PM Kisan: ખેડૂત મિત્રો PM કિસાન યોજનાના 17માં હપ્તાના ₹2000 મેળવવા હોય તો ફટાફટ આ કામ કરી લેજો

PM Kisan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને તેમનું સશક્તિકરણ થાય તે માટે વિવિધ કલ્યાણકારી  યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.  તે પૈકીની દેશમાં ખૂબ મહત્વની અને ખેડૂતો માટે લાભકારી યોજનાનું નામ છે PM Kisan Samman Nidhi Yojana  આ યોજના પ્રધાનમંત્રી દ્વારા 24 ફેબ્રુયારી 2019 માં શરૂ કરવામાં આવી છે. ખેડૂત મિત્રો આ યોજનનો લાભ ચાલુ રાખવો હોયતો વહેલી તકે e -KYC કરાવી લેવું જોઈએ. 

અંતર્ગત અત્યાર સુધીમાં Direct Beneficiary Transfer  ( DBT) દ્વારા 16  હપ્તાઓ  ચૂકવવામાં આવ્યા છે.  ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને ₹2,000 જમા કરાવવામાં આવે છે.પીએમ કિસાન યોજનાનો લાભ ભારતના કરોડો લોકો મેળવી રહ્યા છે.PM Ksan Samman Nidhi Yojana નો સોળમો હપ્તો માનનીય નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના યવતમહાલ થી ડાયરેકટ બેનિફિસરી ટ્રાન્સફર સીસ્ટમ  (DBT) દ્વારા  અંદાજિત ₹ 21000 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા હતા. 

PM Kisan 17 મો હપ્તો મેળવવા e-KYC કરાવવું પડશે

PM Kisan Samman Nidhi Yojana  અંતર્ગત 16 હપ્તાની રકમ  ડાયરેક્ટ બેનિફિટ (DBT) દ્વારા રૂપિયા 2000  સીધા આપના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. પરંતુ 17 માં હપ્તાનું પેમેન્ટ લેવા માટે આપને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું નવું અપડેટ જાણી લેવું જરૂરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના નો 17 મો હપ્તો નજીકના સમયગાળામાં ખેડૂતોને ચૂકવવામાં આવશે. પરંતુ આ હપ્તો  મેળવવા માટે ખેડૂત મિત્રોએ e-KYC  કરવું ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રોએ તેમની પંચાયતના VCE મારફત અથવા તો તાલુકાએ તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારીની મદદ થી પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો મેળવવા માટે e-KYC  કરાવવું પડશે જો તમે e-KYC નહીં કર્યું હોય તો તમારા હપ્તાની રકમ જમા થઈ શકશે નહીં.

PM Kisan Smman Nidhi યોજનાનો 17 મો હપ્તો ક્યારે આવશે

PM કિસાનનો 17 મા હપ્તાની રકમ ક્યારે જમા થશે એવી ઘણાં ખેડૂત મિત્રો આ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ મિત્રો આપને જણાવી દઈએ કે આ હપ્તાની રકમ ક્યારે જમા થશે તે અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી. પરંતુ કેટલાક જાણકારો જણાવી રહ્યા છે કે જૂન મહિનાના પ્રથમ અથવા દ્વિતીય સપ્તાહમાં પીએમ કિસાન યોજના નો 17 મો હપ્તો જમા થવાની શક્યતાઓ જણાઈ રહી છે.

Read More:- Free Solar Cooking System: હેવ ફ્રી સોલાર કૂકર યોજના અંતર્ગત સરકાર આપી રહી છે સબસિડી

પીએમ કિસાન યોજના અપડેટ

ખેતીલાયક જમીન 2 એકર થી ઓછી છે તેમજ કેટલાક લોકો બિન અધિકૃત રીતે પણ PM Ksan Samman Nidhi Yojana નો હપ્તો મેળવવા લાયક  નથી અથવા તો તેની પાત્રતા ધરાવતા નથી. તેવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેવા લોકોને આ યોજનાના લાભાર્થી યાદી માંથી રદ કરવામાં આવનાર છે.

મિત્રો PM KISAN  યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો, અને આપ રજીસ્ટ્રેશન કરાવેલું નથી તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઉપરાંત જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજીસ્ટર છે અને અત્યાર સુધી આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. તેવા ખેડૂત મિત્રોએ 17 મા PM Ksan Samman Nidhi Yojana  ના 17 મા હપ્તાનો  માટે લાભ મેળવવા માગતા હોય તો તેમણે વહેલી તકે e-KYC કરાવી લેવું જોઈએ

હેલ્પલાઇન નંબર :

આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત મિત્રને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તેઓ અહીં જણાવેલી હેલ્પલાઇન ઉપર સંપર્ક કરીને તેમના પ્રશ્નોનું સમાધાન કરી શકે છે. નીચે આપેલા ઈ મેઈલ અથવા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકે છે. 

ફોન નંબર  15 52 61 અથવા 1800-11-552 ટોલ ફ્રી નંબરો 

ઈમેઈલ દ્વારા : pm kisan.ict@gov.in

PM Vishwakarma Toolkit E Voucher 2024: પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત ટૂલકીટ ખરીદવા 15000 ની સહાય ડાયરેક્ટ તમારા ખાતામાં જમા

Leave a Comment