Kachi Kerino Bafalo: તમે ક્યારેય બાફલાનો સ્વાદ માણ્યો છે ? ઉનાળામાં કાચી કેરીના બાફલાનું સ્વાસ્થ્ય પ્રદ પીણું બનાવો અને હિટ અને સ્ટ્રોકની સમસ્યાથી છૂટકારો મેળવો.

Kachi Kerino Bafalo : તમે ક્યારેય બાફલાનો સ્વાદ માણ્યો છે ? ઉનાળામાં કાચી કેરીના બાફલાનું સ્વાસ્થ્ય પ્રદ પીણું બનાવો અને હિટ અને સ્ટ્રોકની સમસ્યાથી છૂટકારો મેળવો.નમસ્કાર,શું તમે ક્યારેય બાફલાનો સ્વાદ માણ્યો છે ? ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. વસંત ઋતુના આગમન પછી આંબા પર કેરીઓ ઝૂલી રહી છે. કુદરતે આપણને ઋતુ પ્રમાણે ફળોની ભેટ પણ આપી છે. ઉનાળામાં કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતે  કાચી કેરીનો બાફલો ખૂબ જ સ્વાસ્થ્ય પ્રદ ગણવામાં આવે છે. બાફલો  રૂચી કર અને આરોગ્યવર્ધક  ગણવામાં આવે છે.  શું તમે ક્યારે કાચી કેરીના બાફલાના સ્વાસ્થ્યવર્ધક પીણાનો સ્વાદ માણ્યો છે.  જો ના તો તમે ઘરે બનાવીને પરિવાર સાથે કાચી કેરીના બાફલાના સ્વાદને માણજો અને આપના અનુભવને અહીં કોમેન્ટમાં અમને જણાવજો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Kachi Kerino Bafalo

હું અહીં કાચી કેરીનો બાફલો બનાવવાની રીત, બાફલો બનાવવા માટે જોઈતી સામગ્રી અને બાફલાના  સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે આપને અહીં જણાવવાનો છું.  લેખના અંત સુધી આપ અમારી સાથે જોડાયેલા રહેજો.

 જરૂરી સામગ્રી

 • કાચી કેરી 500 ગ્રામ
 • 200 ગ્રામ દેશી ગોળ
 • બે ચમચી શેકેલું જીરું
 • અડધી ચમચી કાળા મરી નો પાવડર
 • સ્વાદ અનુસાર સિંધાલુણ

 બાફલો બનાવવાની રીત

મિત્રો બાફલો બનાવવા માટે સૌપ્રથમ કાચી કેરી લઈ તેને બરાબર પાણીથી ધોઈ  નાખો, કેરીની સાઈઝ પ્રમાણસરની હોય તો વધુ સારું, હવે એક તપેલીમાં એક લીટર જેટલું પાણી લઈ તેમાં આ કેરીને ધીમા તાપે બાફવાની છે. કેરી સંપૂર્ણ બફાઈ જાય ત્યારે તેને નીચે ઉતારી બહાર કાઢી ઠંડી પડે ત્યાં સુધી રહેવા દો. હવે બીજા એક વાસણમાં માટલાનું ઠંડું પાણી લઈ તેમાં આ કેરીને બરાબર મેશ કરવાની છે. મિશ્રણ બરાબર તૈયાર થાય ત્યારે ૨૦૦ ગ્રામ જેટલો ગોળ ઝીણો ભુક્કો કરી. તેને એમાં ઓગાળી દો.એક થી દોઢ ચમચી જેટલું શેકેલું જીરું તેમાં નાખી દો. સ્વાદ અનુસાર સિંધાલૂણ પણ તેમાં ઉમેરો. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર તેમાં ઉમેરો. કોઈપણ પ્રકારના પીણાંમાં સિંધાલૂણ ઉમેરવું સ્વાસ્થ્ય માટે સારું છે. એટલે આપણે અહીં સિંધલુણનો જ ઉપયોગ કરીશું. હવે આ મિશ્રણને બરાબર હલાવી એને ગાળી લેવું. જેથી ગોટલી અને કેરીના બીજા ભાગો ને દૂર કરી શકાય. હવે  બાફલો તૈયાર છે. તેને તમે ગ્લાસમાં લઈ પીરસી શકો છો. તે એકદમ સ્વાદિષ્ટ અને રુચિકર લાગશે, સ્વાસ્થ્ય પ્રદ  તો છે જ. ઉનાળાની સિઝનમાં જ્યાં સુધી  કાચી કેરી મળી શકે ત્યાં સુધી બજારના ઠંડા પીણા ને બદલે ઘરે બાફલો બનાવી મહેમાનોનું સ્વાગત બાફલાથી કરવું જોઈએ.

Read More:- પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં માત્ર 1000 રૂપિયાના રોકાણ પર તમને દર મહિને 20 હજાર રૂપિયા મળશે

 બાફલો પીવાના ફાયદા

 • બાફલો સ્વાદમાં રુચિકર છે. અરુચીને દૂર  દૂર કરે છે
 • તેમાં વિટામિન બી, વિટામિન સી, ફાઇબર, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેમાં ખનીજ તત્વો અને વિટામિન્સ રહેલાં હોવાથી આરોગ્યપ્રદ છે.
 • ઉનાળાની ઋતુમાં શ્રમ કર્યા પછી બાફલાનું સેવન થાકને દૂર કરી મનને આનંદ આપે છે.
 • ત્વચાનું રક્ષણ કરે છે
 • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
 • હીટ સ્ટ્રોકની સમસ્યાથી બચી શકાય છે
 • તેમાં ફાઇબર હોવાથી ડાઈજેશનને સુધારે છે, પાચનશક્તિને વધારે છે. 
 • લો કેલેરી હોવાથી વજનને નિયંત્રણમાં રાખે છે

કાચી કેરીનો  અનેક રીતે ઉનાળામાં સ્વાસ્થ્યપ્રદ છે, મુસાફરી કરીને  આવ્યા પછી બાફલા નું સેવન કરવામાં આવે તો લુ લાગવાની સમસ્યાથી બચી શકાય છે.

મિત્રો, કાચી કેરીનો બાફલો પરંપરાગત અને સામાજિક સ્ત્રોતો  અને માન્યતાઓ આધારે બનાવી પીવામાં આવે છે, ખાવા પીવાની દરેક વસ્તુનો ઉપયોગ પોતાના શરીરની તાસીર અને એલર્જીની સ્થિતિને ધ્યાનમાં રાખી કરવો જોઈએ. તમે  નિષ્ણાતની  સલાહને અનુસરી શકો છો.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ સરકારી આપી રહી છે 5000 ની નાણાકીય સહાય – PMMVY

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment