PM Kisan 17th Installment Update: PM કિસાન 17મો હપ્તો ક્યારે આવશે? અહીં ચેક કરો તમારું સ્ટેટસ

PM Kisan 17th Installment Update: જે કિસાન મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર છે. તાજેતરના સમાચાર અનુસાર, 17મો હપ્તો મે 2024 ના છેલ્લા સપ્તાહ દરમિયાન જાહેર થવાની ધારણા છે. પીએમ કિસાનનો 16મો હપ્તો ફેબ્રુઆરી 2024 માં આવ્યો હતો, અને હવે, ખેડૂતોને નાણાકીય વર્ષ 2024 ના બીજા હપ્તાની રાહ જોઈને બેઠા હશે તો આજે આપણે 17માં હપ્તાને લઈને તમામ અપડેટ અહી સેર કરીશું.

PM Kisan 17th Installment Update

જે ખેડૂતો PM કિસાન યોજના માટે લાયક છે તેમના નામ હપ્તાની યાદીમાં હશે, અને લિસ્ટમાં નામ ધારવતા ખેડૂતોને તેમના બેંક ખાતામાં હપ્તાની સીધી ચુકવણી મળશે. 17મા હપ્તાની રિલીઝ તારીખ મે 2024માં લાભાર્થીની યાદી જાહેરાત થશે જે અગાઉ જે ખેડૂતોએ હજુ સુધી લાભાર્થીની યાદીમાં પોતાનું નામ તપાસ્યું નથી તેઓ જલ્દીથી આ લેખમાં આપેલ તમામ માહિતી વાંચી અને જરૂરી લાભ મેળવી શકે છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 માટે નોંધણી

પીએમ કિસાન યોજનાના તમારે વાર્ષિક રૂ. 6000 મેળવવા માટે આ યોજના માટે નોંધણી કરાવવી આવશ્યક છે. યોજનાની નોંધણી પ્રક્રિયા સરળ છે અને તે સત્તાવાર PM કિસાન વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેના માટે તમે નિચેના પગલાં અનુસરી શકો છો.

  • અધિકૃત PM કિસાન વેબસાઇટની મુલાકાત લો અને “નવી નોંધણી” પર ક્લિક કરો.
  • તમારું નામ, મોબાઈલ નંબર અને રાજ્યની વિગતો દાખલ કરો.
  • જરૂરી સચોટ માહિતી ભરો, અને તમને ચકાસણી માટે તમારા મોબાઇલ પર OTP પ્રાપ્ત થશે.
  • એકવાર તમે નોંધણી કરી લો અને તમારી વિગતોની ચકાસણી થઈ જાય, પછી તમને દર ચાર મહિને 2000 રૂપિયા મળવાનું શરૂ થશે. જેના માટે તમારે તમારૂ સ્ટેટ્સ ચકાશતુ રહેવુ પડશે.

Read More:- Farm Machinery Subsidy: ખેડુતોને કૃષિ મશીનરી ખરીદવા પર મળશે 10 લાખથી લઈને 1 કરોડ સુધીની સબસિડી, અહિથીં કરો અરજી

 PM કિસાનનું સ્ટેટસ તપાસવાના પગલાં

PM કિસાન માટે તમારા લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે તમે નિચે આપેલ માહિતીની મદદ મેળવી શકો છો.

  • સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ પેજની જમણી બાજુએ ‘Know Your Status’ ટેબને શોધો અને ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો નોંધણી નંબર દાખલ કરો, કેપ્ચા કોડ ભરો, અને ‘Get Data’ વિકલ્પ પસંદ કરો.
  • હવે તમારી લાભાર્થી સ્થિતિ સ્ક્રીન પર દેખાશે.

 PM કિસાન eKYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવી?

હવે તમે OTP નો ઉપયોગ કરીને તમારું PM કિસાન eKYC ઓનલાઈન અપડેટ કરી શકો છો જેના માટે તમે નિચે આપેલ પગલાં અનુસરો.

  • સૌ પ્રથમ PM કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ત્યારબાદ “eKYC” ઓપ્શન પર ક્લિક કરો
  • હવે નવા પેજ પર તમારો આધાર નંબર દાખલ કરો અને “સર્ચ” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારો આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન-ટાઇમ વેરિફિકેશન કોડ પ્રાપ્ત કરવા માટે “Get Mobile OTP” વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારા મોબાઈલમાં પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને “સબમિટ ફોર ઓથ” બટન પર ક્લિક કરો.
  • એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, તમારું PM કિસાન eKYC અપડેટ સફળ થાય છે.

Read More:- Lakhpati Didi Yojana: હવે મહિલાઓને વગર વ્યાજે મળશે ₹5 લાખ સુધીની લોન, જાણો આ સરકારી યોજના વિશે

પીએમ કિસાન નિધિ યોજના એ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક સફળ યોજના છે. આજે, દેશના લાખો ખેડુતો આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે અને અહિ અમે તમને યોજનાને લગતા કેટલાક અગત્યના મુદા વિશે વિગતવાર માહિતી તમારી સાથે સેર કરી છે. જો તમે આ યોજનાની લાભાર્થીની યાદી હજુ સુધી ચકાશી નથી તો મે મહિના અગાઉ આ કામ કરી લેવુ આવશ્યક છે કેમ કે 17 મો હપ્તો રીલિઝ થતા પહેલા આ કામ કરનારના ખાતમાં જ 2000 રૂપિયા જમા થશે, આભાર.

Leave a Comment