Lakhpati Didi Yojana: લખપતિ દીદી યોજના15 ઓગસ્ટ, 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે સમગ્ર ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી મહત્વાકાંક્ષી પહેલ હતી. આ યોજના દ્વારા, સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી લાખો મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ₹1 થી ₹5 લાખ સુધીની વ્યાજમુક્ત નાણાકીય સહાય આપવામાં આવે છે.. આ નોંધપાત્ર સરકારી પહેલ મહિલાઓને, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, કૌશલ્ય વિકાસ તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડીને સીધો ફાયદો કરશે. તો આવો જાણીએ આ યોજના અંતર્ગત કોણ કોણ વગર વ્યાજે મળશે ₹5 લાખ સુધીની લોન મેળવી શકશે.
Lakhpati Didi Yojana
લખપતિ દીદી યોજના મહિલાઓને વ્યાજમુક્ત લોન મેળવવાની તક પણ પૂરી પાડે છે, જેમાં મહિલાઓ ₹1 લાખથી ૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન મેળવી શકે છે. આ પહેલથી લાખો મહિલાઓને પહેલેથી જ ફાયદો થયો છે, તેમને આર્થિક સ્વતંત્રતા તરફ એક પગલું ભરવામાં મદદ મળી છે. તો આવો જાણીએ યોજનાની પાત્રતા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવિએ.
લખપતિ દીદી યોજનાના માપદંડ
- ભારતનો નાગરિક હોવો જોઈએ.
- ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- સારી રીતે વિચારી શકાય તેવી વ્યવસાય યોજના અને જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ.
લખપતી દીદી યોજનાના લાભો
- મહિલાઓને વ્યાજ વગર નાણાકીય સહાય આપવામાં આવે છે.
- આ સ્કીમ એવી મહિલાઓને લોન મળે છે જેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.
- આ કાર્યક્રમ મહિલાઓને સફળ થવા માટે મફત તાલીમ પણ આપવામાં આવે છે.
- મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરે છે અને તેમની આર્થિક સ્થિતિને વેગ આપે છે.
Read More:- 1 રૂપિયાની આ નોટ તમને બનાવશે કરોડપતી, જાણો આ જુનિ નોટ કેવી રીતે વેચશો – 1 Rupees Old Note
લખપત દીદી યોજના માટે અરજી કેવી રીતે કરવી?
આ યોજના માટે લોન મેળવાવા ઇચ્છીત મહિલાઓએ નિચેના પગલાં અનુસરીને અરજી ફોર્મ ભરી શકે છે.
- તમારા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગની મુલાકાત લો.
- સંબંધિત સત્તાધિકારી પાસેથી લખપતિ દીદી યોજના માટેનું અરજી ફોર્મ મેળવો.
- હવે ફોર્મમાં જરૂરી માહિતી સાથે ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો.
- દસ્તાવેજો સાથે પૂર્ણ થયેલ અરજી ફોર્મ તેજ ઓફિસમાં સબમિટ કરો અને રસીદ મેળવો.
- વધારાની માહિતી માટે, તમે યોજનાના વિભાગના મદદ કેન્દ્ર પર પૂછપરછ કરી શકો છો.
આ યોજના મહિલાઓ પોતાનો વ્યવસાય ચાલુ કરીને આત્મનિર્ભર બની શકે તે તેનો મુખ્ય ઉદેશ્ય છે. તો જે મહિલાઓ વગર વ્યાજે ધંધા માટે લોન મેળવવા માંગે છે તેઓ આજે જ આ યોજનાનું ફોર્મ ભરીને લાભ મેળવી શકે છે. વધુમાં જો તમે આવિ નવી યોજનાઓની વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો અમારા વોટસેએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.