RRB Vacancy 2024: રેલવે વિભાગમાં આવી ધોરણ 10 અને 12 પાસ પર બંપર ભરતી

RRB Vacancy 2024: મિત્રો ભારતીય રેલવે વિભાગ અંતર્ગત આવતા રેલવે ભરતી બોર્ડ દ્વારા 2 લાખ 80 હજાર જેટલી વિવિધ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત પાડવામાં આવેલ છે. આ ભરતી પ્રક્રિયામાં આરઆરબી  ગ્રુપ સી અને ગ્રુપ ડી ની વિવિધ પોસ્ટો માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની રહેશે તો આજે આપણે આ લેખના માધ્યમથી રેલવે વિભાગમાં આ બમ્પર ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

RRB Vacancy 2024 

ભારતીય રેલવે વિભાગના મંત્રી દ્વારા તાજેતરમાં જણાવવામાં આવેલ છે કે ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરંતુ હજુ સુધી આ ભરતીની જાહેરાત અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર થઈ નથી. જેથી વિદ્યાર્થી મિત્રોએ થોડો સમય રાહ જોવી પડી શકે છે. પરંતુ હાલમાં રેલવે મંત્રી દ્વારા કહેવા મુજબ આ ભરતી ની પુષ્ટિ કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ રેલવેના ગ્રુપ ડી અને ગ્રુપ સી માં કુલ બે લાખથી વધુ પોસ્ટો ખાલી છે જેની ભરતી પ્રક્રીયા અમલમાં મૂકવામાં આવશે.

તો રેલવે વિભાગની RRB Vacancy 2024 માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આજે આપણે અહીંથી જાણીશું. 

રેલવે વિભાગની ભરતીની શૈક્ષણિક લાયકાત

તાજેતર મળેલા ન્યુઝ મુજબ રેલ્વે ગ્રુપ સી અને ગ્રુપ ડી ની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે. જેના અંતર્ગત ઓક્ટોબર મહિના સુધી આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને આ ભરતીની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે તેમજ વિવિધ પોસ્ટો માટે અલગ અલગ વય મર્યાદા અલગ અલગ હોઈ શકે પરંતુ આ જગ્યાઓ માટે ન્યુનત્તમ મર્યાદા 18 વર્ષની રહેશે જ્યારે મહત્તમ વયમર્યાદા 33 વર્ષની રહેશે અને નિયમ અનુસાર વિવિધ કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી શકે છે.

અરજી ફી કેટલી રહેશે

આ ભરતી પ્રક્રિયાની અરજી ફીની વાત કરીએ તો હજુ સુધી સત્તાવાર જાહેરાત બહાર ના પડતા ફીના ધોરણનું બાબતે કોઈપણ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અગાઉની જાહેરાતો અને ફી વિશે વાત કરીએ તો જનરલ અને ઓબીસીના ઉમેદવારો માટે અરજીથી ₹500 ફી રહેતી હોય છે. જ્યારે એસસી એસટી અને ઇડબલ્યુએસ તેમજ મહિલાઓ માટે અરજી ફી 250 રૂપિયા ભરવાની રહેતી હોય છે. જે તમે સંપૂર્ણ માહિતી સત્તાવાર નોટિફિકેશન જાહેર થતાં મેળવી શકશો.

રેલવે બોર્ડ ભરતીની પસંદગી પ્રક્રીયા

રેલ્વે બોર્ડ દ્વારા લેવાતી આ ભરતીની સિલેક્શન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો બંને ગ્રુપો માટે અરજી કરેલ તમામ ઉમેદવારોએ ઓનલાઇન ટેસ્ટ આપવાનો રહેશે જેના અંદર જાહેર કરાયેલ સિલેબસ મુજબ વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે અને આ ઓનલાઇન પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને શારીરિક તપાસણી બાદ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ મેરીટ લીસ્ટ આધારિત આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 

રેલવે ભરતી બોર્ડમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

જે ઉમેદવારો ધોરણ 10 અને 12 પાસ છે અને તેઓ સરકારી નોકરીની શોધખોળમાં છે. તો તેમના માટે રેલવેની આ ભરતી  એક ઉત્તમ તક ગણી શકાય કેમકે આટલી બમ્પર ભરતીમાં જો તમે તૈયારી સારી રીતે કરશો તો તમારું સિલેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ મોટા રહે છે જેથી નીચે આપેલા પગલાં અનુસરીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ રેલવે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • હવે તમને આ વેબસાઈટ ના ફોર્મ પેજ પર આરઆરબી ગ્રુપ સી અને ગ્રુપ ડી ની લીંક દેખાશે જેના પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારે ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે અને તેની સામે આપેલા ઓનલાઇન અરજી કરો બટન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારી સામે અરજી ફોર્મ ખુલશે જેમાં માગ્યા મુજબની જરૂરી વિગતો ફરો અને આગળ તમારે માગ્યા મુજબના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • છેલ્લે તમારે તમારે આ ભરતીની અરજી ફી ભરીને તમારા ફોર્મને એકવાર ચકાસી લેવાનુ રહેશે
  • તમામ વિગતો બરાબર હોય તો તમે તમારા ફોર્મને સબમિટ કરીને તમારો અરજી નંબરને સેવ કરી રાખવાનો રહેશે.

Read More:- Old Note: 50 રૂપિયાની આ નોટ વેચીને કમાઓ 7 લાખ રૂપિયા, જુનિ નોટ વેચવાની આ પદ્ધતિ દિલ જીતી લીધા

તો મિત્રો જો તમે રેલવે વિભાગમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા હોવ તો તમારે આ ગ્રુપ સી અને ગ્રુપ ડી ની ભરતીની તૈયારી કરવી જરૂરી છે. તેમજ તમને જણાવી દઈએ કે રેલવે ભરતી બોર્ડ દ્વારા હજુ સુધી કોઈપણ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ નથી. પરંતુ અમે વિવિધ સોર્સો ના માધ્યમથી મેળવેલી માહિતી મુજબ આ લેખ તમારી સાથે શેર કરીએ છીએ જેથી કરીને જ્યારે પણ ભરતી બહાર પડશે તો અમે સૌ પ્રથમ અહીં અપડેટ કરતા રહેશું.

1 thought on “RRB Vacancy 2024: રેલવે વિભાગમાં આવી ધોરણ 10 અને 12 પાસ પર બંપર ભરતી”

Leave a Comment