Police Bharti Update: ઓછી ઉમરના લીધે પોલીસ ભરતી માટે ફોર્મ નથી ભરી શક્યા, તો આ માહિતી આપના માટે છે. શારીરીક અને લેખિત કસોટીની તારીખો જાહેર પણ જાહેર કરવામાં આવી છે.
નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસની ભરતીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધીની ગુજરાત પોલીસ ભરતી માટે તમે ઉમેદવારી કરવા માગો છો પરંતુ તમે તમારી ઓછી ઉમરના લીધે અરજી કરવાથી વંચિત રહી જશો તે ચિંતામાં છો, તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના સચિવ માનનીય હસમુખભાઈ પટેલ સાહેબે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ઉમેદવારોના હિતમાં ફરીથી અરજી કરવા માટે ઓગસ્ટ/સપ્ટેમ્બર મહિનામાં OJAS વેબસાઈટ ખુલ્લી મુકવામાં આવશે, જે ઉમેદવારો પોતાની ઓછી વયના લીધે એપ્રિલ માસમાં ઉમેદવારી અરજી સબમિટ કરી શક્યા નથી, તેવા ઉમેદવારોને ઓગસ્ટ/સપ્ટેમ્બર માસમાં ઓનલાઈન અરજી કરવા માટેની તક આપવામાં આવી રહી છે. જેનાથી ગુજરાતના હજારો યુવાનોને 2024 ની પોલીસ ભરતીમાં ઉમેદવાર તરીકે જોડાવાનો અવસર પ્રાપ્ત થશે.
મિત્રો,જો તમે પોલીસ ભરતી માટે ઉમેદવારી નોંધાવી છે. તો તમારે પોલીસ ભરતીને લઈને નવી માહિતી થી માહિતગાર રહેવું જોઈએ. આપને ઉપયોગી માહિતી અમે અહીથી શેર કરી રહ્યા છીએ આપ લેખના અંત સુધી જોડાયેલા રહેશો.જેથી આપ પોલીસ ભારતીના નવા સમાચારો અહીથી જાની શકો.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને હાલ 30 એપ્રિલ 2024 સુધી પોતાની અરજી ઓનલાઇન સબમિટ કરવા માટે તેમજ જરૂરી હોયતો પરીક્ષા ફી ભરવા માટે 7 મે સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે.
Read More:-10મા અને 12મા ધોરણની ડુપ્લિકેટ માર્કશીટ ઓનલાઈન કેવી રીતે મેળવવી | GSEB Duplicate Marksheet Download
Police Bharti Update 2024 :
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર ઉમેદવારો માટે શારીરિક કસોટી સહિત લેખિત પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે તે માટે ઉમેદવારોના હિતમાં ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીને લઈને કસોટીઓ અંગેનો સંભવિત સમયગાળો જાહેર કરવામાં આવેલ છે. જેથી ઉમેદવારો આયોજન બધ્ધ કસોટીના અભ્યાસક્રમ અનુસાર આયોજન કરી પરીક્ષા માટેની તૈયારી કરી શકે.
- શારીરિક કસોટી નો સમય ગાળો લેવાનું નવેમ્બર /ડિસેમ્બર 2024 રાખવામાં આવેલ છે. તેમજ શારીરિક કસોટી નું પરિણામ જાન્યુઆરી 2025 સુધી જાહેર કરવામાં આવશે.
- પોલીસ ભરતીના પી.એસ.આઇ. કેડર ના ઉમેદવારોની લેખિત પરીક્ષા સંભવિત જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેવાનું આયોજન ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે પેપર એકના ગુણ ફેબ્રુઆરી 2025 માં જાહેર કરવામાં આવશે, તેવું ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
- જ્યારે ઓગસ્ટ માસમાં પેપર બેના ગુણ જાહેર કરી આખરી પરિણામ પણ ફેબ્રુઆરી 2025 સુધીમાં ઉમેદવારને મળી જાય તે રીતે ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
- જ્યારે લોકરક્ષક સંવર્ગની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025 માં યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. લોકરક્ષક સંવર્ગના ઉમેદવારોનું આખરી પરિણામ મે 2025 સુધી ઉમેદવારોને મળી જાય તે મુજબનું આયોજન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.
મિત્રો, ઉમેદવારોએ ઓનલાઇન અરજી પત્રકમાં પોતાની અટક નામ પિતાનું નામ ધોરણ 12 ની માર્કશીટ મુજબ લખવાનું ફરજિયાત છે. પરંતુ માર્કેટસીટ ખોવાઈ જવાના લીધે કોઈ સંભવિત ઉમેદવાર ચિંતા અનુભવતા હોયતો તેવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી. અમે ધોરણ 12 ની માર્કશીટ માત્ર ગણતરીની મિનિટોમાં ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત અહી બતાવી છે. તે માટે એક લેખ અગાઉ લખ્યો છે. તો તમારી ધોરણ 12 ની માર્કશીટ ખોવાઈ ગયું હોય તો પણ તમે ધોરણ 12 ની માર્કશીટ ડાઉનલોડ કરીને પોલીસ ભરતી માટે તમારી ઉમેદવારી નોંધાવી શકશો જે લિન્ક નીચે મૂકી છે.
અગત્યની લિન્ક :
અરજી કરવા માટેની વેબસાઇટ પર જવા | અહી ક્લિક કરો |
પોલીસ ભરતી સમયપત્ર ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |