Gyan Sadhana Scholarship 2024: ધોરણ 9 થી 12 માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના માટેનું મેરીટ લિસ્ટ તપાસો

Gyan Sadhana Scholarship 2024: ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી હતી. આ પહેલ આર્થિક રીતે નબળા અને શૈક્ષણિક રીતે હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા, તેમને તેમના શિક્ષણ ને આગળ ધપાવવા રચાયેલ યોજના છે. આ યોજનામાં  દર વર્ષે શિષ્યવૃત્તિ ઓફર કરીને, સરકાર રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકારે આ યોજના અમલમાં મુકી હતી, વર્ષ 2024 માટે આ સ્કોલરશીપ માટેની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાઈ ગઈ અને હવે તેમના રીઝલ્ટની રાહ જોઈને બેઠા છે ત્યારે આવો જાણીએ પરીણામની વિગતો અને યોજના વિશે વધુ માહિતી અહિથી.

Gyan Sadhana Scholarship 2024

યોજનાGyan Sadhana Scholarship 2024
યોજનાના લાભાર્થીધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ સહાયધોરણ 9 થી 12માં મળશે 94000 સ્કોલરશીપ
પરીક્ષાની તારીખ31-4-2024
પરીક્ષાનું રીઝલ્ટમે 2024
વેબસાઇટhttps://gssyguj.in અને http://www.sebexam.org

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પાત્રતા માપદંડ

  • વિધાર્થીએ ધોરણ 1 થી 8 સુધી સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સતત શિક્ષણ પૂર્ણ કર્યું હોવું જોઈએ.
  • વૈકલ્પિક રીતે, જે વિદ્યાર્થીઓ RTE પ્રવેશ યોજના હેઠળ સ્વ-ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરે છે તેઓ પણ પાત્ર છે.

શિષ્યવૃત્તિની રકમ

જે વિદ્યાર્થીઓ કટઓફ મેરિટના આધારે શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરીને તેઓ મેરીટ લિસ્ટમાં આવે છે તેઓને નીચેની શિષ્યવૃત્તિની રકમ પ્રાપ્ત થાય છે.

  • ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને 20,000 રૂપિયા મળશે.
  • ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા મળશે.

Read More:- Gujarat Common Admission Portal: ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવો હશે તો કરવું પડશે આ રજીસ્ટ્રેશન, અહીથી જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રીયા

ઓનલાઈન અરજી પ્રક્રિયા

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે વર્ષ 2024 માટેની ઓનલાઈન પ્રક્રીયા પુર્ણ થઈ ગયેલ છે પરંતુ જો તમે આવતા વર્ષ માટે અરજી ફોર્મ ખુલતા અરજી કરવા માંગતા હોવ તો તમે રાજ્ય પરીક્ષા બોર્ડની સતાવાર સાઈટ (http://www.sebexam.org) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકશે. આ પરીક્ષા સારૂ અરજી ફોર્મ ભરવા માટે તમારી શાળાના  આચાર્ય પાસેથી વિદ્યાર્થીનું ચાઈલ્ડ UID નંબર મેળવવો જરૂરી છે તેમજ જરૂરી ડોક્યુમેન્ટ પણ ફોર્મ સાથે અપલોડ કરવાના રહેશે. તેની જરૂરી વિગતો તમે આ લેખમાંથી મેળવી શકશો.

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પસંદગી પ્રક્રિયા

શિષ્યવૃત્તિ માટેની પસંદગી પ્રક્રિયામાં તમારો સમાવેશ કેવી રીતે થશે તે જાણવા નિચે આપેલ માહિતી જુઓ.

જે વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અરજી ફોર્મ ભર્યુ તેવા તમામ વિધાર્થીઓની પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે. વર્ષ 2024ની પરીક્ષા 31 માર્ચ 2024 ના રોજ યોજાઈ ગઈ, ત્યારબાદ કટઓફ મેરિટ પર આધારિત કામચલાઉ પસંદગી યાદી પરીક્ષા પછી પ્રકાશિત કરવામાં આવશે. જેમાં પસંદગી પામેલ વિધાર્થીઓની જિલ્લા કક્ષાએ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. અને  છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી અંતિમ મેરિટ લિસ્ટ અને સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે. જેમાં પસંદગી પામેલ વિધાર્થીઓને આ સ્કોલરશીપ માળવાપાત્ર થશે.

Read More:- Amul Parlour Franchise 2024: મહિને લાખોની કમાણી, અમુલ તમને બિઝનેસ પાર્ટનર બનવાની તક આપી રહ્યું છે, તો આજે જ મેળવો અમૂલ ફ્રેન્ચાઇઝીના લાભો

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિણામ । Gyan Sadhana Scholarship 2024

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરિણામ જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment