PM Mudra Yojana: ઉદ્યોગ સાહસિકો પીએમ મુદ્રા યોજનામાં 10 લાખ સુધી લોન મેળવીને પોતાનો ધંધો શરૂ કરો

PM Mudra Yojana : તમે ઉદ્યોગ સાહસિક છો પરંતુ તમારી આર્થિક સ્થિતિ એટલી સારી નથી તો તમે PM મુદ્રા યોજના અંતર્ગત આર્થિક લાભ મેળવી તમારું ઉદ્યોગ સ્થાપવાનું સ્વપન્ન સાકાર કરી શકશો.

PM મુદ્રા યોજનાનો લાભ મેળવી તમે ઉદ્યોગ સાહસિક બની શકશો. આજના આધુનિક સમયમાં, ઘણી વ્યક્તિઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે. લોકોને આત્મનિર્ભર બનાવવા માટે અને તેમના સશક્તિકરણ કરવામાં સરકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્ર સરકારે પીએમ મુદ્રા લોન યોજના શરૂ કરી છે, જેમાં વ્યક્તિઓ તેમના વ્યવસાયને શરૂ કરવા માટે સરકાર પાસેથી લોન મેળવી શકે છે. ચાલો જાણીએ કે આ લોન માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી. વગેરે વિગતવાર માહિતી.

PM Mudra Yojana ની ખાસિયત

પીએમ મુદ્રા યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે. જે મહત્વાકાંક્ષી અને ઉદ્યોગ સાહસિકો કે જેઓ સાહસિક છે અને કુશળતા ધરાવે છે. પરંતુ નાણાંના અભાવે ઉદ્યોગ શરૂ કરી શકતા નથી તેમના માટે આ યોજના જોરદાર યોજના છે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો પરંતુ તમારી પાસે પૂરતી મૂડી નથી, તો તમે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ મેળવી શકો છો. આ યોજના વિવિધ વ્યવસાયિક સાહસોને ટેકો આપવા માટે લોન આપે છે. નોંધનીય છે કે, આ લોન પરના વ્યાજ દર પરંપરાગત બેંક લોનની તુલનામાં ઓછા છે.

PM મુદ્રા લોન લેવા માટેની પાત્રતા

ભારતનો કોઈપણ નાગરિક આ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે. જો કે, લોન મંજૂર કરતા પહેલા, નાણાકીય વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અરજદારના બેંકિંગ ઇતિહાસ અને ક્રેડિટ સ્કોરનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નોંધનીય છે કે, આ લોન માટે મધ્યસ્થી અથવા એજન્ટો માટે અરજી કરવાની કોઈ આવશ્યકતા નથી. અરજી પ્રક્રિયા સરળ છે અને ઑનલાઇન રીતે પણ કરી શકાય છે. જો બેકમાં તમારી લેવડ દેવડની સ્થિત સારી હશે,તમે કોઈ બેંકના ડિફોલ્ટર નહી હો તો તમને PM મુદ્રા યોજના હેઠળ આસાની થી લોન મળી શકશે.

PM મુદ્રા લોનની કેટેગરી

પીએમ મુદ્રા યોજના લોનને ત્રણ વિભાગોમાં વહેચવામાં આવી છે. ઉદ્યોગની જરુરીયાત અને લાભાર્થીની અરજી તેમજ તેની સ્થિતિ મુજબ લોન આપવા માટે નીચે દર્શાવેલ યોજના પૈકી લોન આપવામાં આવે છે.

1.શિશુ શ્રેણી: ₹50,000 સુધીની લોન ઓફર કરે છે.
2.શ્રેણી: ₹50,001 થી ₹5,00,000 સુધીની લોન આપે છે.
3.તરુણ શ્રેણી: લોનને ₹5,00,001 થી ₹10,00,000 સુધી લંબાવે છે.

આ લોન માટે દરેક બેકને પોતાની નીતિઓ અને નિયમો હોય છે. PM મુદ્રા લોન યોજનામાં દરેક બેન્ક પોતાના નિયમોને આધીન વ્યાજ દરો રાખતી હોય છે. જે સંબંધિત બેંકોની નીતિઓ અનુસાર નક્કી કરવામાં આવે છે.

અરજી કરવાની રીત

મુદ્રા લોન માટે અરજી કરવા માટે, પીએમ મુદ્રાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તમે ઓન લાઇન અરજી પણ કરી શકશો તે લોન લેવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ સાથે રાખવાં પડશે. અરજી કરવા PM મુદ્રા લોન યોજનાની વેબ સાઇટ ઓપન કરી લોન વિકલ્પો પર નેવિગેટ કરો અને “હવે અરજી કરો” પર ક્લિક કરો. ત્યારબાદ, તમારે તમારી જરૂરી વિગતો ભરવાની થશે ત્યારબાદ ચકાસણી માટે OTP જનરેટ કરવાની જરૂર પડશે.

આ જુઓ:- GSSSB ક્લાર્ક કોલ લેટર 2024: GSSSB વર્ગ ૩ ની 5554 જગ્યાઓ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરો

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ઓળખનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝના ફોટા
  • વ્યવસાયના પુરાવા
  • આધારકાર્ડ વગેરે
  • અન્ય

તમારી ઓન લાઇન નોંધણી પછી, લોન એપ્લિકેશન સેન્ટર પસંદ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. છેલ્લે, તમારી અરજી સબમિટ કરો. સબમિશન પર, તમને એક એપ્લિકેશન નંબર મળશે, જેનો ઉપયોગ તમારી લોનની સ્થિતિને જાણવા માટે ઉપયોગ થઈ શકે છે.

આ પણ જુઓ:- Post Office Loan Scheme: પોસ્ટ ઓફિસમાંથી ઓછા વ્યાજની લોન મેળવવા આટલું કરો

સારાંશ

PM મુદ્રા યોજના મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે તેમના ઉદ્યોગ સ્થાપવાની ઈચ્છાને પૂરી કરી તેમના જીવનને બદલવાની સુવર્ણ તક રજૂ કરે છે. સરળ અરજી પ્રક્રિયા વિવિધ લોન શ્રેણીઓ અને આકર્ષક વ્યાજ દર સાથે, આ યોજનાનો હેતુ દેશમાં ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. જો તમે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાનો વિચાર કરી રહ્યા છો. પરંતુ જરૂરી ભંડોળનો અભાવ છે, તો તમારી ઉદ્યોગસાહસિક યાત્રા શરૂ કરવા માટે PM મુદ્રા યોજના દ્વારા આપવામાં આવતા લાભોનો લાભ લેવાનું વિચારો. તમે PM મુદ્રા યોજનાનો લાભ મેળવીને તમારી ઉદ્યોગ સ્થાપવાની ઇચ્છાને પૂરી કરી શકશો.

Leave a Comment