન મેળવી શકાય છે.

ઓછો વ્યાજ દર:

  • કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દરો સામાન્ય રીતે બજારના દરો કરતાં ઓછા હોય છે.
  • સમયસર ચૂકવણી કરનારા ખેડૂતોને વ્યાજ સબસિડીનો લાભ પણ મળી શકે છે.

વીમા સુરક્ષા:

  • મોટા ભાગના કિસાન ક્રેડિટ કાર્ડ્સમાં પાક વીમા અને વ્યક્તિગત અકસ્માત વીમાનો સમાવેશ થાય છે, જે ખેડૂતોને કુદરતી આફતો અથવા અન્ય અણધાર્યા સંજોગોથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

વધારાની સુવિધાઓ:

  • કેટલીક બેંકો કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને મફત એટીએમ કમ ડેબિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ અને ઈન્ટરનેટ બેન્કિંગ જેવી વધારાની સુવિધાઓ પણ આપે છે.

કેટલી લોન મેળવી શકો છો

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લાયકાત ધરાવતા ખેડુતો હવે કિસાન ક્રેડિટ કાર્ડની મદદથી 1.6 લાખથી લઈને 5 લાખ સુધીની સહાયની રકમ માટે નજીકની કોઈપણ બેંક શાખા અથવા પ્રાથમિક કૃષિ સહકારી મંડળી (PACS) માંથી અરજી ફોર્મ મેળવી અરજી કરી શકો છો.

પશુપાલન અને મત્સ્ય પાલન માટે લોનની રકમ જરૂરિયાત અને પાત્રતાના આધારે અલગ અલગ હોઈ શકે છે. જો તમે સમયસર ચુકવણી અને સારા નાણાકીય વ્યવહારના આધારે લોન મર્યાદા વધારી શકાય છે.

તો જે ખેડુત મિત્રો લોન મેળવવા માંંગતા હોય અને તેઓ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તો તેઓ નજીકની બેંક્માં જઈને યોજના વિશે વધુ માહિતી મેળવી ઓનલાઈન અરજી કરી શકે છે. આભાર.

Read More:- Ayushman card list 2024: આયુષ્માન કાર્ડ ની નવી યાદી જાહેર, અહીં તપાસો તમારું નામ

Leave a Comment