BSNL Recharge Plan: નમસ્કાર મિત્રો ! આજકાલ દરેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરે છે,અને તે એક સામાન્ય બાબત છે. આજના જમાનમાં વ્યક્તિ એક કરતાં વધારે સીમકાર્ડ નો ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય રીતે મોબાઈલ માં પણ બે સીમકાર્ડ માટેના પોર્ટ પણ હોય છે. ત્યારે મોબાઈલ ધારક સામાન્ય રીતે અલગ અલગ કંપનીના કે એકજ કંપનીનાં બે સીમકાર્ડ નો ઉપયોગ કરતા હોય છે. જેથી તેમને અલગ અલગ નેટવર્કનો લાભ મળે. પરંતુ વધારે સીમકાર્ડને લીધે રીચાર્જ કરવું પણ સરળ નથી વળી કંપની દ્વારા હવેતો અમુક સમયમાં રિચાર્જ ના કરાવવાથી સીમકાર્ડ બંધ કરી દેવામાં આવે છે. તેથી સીમકાર્ડ ધારક વ્યક્તિ માત્ર સીમ કાર્ડને ચાલુ રાખવા સસ્તા રિચાર્જ પ્લાનની શોધમાં હોય છે. ઘણાખરા સીમકાર્ડ કાયમી અને જૂના નંબર હોવાથી કાર્ડ બંધ થઈ જાય એવું ઇચ્છતો પણ નથી.
આ લેખના માધ્યમથી અમે આપને BSNL દ્વારા લોન્ચ કરવામાં આવેલા સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. લોન્ચ કરેલા આ પ્લાનનું નામ કોમ્બો 48 રાખ્યું છે. જે માત્ર ₹50 કરતાં પણ ઓછી કિંમતમાં BSNL દ્વારા ગ્રાહકોને આપવામાં આવ્યો છે. આ પ્લાનની કિમત માત્ર ₹48 છે. ગ્રાહકોને આ પ્લાન દ્વારા BSNL શું શું ફાયદો કરાવી રહી છે. તે પણ અહીથી જાણીએ.
BSNL Recharge Plan
BSNL Recharge Plan: મિત્રો BSNL દ્વારા લોન્ચ કરવામાં આવેલો કોમ્બો 48 રિચાર્જ પ્લાનનો નો લાભ આપને મળી શકે છે. પરંતુ આપને અમે એ પણ જણાવી દઈએ કે આ પ્લાન અગાઉથી જ આપના સીમમાં એક્ટિવ હોવો જરૂરી છે BSNL ના આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને ફ્રી કોલ ની સુવિધા આપવામાં આવતી નથી. તેમ જ ઇન્ટરનેટ અને એસ.એમ.એસ.ની પણ સુવિધા આપવામાં આવતી નથી. તો ચાલો જાણીએ આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને શું શું સુવિધાઓ આપવામાં આવે છે.
BSNLના COMBO 48 રિચાર્જ પ્લાનમાં વેલીડીટી સારી મળે છે એટલે કે વેલીડીટી સમયે 30 દિવસનો છે તેમાં ગ્રાહકોને 10 રૂપિયાનું મુખ્ય બેલેન્સ પણ આપવામાં આવે છે તેમજ તેમાં પ્રતિ મિનિટ 20 પૈસા ના ચાર્જથી ફોન કોલિંગ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે એસએમએસ સુવિધા અને ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવતી નથી.
BSNL કોમ્બો 48 પ્લાનના લાભ :
- BSNL COMBO 48 Recharge Plane માં માત્ર 48 રૂપિયામાં મળે છે.
- તેમાં પૂરા 30 દિવસ એટલેકે એક મહિનાની વેલીડિટી ગ્રાહકને મળે છે.
- તેમાં ગ્રાહકને રૂપિયા 10 નું બેલેંડ પણ આપવામાં આવે છે .
- ગ્રાહકને પ્રતિ મિનિટ 20 પૈસાના દરે કોલ સુવિદ્યા મળે છે.
Read More:- PM Kisan: ખેડૂત મિત્રો PM કિસાન યોજનાના 17માં હપ્તાના ₹2000 મેળવવા હોય તો ફટાફટ આ કામ કરી લેજો
પરંતુ BSNL કોમ્બો 48 પ્લાનમાં ફ્રી કોલ સુવિદ્યા આપતું નથી તેમજ ઇન્ટરનેટ અને SMS ની સુવિદ્યા મળતી નથી. ગ્રાહક મિત્રો વધુ માહિતી માટે કસ્ટમર કેર અથવા તો BSNL ના અધિકૃત વિક્રેતા પાસેથી વધુ માહિતી મેળવી શકે છે.