UPSC CAPF AC Recruitment 2024 દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડંટ પરીક્ષા 2024 અંતર્ગત જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત અનુસંધાને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ BASF, CRPF,CISF, ITBP અને SSB માં સહાયક કમાન્ડંટની પોસ્ટ માટે પસંદગી યાદી તૈયાર કરવા સારું પરીક્ષા માટે 506 જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
મિત્રો આપ રાષ્ટ્રની સેવામાં જોડાવા માટે છો તો આ સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડંટ જગ્યા માટે આપ ઉમેદવારી નોધાવી શકો છો. અહી આપને જગ્યાઓની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી કરવાની રીત, ફીની વિગત અને પરીક્ષાની વિગતવાર માહિતી જણાવવાના હોઈ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.
UPSC CAPF AC Recruitment 2024
ભરતી કરનાર સંસ્થા | યુનિયન પબ્લિક સર્વિસ કમિશન |
જગ્યાનું નામ | કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડંટ |
જગ્યાઓ | 506 |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14/05/2024 |
પગાર ધોરણ | રૂ. 56100 -177500 PB 3 |
અરજી કરવાની વેબ સાઇટ | https://www.gpsconline.nic.in |
સત્તાવાર નિટિફિકેશન જોવા | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |
જગ્યાઓની વિગત :
BASF -186
CRPF-120
CISF-100
ITBP-58
SSB-42
TOTAL -506
શૈક્ષણિક લાયકાત :
કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડંટ પરીક્ષા 2024 માં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના સ્નાતકની લાયકાત ધરાવતા હોવા જોઈએ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા :
UPSC ની આ જાહેરાત અનુસાર સશસ્ત્ર દળ માં સહાયક કમાન્ડર ની જાહેરાત અન્વયે ઉમેદવારની વય ૨૦ થી ૨૫ વર્ષની વચ્ચે ની હોવી જોઈએ. એટલે કે ઉમેદવાર નો જન્મ 2 ઓગસ્ટ 1999 થી 1 ઓગસ્ટ 2004 પછી થયો હોવો જોઈએ નહી. તેમજ વય મર્યાદા અંગે તેમજ અનામત સંવર્ગના ઉમેદવારોને ઉપલી મર્યાદામાં નિયમો અનુસાર મળતી છૂટછાટ માટે જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે.
અરજી કરવાની રીત
- કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં સહાયક કમાન્ડર પરીક્ષા 2024 માટે ઉમેદવારોએ અરજી કરવા માટે માત્ર ઓનલાઈન મોડમાં માં જ UPSCની વેબસાઈટ ના માધ્યમથી અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ https://www.gpsconline.nic.in વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ તમામ વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝનો પોતાનો ફોટો તેમજ સરકાર માન્ય ફોટાવાળા આઇડી કાર્ડ પૈકી કોઈપણ એક આઇડી કાર્ડ વગેરે માગવામાં આવેલ ડૉક્યુમેન્ટ પણ સ્કેન કરી અપલોડ કરવાનાં રહેશે.
- અને અપલોડ કરવામાં આવેલું આઈડી કાર્ડ UPSC ના ભરતીના દરેક તબક્કે તેનો માટે ઉપયોગ કરવાનો રહેશે.
- ઉમેદવારોએ અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2024 ના સાજના 6.00 કલાક સુધી પોતાની અરજી ઓનલાઇન માધ્યમથી સબમીટ કરવાની રહેશે.
- ઉમેદવારોને તારીખ 15 મે થી સાત દિવસ ઓ.ટી.આર. માટે આપવામાં આવેલા છે.
અરજી ફીની વિગત :
સામાન્ય સંવર્ગના ઉમેદવારોએ રૂપિયા 200 સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં અથવા ઓન લાઈન માધ્યમથી ભરવાના રહેશે ફી ભરવાની (અ.જા,અ.જ.જા,તથા મહિલા અને જેમને ફી ભરવામાંથી રાહત આપવામાં આવી છે. તેમણે ફી ભરવાની રહેશે નહી.)
આ પણ વાંચો : BSNL Recharge Plan: BSNL લાવ્યું 50 રૂપિયાથી ઓછી કિંમતમાં પ્લાન, તમને મહિનાભર મળશે પૂરો ફાયદો
ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં સત્તાવાર વેબ સાઇટ પરથી જાહેરાતનું નોટિફિકેશન વાંચી લીધા પછીજ કાળજી પૂર્વક ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારો એ અપલોડ કરવાનાં ડૉક્યુમેન્ટ, પાત્રતા અને તબક્કાની પરીક્ષાના તમામ તબક્કાની વિગતો શારીરિક માપદંડ અને શારીરિક કસોટી વગેરેનો સામાન્ય સૂચનોનો કાળજી પૂર્વક વાંચવા વિનંતી છે.