UPI Cash Deposit: મિત્રો આજ્ના ડિજીટલ યુગમાં દરેક કોઈ UPI પેમેન્ટનો ઉપયોગ કરતો હોય છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક ક્રાંતિકારી સુવિધાનું અનાવરણ કર્યું છે જેમાં હવે ગ્રાહકો યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરીને ATM પર રોકડ જમા કરવાની સુવિધા આપશે. આ સુવિધા ટુંક સમયમાં લાગુ થતા હવે ATM કાર્ડની જરુરત નહી રહે અને આ ઉપરાંત PPI કાર્ડ ધારકોને પણ આ સુવિધા મળશે તો આવો જાણીએ RBI ગવર્નર દ્વારા આ નવી સુવિધા વિશે શુ કહેવું છે અને આ સુવિધાનો વપરાશ કોણ કરી શકે છે તેની સંપુર્ણ માહિતી આ લેખ દ્વારા મેળવીશું.
UPI Cash Deposit Update
ચાલુ વર્ષની નાણાકીય નીતિની જાહેરાત દરમિયાન, RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે હવે ગ્રાહકો હાલમાં કેશ ડિપોઝિટ મશીનો (CDMs) પર રોકડ જમા કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે.જેમાં RBI નવા સુધારા અને નિતી મુજબ હવે ગ્રાહકો ફક્ત UPI વ્યવહારો દ્વારા જ CDM પર રોકડ જમા કરી શકે છે. અને કાર્ડ વિના રોકર્ડ જમાં કરાવી શકશે. જેમાં કોઈપન ગ્રાહ્ક જે UPI પેમેન્ટ નો લાભ લઈ રહ્યો છે તે સરળતાથી ATM પરથી કેસલેસ સુવિધાનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શક્શે.
અગાઉ પીઅર-ટુ-પીઅર વ્યવહારો, બિલ ચૂકવણી અને વેપારી વ્યવહારો માટે મુખ્યત્વે ઉપયોગમાં લેવાતું, UPI હવે તેની પરંપરાગત સીમાઓને વટાવી ગયું છે. આ નવીનતમ જાહેરાત સાથે, UPI વપરાશકર્તાઓ સીડીએમ પર એકીકૃત રીતે રોકડ જમા કરી શકે છે, બેંકિંગ પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત કરી શકે છે અને ભારતમાં ડિજિટલ ચૂકવણીના વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.
બેંકોમાં રોકડ-હેન્ડલિંગ બોજને ઘટાડીને ગ્રાહકોની સુવિધામાં વધારો થશે
આરબીઆઈ ગવર્નરે ભારપૂર્વક જણાવ્યું હતું કે બેંકો દ્વારા નાખાવામાં આવેલ સીડીએમ બેંક શાખાઓ પર રોકડ-હેન્ડલિંગ બોજને ઘટાડીને ગ્રાહકોની સુવિધામાં વધારો કરવા આ એક અગત્યની પહેલ ગણી શકાય છે. હાલમાં, રોકડ થાપણ કાર્યક્ષમતા ડેબિટ કાર્ડ દ્વારા જ ઉપલબ્ધ છે. જો કે, UPIની સગવડતાનો ઉપયોગ કરીને, RBI UPI દ્વારા રોકડ થાપણોને સક્ષમ કરવા તૈયાર છે. વધુમાં અમે અહી CDM મશીન પર UPI નો ઉપયોગ કરીને કેસ કેવી રીતે જમા કરવી તેની માહિતી સેર કરીશું.
કેસ ડિપોઝીટ મશીન (CDM) પર UPI નો ઉપયોગ કરીને રોકડ કેવી રીતે જમા કરવી
આ નવીન UPI Cash Deposit સુવિધાનો લાભ લેવા માટે તમે નિચેના પગલાં અનુસરી શકો છો.
- કેશ ડિપોઝિટ મશીન (CDM) અથવા ATMની મુલાકાત લો.
- CDM ના ઇન્ટરફેસ પર UPI Cash Deposit વિકલ્પ પસંદ કરો.
- CDM પર જમા કરવા થતી રકમ દાખલ કરો.
- તમારી UPI Payments ની મોબાઈલ એપ્લીકેશન તમારા મોબાઈલમાં ખોલો
- ત્યારબાદ CDM સ્ક્રીન પર પ્રદર્શિત QR કોડને સ્કેન કરો.
- મશીનમાં રોકડ દાખલ કરવા માટે આગળ વધો.
- ટ્રાન્ઝેક્શન પૂર્ણ થવા પર, CDM સ્ક્રીન અને તમારી UPI એપ બંન્ને પર કન્ફર્મેશન મળશે.
- જે તમારા ફંડના સફળ ટ્રાન્સફરનો સંકેત આપે છે.
તો મિત્રો RBI દ્વારા આ જાહેર કરાયેલ નવી સુવિધા બેંક ક્ષેત્રે નવી ક્રાંતી લાવશે કે નહી તે જોવાનું રહ્યુ પરંતુ તમે આ સુવિધા કેવી લાગી અને તમારો આ લેખ પર શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરુરથી જણાવજો.