Realme 300w Fast Charging: મિત્રો અત્યારની ટેકનોલોજી ની દુનિયામાં દરરોજ નવી ટેકનોલોજી અને AI બેજ ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે લોકોને પણ હવે નવી ટેકનોલોજી અને સુવિધાની માગ પણ સતત વધી રહી છે. જેમાં અત્યારે સૌથી વધુ મોબાઈલ ફોનના ચાર્જિંગ ને લઈને માંગ છે કેમકે લોકોને 24 કલાક ફોન વાપરવાની ટેવ પડતા તેઓ હવે ફોનને લાંબા સમય માટે ચાર્જ કરવાની રાહ જોવા માગતા નથી. જેના કારણે આ મોબાઈલ ટેલિકોમ કંપનીઓ દ્વારા પણ ફાસ્ટ ચાર્જિંગ સુવિધાઓની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.
તો મિત્રો અત્યારે ટેકનોલોજી ની દુનિયામાં ફાસ્ટ ચાર્જિંગ સુવિધા અને ટેકનોલોજી વિકસાવવામાં થોડો સમય લાગી શકે પરંતુ આવનારા દિવસોમાં તમે તમારો ફોન માત્ર ગણતરીની મિનિટોમાં ચાર્જ કરી શકશો તે હવે દૂર રહ્યું નથી. તેમજ આવી ટેકનોલોજી ટૂંક સમયમાં જ જોવા મળી શકે છે.
Realme 300w Fast Charging
મિત્રો હાલ જ એક ટેલિકોમ કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે, કે હવે તેમના ગ્રાહકોને તેમનો મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે રાહ જોવી પડશે નહીં. મિત્રો આ કંપનીનું નામ Realme છે. જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે realme ના ફોન માત્ર પાંચ મિનિટથી ઓછા સમયામાં ચાર્જ થઈ શકશે જેના માટે Realme 300 વોટ ચાર્જિંગ ટેકનોલોજી બજારમાં લાવી રહ્યું છે.
Read More:- શૌચાલય યોજના અંતર્ગત આ લોકોને મળ્યા 12000 રૂપિયા, લિસ્ટમાં તમારું નામ તપાસો
શું છે 300 વોટ ચાર્જિંગ ટેક્નોલોજી
મિત્રો હાલમાં realme ના માર્કેટીંગ હેડ ફ્રાન્સીંગ વોગ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે Realme દ્વારા 300 વોટ ચાર્જિંગ ટેકનોલોજી નું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે જેના લીધે જો તે સફળ પૂર્વક તેના ટેસ્ટ પાસ કરશે તો તેને આવનારા સમયમાં ગ્રાહકો માટે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
તો આ ટેકનોલોજી માટે લોકો પણ હવે મોટા પ્રમાણમાં માગણી કરી રહ્યા છે અને realme દ્વારા અગાઉ પણ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી વર્ષ 2021 માં લોન્ચ કરી હતી જેમાં તેને 4300 એમએચ બેટરીને માત્ર 33 મિનિટમાં ચાર્જ કરી શકતા હતા અને ત્યારબાદ વર્ષ 2022માં realme દ્વારા 150 વોલ્ટ નું ચાર્જિંગ સ્પોર્ટ સાથે જીટીન્યુ થ્રી લોન્ચ કરાયું હતું જે 4500 એમએચ બેટરીને માત્ર પાંચ મિનિટમાં 0 થી 50% સુધી ચાર્જ કરવામાં સક્ષમ હતું.
ત્યારબાદ વર્ષ 2023માં પણ realme દ્વારા જીટીન્યુ ફાઈવ લોન્ચ કરવામાં આવ્યો હતો જેના દ્વારા વપરાશ કરતાં realme ના ફોનને માત્ર દસ મિનિટથી ઓછા સમયમાં ચાર્જ કરી શકે છે. હવે કંપની દ્વારા વધુ ઝડપી અને 300 વોલ્ટ ચાર્જીગ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને ભવિષ્યમાં હજુ પણ લોકોને ફાસ્ટ ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે.
મિત્રો તો હવે ટૂંક સમયમાં જો realme દ્વારા ટેસ્ટિંગ સ્ટેજ પૂર્ણ કર્યા બાદ 300 વોલ્ટ ચાર્જિંગ ટેકનોલોજી બહાર પાડતા જ તમે તમારો મોબાઈલ માત્ર ગણતરીની મીનિટોમાં ચાર્જ કરી શકશો. જેથી કરીને જો તમને પણ તમારી પાસે પણ Realme ના મોબાઈલ ફોન હોય તો તમારા માટે ચાર્જિંગ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
Read More:- ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવકોમાં વધારો અહીથી જાણો કેરીના બજાર ભાવ – Gondal Market Yard Mango Price