પીએમ આવાસ યોજનાની મદદથી તમારું કાયમી ઘર બનાવા મળશે 2 લાખ રૂપિયા, લોન મળશે 6.5% વ્યાજ દરે

પીએમ આવાસ યોજના: મિત્રો અત્યારના આધુનિક જમાનામાં દરેક વ્યક્તિ પોતાનું મકાન બનાવવાનું ઈચ્છતો હોય છે અને ઘણા બધા લોકો એવા પણ છે કે તેમને રહેવા માટે છત પણ નથી તો સરકાર દ્વારા જે લોકો ગરીબી રેખાથી નીચે જીવન ગુજારે છે અને જેમના પાસે પોતાનું કાયમી મકાન નથી. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે ઓનલાઈન અરજી કરીને પોતાનું રહેણાંકનું મકાન માટે નાણાકીય સાહાય મેળવી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે સરકાર દ્વારા ગરીબ પરિવારોને મકાન સારું નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેના અંતર્ગત દરેક મકાનના દરેક લેવલના કામકાજના પુર્ણાહુતિ પર અલગ અલગ નાણાકીય રાશિ સહાય તરીકે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો તમે પણ આ યોજના અંતર્ગત કેવી રીતે નાણાકીય સહાય મેળવી અને સરકાર દ્વારા આપવામાં આવતી સંસ્તા વ્યાજદરે લોન પણ કેવી રીતે મેળવવી તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

શું છે પીએમ આવાસ યોજના?

મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના એ દેશના તમામ આર્થિક રીતે પછાત અને ગરીબ વર્ગના લોકો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે. જેમાં ઝુંપડપટ્ટીમાં રહેતા તેમજ કાચા મકાનમાં રહેતા ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાખો લોકોને હવે સરકાર દ્વારા પોતાનું માલિકીનું મકાન બનાવવાનું સપનું પૂરું કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ગરીબ લોકોને પોતાનું સપના નું ઘર બનાવવા માટે નાણાકીય સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે જેના અંતર્ગત તેઓ પોતાનું મકાનનું કામ પૂર્ણ કરવાનો રહેશે.

પીએમ આવાસ યોજનામાં કેટલી સબસિડી આપવામાં આવશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત ગરીબ વર્ગના લોકોને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ₹1,20,000 થી લઈને 2 લાખ 50 હજાર સુધીની સહાયની રકમ સબસીડી રૂપે મળશે જેમાં અલગ અલગ ક્ષેત્રે સબસિડીની રકમ અલગ અલગ હોઈ શકે છે. આ સબસીડી ની રકમ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમાં થાય છે જેમાં તમારે  મકાનના દરેક ફેજના પૂર્ણહુતી પર અલગ અલગ રકમ મળે છે. તો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી કેવી રીતે કરવી એની સબસીડી કેવી રીતે મેળવી તેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવી શકો છો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના દસ્તાવેજો

 • અરજદારનું આધાર કાર્ડ
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • લાભાર્થીનું જોબ કાર્ડ
 • બેંક પાસબુક
 • ભારત મિશન નોંધણી નંબર
 • મોબાઇલ નંબર
 • રેશનકાર્ડ

પીએમ આવાસ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી

 • સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/નું હોમ પેજ ખોલવાનું રહેશે.
 • મિત્રો હવે આ વેબસાઈટ ના હોમપેજ પર તમને ત્રણ પાઈનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
 • ત્યારબાદ તમારે નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી  Aavassoft ના વિકલ્પ નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
 • હવે તમારી સામે એક નવી સૂચિ ખુલશે જેમાં ડેટા એન્ટ્રીનું વિકલ્પ પસંદ કરવાનો રહેશે
 • ત્યારબાદ તમારે તેમાં આવાસ માટે ડેટા એન્ટ્રી નો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
 • હવે તમારે તમારું રાજ્ય જિલ્લો પસંદ કરીને આગળ વધો.
 • આગળના પેજ પર તમારે તમારું નામ પાસવર્ડ અને કેપચાની વિગતો દાખલ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોગીન થવાનું રહેશે
 •  હવે તમારી સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નોંધણી ફોર્મ ખુલશે જેમાં તમારી જરૂરી વિગતો ભરવાની રહેશે
 • છેલ્લે તમારી બેંકની વિગતો અને નીચે આપેલી છેલ્લી કોલમની તમામ વિગતો સંબંધિત કચેરી ભરવાની રહેશે એટલે તે વિગતો તમારે ભરવાની રહેતી નથી

Read More:- 8th Pay Commission 2024: 8મા પગારપંચ પર મળ્યા મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ ખુશ

તો આ પ્રક્રિયાને અનુસરીને તમે તમારી જરૂરી માહિતી ભરી શકો છો ત્યારબાદ સંપાદિત કચેરી દ્વારા પણ તમારી માહિતી ચકાસીને તેમના દ્વારા જરૂર માહિતી ભરવામાં આવશે તેમજ તમે આવી રીતે ઓનલાઇન પ્રધાનમંત્રી આવાસ યોજના નું ફોર્મ ભરી શકો છો. વધુ માહિતી માટે તમારી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment