Amul Parlour Franchise 2024: મહિને લાખોની કમાણી, અમુલ તમને બિઝનેસ પાર્ટનર બનવાની તક આપી રહ્યું છે, તો આજે જ મેળવો અમૂલ ફ્રેન્ચાઇઝીના લાભો

Amul Parlour Franchise 2024: શું તમે પણ એક સારા બિઝનેસની શોધખોળમાં છો? તો અમે તમારા માટે એક સરસ બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જો તમે અમૂલ ડેરી સાથે કામ કરવા ઈચ્છા ધરાવતા હોવ તો આ બિઝનેસ તમારા માટે ખુબ જ ફાયદાકારક નીવડી શકે છે. અમે આજે અહીં અમુલ ડેરી ની ફ્રેન્ચાઈઝી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, ભલે તમે પહેલાથી જ ફ્રેન્ચાઈઝી મોડલ થી પરિચિત હોય અથવા નવા વ્યવસાયની તકો શોધી રહ્યા હોવ, આ ફ્રેન્ચાઈઝી વ્યવસાય નો ભાગ કેવી રીતે બનાવવું તેની વિગતો જાણવા માટે આમારો આ લેખ અંત સુધી વાંચતા રહો.

Amul Parlour Franchise 2024

આજની દુનિયાભરમાં અને ભારતમાં પણ અમૂલ નામ છે. તે ભારતમાં ડેરી ઉત્પાદનો નો મુખ્ય સપ્લાયર છે, તમે ઘણી બધી ડેરીઓના નામ સાભળ્યા હશે જેમ કે પટેલ ડેરી અને માધવી ડેરી પણ અમુલ પોતાની રીતે અલગ જ મોડેલ અને તેના ભાગીદારો માટે ઉત્તમ કમાણી તકો પ્રદાન કરે છે. તો ચાલો જાણીએ તમે કેવી રીતે આ તકનો લાભ ઉઠાવી શકો છો.

અમૂલ ફ્રેન્ચાઇઝીના લાભો

અમૂલ ફ્રેન્ચાઈઝી લઈને, તમે મહિને સરળતાથી લાખો કમાઈ શકો છો અને એક ટકાઉ વ્યવસાય બનાવી શકો છો. સૌથી સારી વાત એ છે કે આ બિઝનેસમાં તમારે તમારો નફો કંપની સાથે શેર કરવાની જરૂર નથી. તમારે માત્ર ભાગીદાર બનીને તમારો ધંધો અને નામ બનાવવાનું છે બાકી ડેરીનું નામ તો હરેક કોઈને યાદ છે તે આપણે જાણીએ છીએ.

અમૂલ પાર્લર શરૂ કરતા પહેલા જરૂરી માહિતી

અમૂલ પાર્લર ફ્રેન્ચાઇઝી મેળવવા માટે, તમારે સારી તૈયારી સાથે મોટી દુકાન સાથે પ્રાઈમ લોકેશન ની જરૂર છે. જો તમારી પાસે જગ્યા ન હોય, તો તમારે યોગ્ય સ્થાન ભાડે લેવાની અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની જરૂર પડી શકે છે. વધુમાં તમારે એવી જગ્યા પસંદ કરવાની છે જ્યાં લોકોને ડેરી પ્રોડક્ટ ની સૌથી વધુ માંગ રહેતી હોય છે.

અમુલ ડેરીની ફ્રેન્ચાઇઝી મેળવવા માટેની બ્રાન્ડ ફી 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીની રહેશે. આ ફી એક વખતનો ચાર્જ છે, અને અમૂલ તમારા નફા માંથી કોઈ ટકાવારી લેતું નથી, એટલે કે બધી કમાણી તમારી પાસે રહેશે જે એક વખત ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ગણી શકાય.

Read More:- પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં માત્ર 1000 રૂપિયાના રોકાણ પર તમને દર મહિને 20 હજાર રૂપિયા મળશે

અમુલ ડેરીમાંથી સંભવિત કમાણી

અમૂલ પોતાની પ્રોડક્ટ પર વેચાયેલા ઉત્પાદનોના આધારે કમિશન ઓફર કરે છે. દાખલા તરીકે, તમે દૂધ ના પેકેટ પર 2.5%, ડેરી ઉત્પાદનો પર 10% અને અમૂલ આઈસ્ક્રીમ પર 20% સુધી કમિશન મેળવી શકો છો. જો તમે અમૂલ આઈસ્ક્રીમ સ્કિપિંગ પાર્લર પસંદ કરો છો, તો તમે તેમાં 50% સુધી કમિશન મેળવી શકો છો. તો મિત્રો ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આ તમામ પ્રોડક્ટ ની માંગ સૌથી વધુ હોય છે જેથી આજે જ તમે જે બિઝનેસ પ્લાન વિશે વિચારી રહ્યા હોવ તો નીચે આપલે માહિતીથી જરૂરી કોન્ટેક્ટ કરીને આ વ્યવસાય વિશે વધુ માહિતી મેળવી શકો છો.

આ બિઝનેસ માટે જરૂરી હેલ્પલાઈન નંબર

અમૂલ ફ્રેન્ચાઈઝી માટે વધુ માહિતી મેળવવા માટે, તમે ફોન દ્વારા 022-68526666 અથવા ઇમેઇલ retail@amul.coop પર સીધો સંપર્ક કરી શકો છો. વધુ વિગતો માટે, અમૂલ નો સંપર્ક કરીને તમારો આ વ્યવસાય તરફ એક પગલું આગળ વધારી શકો છો.

તો મિત્રો તમને અમારો આ બિઝનેસ આઈડિયા કેવો લાગ્યો અને શું તમે અમુલ ફ્રેન્ચાઈઝી વિષે જરૂરી માહિતી અહી થી મેળવી શક્યા હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. વધુ માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.

Read More:- LPG Gas E-KYC Update: હવે જો તમે ગેસ સબસિડી મેળવવા માંગતા હોવ તો ઘરે બેઠા 2 મિનિટમાં કરો KYC

Leave a Comment