Uttam Dairy Ahmedabad Bharti: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ સંઘ (ઉત્તમ ડેરી)માં બંપર ભરતી અહીથી જાણો વિગતો

Uttam Dairy Ahmedabad Bharti 2024  : અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં (Uttm Dairy )માં વિવિધ કેટેગરીના કર્મચારીઓની ભરતી કરવા સારું જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેના વિષેની સંપૂર્ણ માહિતી આ લેખના મધ્યમથી મેળવીશું.

મિત્રો,અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક એટલેકે અમદાવાદની ઉત્તમ ડેરીમાં કર્મચારીઓની ભરતી કરવા સારું જાહેરાત બહાર પાડવામાં આવી છે.તેમજ હાલમાં ભરતી પ્રક્રિયા ચાલુ હોઇ અમે આપને ભરતી માટે અરજી કરવા સબંધી તમામ જાણકારી આપી રહ્યા છીએ આપ સહકારી ક્ષેત્રમાં નોકરી કરવા ઉત્સુક છો અને જગ્યાને અનુરૂપ લાયકાત અને પાત્રતા ધરાવો છો તો તમે તમને ગમતી પોસ્ટ માટે અરજી કરી શકશો.

Uttam Dairy Ahmedabad Bharti

મિત્રો,આ Uttam Dairy Ahmedabad Bharti માટે તમારે ઓન લાઇન અરજી કરવાની જરૂર નથી અથવા તમારે પરીક્ષા પણ આપવાની નથી. અમદાવાદ જિલ્લા દૂધ સંઘમાં ભરવાની પોસ્ટનું નામ,જગ્યાની સંખ્યા,લાયકાત અને પગારની વિગતો અહી જણાવી રહ્યા છીએ આપ અમારા આ લેખને અંત સુધી વાંચી આપને જરૂરી માહિતી મેળવી શકશો.

જગ્યાની વિગતો :

  • એંજિનિયર/મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ વગેરે
  • લીગલ ઓફિસર
  • પ્લાન્ટ ઇન્ચાર્જ /પ્રોડકશન મેનેજર
  • જુનિયર આસિસ્ટન્ટ (એકા. )
  • ટેકનિસિયન(ફીટર /વેલ્ડર વગેરે )
  • ટેકનિકલ ઓફિસર (D.T )
  • જુનિયર આસિસ્ટન્ટ (HR)
  • આઈ.ટી.એંજિનિયર (સિસ્ટમ/સર્વર એડમીન)
  • જુનિયર આસિસ્ટન્ટ (પરચેઝ )
  • ઓફિસર (મેંટેનન્સ )
  • જુનિયર આસિસ્ટન્ટ (પરિવહન )
  • ટ્રાન્સપોર્ટ ઓફિસર
  • ટ્રેઈની (Q.A )
  • એકાઉન્ટન્ટ
  • મેનેજર (પી&A )
  • સ્ટેનો ટાઈપિસ્ટ (અંગ્રેજી –ગુજરાતી)
  • જુનિયર આસિસ્ટન્ટ (દૂધ વિતરણ)
  • ફિલ્ડ સુપરવાઇઝર
  • જુનિયર સુપ્રિટેંડેંટ(HR)
  • વેટેનરી ઓફિસર

વય મર્યાદા :

ઉત્તમ ડેરી દ્વારા ભરતી કરવામાં આવનાર ઉમેદવારોની વય અલગ અલગ રાખવામાં આવેલ છે. તે મુજબ મેનેજર માટે વય મર્યાદા વધુમાં વધુ 45 વર્ષ,ઓફિસર મેંટેનન્સ અને પ્લાન્ટ ઇન્ચાર્જ,લીગલ ઓફિસર અને વેટેનરી ઓફિસર માટે વય મર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે અન્ય તમામ જગ્યાઓ માટે વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે.

પગાર ધોરણ :

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ઉત્તમ ડેરી ) દ્વારા ડેરીના કર્મચારીઓને તેમના ઠરાવો અને નિયમોને આધીન પગાર ચૂકવવામાં આવશે તેમજ કર્મચારીઓના કામ અને પોસ્ટ મુજબ પગાર નક્કી થતો હોય છે. મિત્રો તમે અરજી કરતાં પહેલાં જાહેરાતની વિગતોનો કાળજી પૂર્વક અભ્યાસ કરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હો અને પગારની વિગતો જાણી અરજી કરી શકો છો.

અરજી કરવાની રીત :

ઉત્તમ ડેરી દ્વારા ભરતી માટે આપવામાં આવેલી જાહેરાત મુજબ આપને ઓન લાઇન અરજી કરવાની નથી. પરંતુ સ્વહસ્તાક્ષરમાં અથવા ટાઈપ કરી તમારી શૈક્ષણિક લાયકાત,અનુભવની વિગત,પાસપોર્ટ સાઈઝનો ફોટો વગેરે સાથે અરજી કરવાની રહેશે. સમાચાર સમાચાર પત્રોમાં જાહેરાત તારીખ 29/03/2024 થી પ્રસિધ્ધ થતાં ઉમેદવારોએ 10 દિવસ સુધી એટલે કે 07 એપ્રિલ 2024 સુધી ઉત્તમ ડેરીને મળી જાય એ રીતે અરજીઓ મંગાવવામાં આવેલ હોઈ ઉમેદવારોએ સમયસર અરજી કરી દેવી જોઈએ.  

ભરતીની જાહેરાત જોવા માટે :- અહીં ક્લિક કરો

અરજી કરવાનું સરનામું :

મેનેજિંગ ડિરેક્ટર (ઈન્ચાર્જ)

અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.

ઉત્તમ ડેરી

મુ.નવાપુરા તા: સાણંદ જી : અમદાવાદ

એન.એમ.પડાલીયા ફાર્મસી કોલેજ પાસે

રામપીરના મંદિર સામે

અમદાવાદ – 382210

Read More:- KVS Admission 2024: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 થી 12 સુધીના પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

મિત્રો,અરજી કરતાં પહેલાં ઉત્તમ ડેરીની સંપૂર્ણ સત્તાવાર જાહેરાતનો  કાળજીપૂર્વક અભ્યાસ કરી અરજી કરવા વિનંતી.અમારો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

Leave a Comment