Tobacco Rate Today : આ માર્કેટયાર્ડમાં તમાકુના અધધધ ભાવ મળતાં ખેડૂતોને બખ્ખાં, જાણો વિવિધ માર્કેટના આજના તમાકુના ભાવ

Tobacco Rate Today 2024 : આજના તમાકુના બજાર ભાવ. મિત્રો હાલમાં ગુજરાતમાં રોકડિયો પાક ગણાતા તમાકુની નવા માલની આવકો માર્કેટયાર્ડમાં આવી રહી છે. અમે આપને જણાવીએ કે ગુજરાતની કઈ માર્કેટમાં તમાકુની બંપર આવક થઈ અને કયા માર્કેટયાર્ડમાં ખેડૂતોને તમાકુના બંપર ભાવ મળ્યા.

નમસ્કાર મિત્રો, અમે અહીથી આપને વિવિધ ખેત પેદાશોના ભાવ અને બજારમાં સૌથી ઊંચા રહેતા વિવિધ જણશીઓના સાચા ભાવ જણાવીએ છીએ. આજે અમે આપને તમાકુના બજાર ભાવ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આપ સૌ મિત્રો જાણતાજ હશો કે ગુજરાતમાં એમાંય ખાસ કરીને બનાસકાંઠા,પાટણ,મહેસાણા,સાબરકાંઠા અને મહીસાગર કાંઠાના અરવલ્લી અને મહીસાગર તથા ખેડા જીલ્લામાં સૌથી વધુ તમાકુનું વાવેતર કરવામાં આવે છે.

ચરોતર પંથકમાં તમાકુને સોનેરી પાનનો મુલક પણ કહેવાય છે,એટલેજ તમાકુને કાચું સોનું પણ કહેવામાં આવે છે. કેમકે કપાસ,જીરું,એરંડાની જેમ તમાકુના પાકને રોકડિયો પાક કહેવામાં આવે છે. તમાકુના પાકમાં વાવેતર પછી ઓછો ખર્ચ અને રેઢિયાળ પશુઓ દ્વારા ભેલાણનો ભય પણ નહી. વળી ભાવ પણ સારા મળતા હોવાથી ઘણા ખેડૂતો તમાકુનું વાવેતર કરવાનું વધુ પસંદ કરે છે.

હોળી અને ત્યારબાદ માર્ચ એન્ડિંગના વેકેસન પછી 1 એપ્રિલથી ઘણાં  માર્કેટયાર્ડોએ તમાકુની હરાજીનું કામ શરૂ કર્યું હતું.  આજે ખેડૂતોને તમાકુના કેવા ભાવ મળ્યા અને માર્કેટયાર્ડમાં તમાકુની કેવી આવક રહી તે જાણીએ.

APMC Tobacco Rate Today :

  • તમાકુ માર્કેટના ઉત્તર ગુજરાતના મુખ્ય માર્કેટયાર્ડ ગણાતા ઉનાવા ગંજ બજારમાં ૨૫૦૦૦ બોરીની તમાકુની આવક થઈ હતી,જ્યારે તમાકુના સારા માલના ખેડૂતોને રૂપિયા ૩૨૦૦ ના ભાવ મળ્યા હતા.
  • બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની આવક ૩૦૦૦૦ ગુણીની તમાકુની આવક થઈ હતી જ્યારે તમાકુના એક મણના  ભાવ ૨૯૦૦ રૂપિયા ખેડૂતોને મળ્યા હતા.
  • જ્યારે બનાસકાંઠાના થરા માર્કેટયાર્ડમાં તમાકુનો ભાવ ૨૭૧૫ રૂપિયા રહ્યો હતો.જ્યારે તમાકુની આવકો પણ સારા પ્રમાણમાં જોવા મળી હતી.
  • જ્યારે શિહોરી ખાતેના સબ માર્કેટયારમાં તમાકુના ભાવ ખેડૂતોને રૂપિયા ૨૭૪૫  મળ્યા હતા.

તમાકુના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળે તે સ્વાભાવિક છે. જ્યારે તમાકુના ભાવ વધવા અંગે જાણકારોનું માનીએતો તમાકુના ઉત્પાદનમાં મોટો ઘટાડો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તમાકુના ભાવો વિશે કોઈ આગાહી  કરવી ઉચિત નથી.

ડીસા ગંજ બજારમાં અન્ય જણસ પણ સારા પ્રમાણમાં વેચાણ માટે આવે છે તો મિત્રો અહીથી જાણીએ ડીસા માર્કેટયાર્ડના વિવિધ ખેત પેદાશોના આજના તારીખ : ૦૫/૦૪/૨૦૨૪ ના ભાવ

ગુજરાતની માર્કેટયાર્ડમાં તમાકુના આજના ભાવ

ખેત પેદાશનું નામએક મણના ભાવ
એરંડા૧૧૭૩
રાયડો૯૬૦
ઘઉં૫૮૦
બાજરી૪૯૫
રાજગરો૧૩૧૫
ગવાર૯૯૧
જીરું૪૩૦૦
વરીયાળી૧૨૫૦
સુવા૧૨૦૦
રજકા બાજરી૫૦૦
તમાકુ૨૩૫૦

જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં વિવિધ જાણસીઓની આવક ૪૩૦૦૦ કરતાં વધુ બોરીની આવકો રહેવા પામી હતી. મિત્રો આજરોજ તમાકુની સૌથી વધુ આવક ડીસા માર્કેટ યાર્ડમાં રહેવા પામી હતી.

મિત્રો અમે આપની જાણ સારું વિવિધ માર્કેટના સાચા ભાવ  અત્રે  રજૂ કરીએ છીએ. અમે કોઈ વેપારી અથવા ખેડૂત મિત્રને ભાવ વધવા કે ઘટવા અંગે આગાહી કરતા નથી. તેમજ તેમનો માલ ખરીદવો કે વેચવો તે માટે પણ સલાહ આપતા નથી. આપે અમારો આર્ટિકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

આ પણ વાંચો : Kisan Maandhan Yojana: સરકાર હવે ખેડૂતોને આપશે દર મહિને 3000 નું પેન્શન, જાણો આ સ્કીમ વિષે સંપૂર્ણ માહિતી

Leave a Comment