8th Pay Commission 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે એક સાથે બે બે ખુશીના સમાચાર, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને બે બે ગિફ્ટ આપવાની તૈયારીના મૂડમાં લાગે છે કેમકે અલગ અલગ મીડિયાના માધ્યમથી એવી માહિતી મળી રહી છે કે સરકાર દ્વારા કર્મચારીઓનું પગાર અને ભથ્થાં બંનેમાં વધારો થઈ શકે છે. તેમજ આઠમા પગારપંચની રચનાને લઈને પણ મોટી ચર્ચા થઈ રહી છે. જેના કારણે લાખો કર્મચારીઓના પગારમાં મોટો રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી શકે છે. જેથી કર્મચારીઓ માટે આ એક મોટા ખુશીના સમાચાર ગણી શકાય.
જો મિત્રો તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ કેન્દ્રીય કર્મચારી છે. તો સરકાર દ્વારા હવે એક મોટો પગાર વધારો કરતા તે તમારે ખૂબ જ મોટા ન્યુઝ કહી શકાય પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, તેમજ આ ન્યુઝ વિવિધ મીડીયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા મહિનાઓમાં ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાન દોરીને કેન્દ્ર સરકાર અંગે એક્શન મોડમાં છે.
8મા પગાર પંચના સારા સમાચાર 8th Pay Commission 2024
મિત્રો કેન્દ્ર કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર અત્યારના કહી શકાય તો તે આઠમા પગારપંચની રચના ને લઈને છે કેમકે જો અત્યારે વર્ષ 2024 પગારપંચની રચના થાય તો તેને લાગુ 2026 સુધી કરવામાં આવે, આવું જ અગાઉ વર્ષ 2014 માં પણ થયું હતું જ્યારે સાતમાં પગારપંચની રચના થઈ હતી અને તેને લાગુ 2016 માં કરાવ્યો હતો. પરંતુ હવે સાતમા પગારપંચને દસ વર્ષ પૂર્ણ થતા નવા પગાર પંચ લાગુ કરવાની જોગવાઈ છે. જે આવનારા દિવસોમાં પગારપંચ ની રચના થશે તો તમામ કર્મચારીઓ માટે એક મોટી ભેટ સમાન હોઈ શકે છે.
ડીએમાં બમ્પર વધારો થશે
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાંને લઈને પણ એક ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડીએમ માં પણ 4% નો વધારો કરવામાં આવી શકે છે જેના લીધે કર્મચારીનો ડીએ 54% થઈ જશે જેથી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો એવો વધારો જોવા મળી શકે છે તેમ જ જે કર્મચારીઓ 30000 પગાર છે તો તેમને દર મહિને 1200 રૂપિયાના વધારો મળી શકે છે તેમજ વર્ષે કુલ 14,400 રૂપિયાનો વધારો થશે. તો આ ન્યુઝ તમામ કર્મચારીઓ માટે અગત્યના ન્યૂઝ કહી શકાય જેથી કરીને જો સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પડતા જ અમે અહીં તમામ અપડેટ તમારી સાથે શેર કરતા રહીશું.