Vidhyadeep University Bharti: ગુજરાત વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ માટે અરજી કરો

Vidhyadeep University Bharti 2024: વિદ્યાદીપ યુનિવર્સિટીએ ક્લાર્ક, સુપરવાઈઝર અને ટેલિકોલર જેવી વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની સત્તાવાર સૂચના તેમની અધિકૃત વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે, અને ઉમેદવારોએ ઓફલાઇન માધ્યમથી અરજી કરવી પડશે તો આજે આ લેખમાં, તમને મહત્વપૂર્ણ તારીખો, શૈક્ષણિક લાયકાતો, પગાર ધોરણ, ખાલી જગ્યાઓની અને અરજી પ્રક્રિયા સહિતની ભરતી સંબંધિત તમામ જરુરી વિગતો મળશે.

Vidhyadeep University Bharti 2024

સંસ્થાવિદ્યાદીપ યુનિવર્સિટી ગુજરાત
પોસ્ટવિવિધ
અરજીનો પ્રકારઓફલાઈન
છેલ્લી તારીખ19/04/2024
ઓફિશીયલ વેબસાઈતhttps://www.vidhyadeepuni.ac.in/

વિવિધ પોસ્ટો

વિદ્યાદીપ યુનિવર્સિટી ભરતીમાં વિવિધ પોસ્ટો માટે ભરતી જાહેર કરી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે

  •  ડિરેક્ટર
  •  એકાઉન્ટન્ટ
  •  પ્લેસમેન્ટ ઓફિસર
  •  શારીરિક ટ્રેનર
  •  જનસંપર્ક અધિકારી
  •  સાઇટ એન્જિનિયર
  •  કેમ્પસ સુપરવાઈઝર
  •  સાઇટ સુપરવાઇઝર
  •  હોસ્ટેલ સુપ્રિટેન્ડેન્ટ
  •  કારકુન
  •  સામગ્રી લેખક
  •  ટેલીકોલર
  •  પ્લમ્બર

જરૂરૂ ડોક્યુમેન્ટ

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે

  •  રેઝ્યૂમ/સીવી
  •  ઓળખ દસ્તાવેજો (આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂંટણી કાર્ડ)
  •  પાસપોર્ટ કદના ફોટા (2 નકલો)
  •  સહી
  •  લિવિંગ સર્ટિફિકેટ
  •  શૈક્ષણિક ટ્રાંસ્ક્રિપ્ટ્સ અને પ્રમાણપત્રો
  •  ડિગ્રી પ્રમાણપત્ર
  •  અનુભવ પ્રમાણપત્ર
  •  કોઈપણ અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખો

વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલ, 2024ના રોજ સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અને તેજ દિવસથી એટલે કે અરજીની પ્રક્રિયા 10 એપ્રિલ, 2024થી શરૂ થઈ છે અને 19 એપ્રિલ, 2024ના રોજ સમાપ્ત થાય છે. અરજદારોએ આ સમયમર્યાદામાં તેમની ઑફલાઇન અરજીઓ સબમિટ કરવી આવશ્યક છે.

Read More:- GSEB Result 2024: ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, અહિથીં ચેક કરો ધોરણ 12નું પરિણામ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી પરીક્ષા વગર ઇન્ટરવ્યુ, લાયકાત અને યોગ્યતાના આધારે કરવામાં આવશે.

વિદ્યાદીપ યુનિવર્સિટી ભરતી માટે અરજી કેવી રીતે કરવી

આ ભરતી માટે ઉમેદવારોએ ઑફલાઇન અરજી કરવી પડશે. જેના માટે અરજી ફોર્મ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો અને અરજી ફોર્મ ભરી સાથે જરૂરી ઉપર મુજબના ડોકયુમેન્ટ જોડો, ત્યારબાદ નિચે આપેલ સરનામે અરજી મોકલાવાની રહેશે.

અરજી ફોર્મ મોકલવાનું સરનામું

વિદ્યા દીપ યુનિવર્સિટી,
અનિતા, કીમ ઓલપાડ હાઇવે,
તા. ઓલપાડ, જિ. સુરત  394110

હેલ્પ લાઈન નંબર :- +91 9313256557.

Read More:- Police Bharti Update: ઓછી ઉમરના લીધે પોલીસ ભરતી માટે ફોર્મ નથી ભરી શક્યા, તો આ માહિતી આપના માટે છે. શારીરીક અને લેખિત કસોટીની તારીખો જાહેર

વિદ્યાદીપ યુનિવર્સિટી વિવિધ વિભાગોમાં નોકરીની જાહેરાત માટે આ ભરતી બહાર પાડી છે જે ઉમેદવારો અરજી કરવા ઈચછુક હોય તેઓ ૧૯ એપ્રિલ પહેલા અરજી કરી શકે છે અને વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો, આભાર.

Leave a Comment