Gondal Market Yard Mango Price : કેરીનું નામ પડતાં મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળામાં નાના મોટા સૌને કેરી ખાવી ગમે છે. કેરી એ ફળોનો રાજા છે. તે કેરી સ્વાસ્થ્ય માટે સારી છે. એવી જ રીતે પાચનને સુધારી ફાઇબરથી ભરપૂર હોવાથી વજનને નિયંત્રણ કરે છે. ગુજરાતનો તલાલા ગીર પંથક કેસર કેરીનો ગઢ છે. ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકની કેસર કેરી ભારતમાં જ નહીં પણ દુનિયાને ખૂણે ખૂણે વખણાય છે. આ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું પડવાને લીધે કેરીમાં આવેલો મોર ખરી પડવાનો અને કેરીના નાના નાના ફળ કસમયે ખરી જવાથી ઉત્પાદનમાં તેની અસર જોવા મળી શકે છે.। ગત વર્ષની સરખામણીમાં કેરીનો પાક ઓછો થવાની ધારણા પણ જણાઈ રહી છે.
હાલમાં ગીર સોમનાથ અમરેલી કચ્છ છે જિલ્લાના કેરીનું મોટાપાયે ઉત્પાદન કરતા ખેડૂતોનું માનવું છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીનું આગમન બજારમાં થોડોક મોડું થયું છે તેમ છતાં છૂટક બજારો અને હોલસેલ બજારમાં હવે કેરીની આવકો શરૂ થઈ ગઈ છે કેરીની બજારમાં ઓછી આવકને લીધે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ જેમ જેમ કેરીની આવકો વધશે તેમ તેમ ભાવમાં ઘટાડો થવાનું અનુમાન વ્યાપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે હાલમાં કેસર કેરીનો ભાવ ₹1400 થી 2400 નો રહ્યો હતો જ્યારે કેસર કેરીના સરેરાશ ભાવ 1900 રહ્યા હતા.
ગુજરાત સિવાય મહારાષ્ટ્રના રત્નાગીરી થી આફૂસ કેરી મોટા પાયે ગુજરાતનાં બજારોમાં આવી રહી છે. તેમ છતાં ગુજરાતના કેરીના પ્રખ્યાત માર્કેટયાર્ડોમાં કેરીની આવકો ધીમે ધીમે વધી રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની 70315 KG કેરીની આવક થવા પામી છે કેરીના ભાવ 10 KG બોક્સના રૂપિયા 700 થી 950 ખેડૂતોને મળી રહ્યા છે. રાજાપુરી 10 KG બોક્સ 350 થી 450 રૂપિયા જ્યારે આફૂસ કેરીના ભાવ 10 KG બોક્સ 700 થી 1000 રૂપિયા સુધી ના જોવા મળ્યા છે બદામ કેરીનો ભાવ બોક્સના 10 KG રૂપિયા 250 થી 600 બોલાઈ રહ્યા છે.
જ્યારે કેરીની આવકની વાત કરવામાં આવે તો એકલા ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આજની આવક 18475 બોક્સ થઈ હતી. જ્યારે રાજાપુરી કેરી ની આવક 600 KG ની થઈ હતી આફૂસ કેરીની આવક 1340 KG ની હતી જ્યારે લાલ બાગ કેરીની આવક 100 KG ની થઈ હતી.
ગોંડલ માર્કેટયાર્ડમાં કેરીની આવકો તેમજ કેરીના બજાર ભાવ | Gondal Market Yard Mango Price
- ગોંડલ માર્કેટ યાર્ડમાં આફૂસ કેરીની આવક 1340 કિલો નોંધાઈ છે. જ્યારે આફૂસ કેરીનો ભાવ ₹2,000 થી ₹4,000 જોવા મળી રહ્યા છે, આફૂસ કેરીનો સામાન્ય ભાવ ₹3,000 રહ્યો છે.
- રાજાપુરી કેરીની આવક માત્ર 600 કિલો જોવા મળે છે. જ્યારે રાજાપુરી કેરીનો ભાવ ₹600 થી 1000 રહ્યા હતા. તેમજ સરેરાશ ભાવ ₹900 નો જાણવા મળ્યો છે.
- ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલબાગ કેરીની આવક 100 કિલોની રહી હતી જ્યારે લાલબાગ કેરીનો ભાવ ₹600 થી 1000 નો રહ્યો છે. જ્યારે લાલબાગ કેરીનો સરેરાશ સામાન્ય ભાવ ₹900 નો જોવા મળી રહ્યો છે.
- ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક 68,375 kg રહી હતી. જ્યારે કેસર કેરીના ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીનો ભાવ ₹1400 થી 2400 નો રહ્યો હતો. જ્યારે કેસર કેરીના સરેરાશ ભાવ 1900 રૂપિયા રહ્યા હતા.
Read More:- શૌચાલય યોજના અંતર્ગત આ લોકોને મળ્યા 12000 રૂપિયા, લિસ્ટમાં તમારું નામ તપાસો
મિત્રો, ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના ભાવ અમોને સત્તાવાર માધ્યમો દ્વારા મળેલ જે આપની જાણકારી માટે અમો શેર કરીએ છે. આશા છે કે આપને આ Gondal Market Yard Mango Price નો આર્ટીકલ ખૂબ ઉપયોગી અને માહિતીસભર હોવાથી પસંદ આવ્યો હશે. આપ આપના અભિપ્રાયો અમોને કોમેંટમાં અચૂક જણાવશો. આપનો ખૂબખૂબ આભાર !