ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં મફત શૌચાલય બનાવવા માટે સહાય આપવામાં આવી હતી. અત્યાર સુધી કરોડો લોકો આ યોજના અંતર્ગત પોતાના ઘરે શૌચાલય બનાવ્યા છે. તેમજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવેદન અંતર્ગત દેશના દરેક ઘરે સૌચાલય હોવું જરૂરી છે. જેથી કરીને આવનારા દિવસોમાં પણ આ યોજના અંતર્ગત હજુ પણ કરોડો લોકો જોડાઈ શકે છે
શૌચાલય યોજના અંતર્ગત આર્થિક રીતે વંચિત લોકોને પોતાના ઘરે શૌચાલય બનાવવા માટે કુલ 12000 ની સહાય ચૂકવવામાં આવશે. તો આજે આપણે આ લેખના માધ્યમથી શૌચાલય યોજનાનું લિસ્ટ કેવી રીતે તપાસવું. તેમજ જો તમે હજુ સુધી આ યોજનામાં અરજી કરી નથી તો ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
મફત શૌચાલય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
શહેરી વિસ્તાર માટે:- જો તમે શહેરી વિસ્તારમાં રહો છો અને આ યોજનાનો લાભ લેવા માગતા હોવ તો હવે તમારે સત્તાવાર વેબસાઈટ www.swachhbharatmission.gov.in પર જવું પડશે. ત્યારબાદ વેબસાઈટના હોમપેજ પર તમને સીટીઝન કોર્નરમાં IIHL માટેનું એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એક નવું પેજ ખુલશે જેમાં તમારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને લોગીન આઈડી જનરેટ કરવાનું રહેશે અને એકવાર તમે આ લોગીન આઈડી મેળવ્યા બાદ તમારા મોબાઇલ નંબરની મદદથી તમે લોગીન થઈ શકો છો અને ત્યારબાદ મફત શૌચાલય યોજના માટે અરજી ફોર્મ ભરી શકો છો.
ગ્રામ્ય વિસ્તાર માટે:- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને તમે મફત શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવા માગતા હોવ તો તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે તમારે સૌ પ્રથમ તમારા ગ્રામ પંચાયતના વડા એટલે સરપંચ તલાટી કે વિસી ની મદદથી તમારે આ અરજી ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આ અરજી ફોર્મ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જોડી અને તમારે ગ્રામ પંચાયત કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તમારી અરજીની તપાસણી કરીને તેને ઓનલાઈન કરી અને તમારો કામનું નિરીક્ષણ કરીને તમને પેમેન્ટ ને ચુકવણી બેંક દ્વારા કરવામાં આવશે.
શૌચાલયની યાદી કેવી રીતે તપાસવી?
- જો મિત્રો તમે શૌચાલયની યાદી તપાસવા માગતા હોવ, તો તમારી સત્તાવાર વેબસાઈટ https://swachhbharatmission.ddws.gov.in/ પર જવું પડશે
- ત્યારબાદ વેબસાઈટ પર એમ આઈ એસ નું વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો
- હવે તમારે એSBM ફેઝ 2 માં નવા મકાન ધારકને એન્ટ્રી સ્ટેટસનું વિકલ્પ દેખાશે તે પસંદ કરવાનો રહેશે
- ત્યારબાદ તમારી સામે નવું પેજ ખુલશે જેમાં તમારો રાજ્ય, જિલ્લો અને ગામ વગેરે પસંદ કરવાનો રહેશે
- હવે તમારા ગામની યાદી તમારી સ્ક્રીન સામે ખુલશે જેમાં તમારું નામ તપાસવાનું રહેશે
- જો તમારું નામ આ યાદીમાં છે તો તમને 12 હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે.
તો મિત્રો આવી રીતે તમે શૌચાલય યોજનાની યાદી તપાસી શકો છો, જો તમે નવી અરજી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોવ તો તમે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તમારું ફોર્મ ભરી શકો છો.
Hame jaya