આ ખેડૂતોની આશા પર મોટો ફટકો, તેમને નહીં મળે 2000 રૂપિયાના હપ્તાનો લાભ – PM Kisan Yojana Gujarat

PM Kisan Yojana Gujarat: મિત્રો તાજેતરમાં એનડીએની સરકારની રચના થઈ છે અને હવે પીએમ નરેન્દ્ર  મોદી આવતીકાલે ભારતના વડાપ્રધાન તરીકે સપથ ગ્રહણ લેવાના છે. ત્યારે પીએમ કિસાન યોજનાને લઈને એક અગત્યના ન્યૂઝ ચર્ચામાં છે. જેમાં ખેડૂતોના ખાતામાં 17માં હપ્તાના ₹2,000 જમા થવા જઈ રહ્યા છે. જેથી મોટી સંખ્યામાં ઘણા ખેડુતોને તેમના ખરીફ પાકની વાવણીમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

મિત્રો અત્યાર સુધી સરકાર દ્વારા કુલ 16 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક ખેડૂતો છેલ્લા કેટલાક હપ્તાઓ ગુમાવવાનો વારો પણ આવે છે. ત્યારે હવે 17મો હપ્તો જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી જાહેર થઈ શકે છે. જેમાં કેટલાક ખેડૂતોને મોટો ફટકો પણ પડવાની સંભાવના છે અને તેઓને 17 માં હપ્તાના 2000 રૂપિયા ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તો જો તમે પણ છેલ્લા અઠવાડિયા પહેલા કેટલાક અગત્યનું કામકાજ પૂર્ણ કરી લેશો તો તમારી હપ્તાની રકમ મેળવી શકશો.

આ રીતે નોંધણી કરો PM Kisan Yojana Gujarat

મિત્રો પીએમ કિસાન યોજનાના 17માં હપ્તાના પેમેન્ટ જ્યારે ચૂકવવા થોડા દિવસો બાકી છે. તો હજુ પણ જે ખેડૂત ભાઈઓએ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલ નથી. તેઓ પીએમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. જેમાં તેમને આધારકાર્ડ બેંક પાસબુક અને જમીનના કાગળોની જરૂરિયાત રહેશે અને આ કામ તેઓ નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ કરાવી શકે છે.

Read More:- ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવકોમાં વધારો અહીથી જાણો કેરીના બજાર ભાવ – Gondal Market Yard Mango Price

જાણો કયા ખેડૂતોને નહીં મળે લાભ? PM Kisan Yojana Gujarat

મિત્રો 17માં હપ્તાનું પેમેન્ટ કયા ખેડૂતોને ગુમાવવાનું થઈ શકે તે જાણવા માટે તમારે આ લેખને અંત સુધી વાંચતા રહેવું જરૂરી છે.

મિત્રો જે ખેડૂતોએ હજુ સુધી ઈ-કેવાયસી અને જમીનનું વેરિફિકેશન કરાવ્યું નથી તેવા ખેડૂતોને આ યોજનાનું લાભ મળશે નહીં અને તેમણે 17માં હપ્તાના પૈસા ગુમાવવાનો વારો આવી શકે છે.

તેમજ જો એક જ ઘરના એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ મેળવતા હશે તો તેમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ હવે આ યોજનાનો લાભ મેળવી શકશે અને અન્ય વ્યક્તિનું નામ પીએમ કિસાન લિસ્ટમાંથી બાકાત કરવામાં આવશે.

જે ખેડૂત ભાઈઓના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતું હોય તો તેઓ આ યોજનાને પાત્ર ગણાતા નથી જેથી કરીને તેઓનું નામ પણ પીએમ કિસાનના લિસ્ટમાં સામેલ થશે નહીં

મિત્રો જે ખેડૂત ભાઈઓના કુટુંબમાં કોઈપણ એક સભ્ય વકીલ ડોક્ટર અથવા પ્રોફેસર જેવો વ્યવસાય કરતો હોય અને સારી આવક મેળવતા હોય તો તેઓ પણ આ યોજનાને પાત્ર ગણવામાં આવશે નહીં જેથી કરીને તેઓને પણ પીએમ કિસાનનો હપ્તો મળવાપાત્ર નથી.

જે ખેડૂતો પોતાની માલિકીની જમીન ધરાવતા નથી અને અન્ય ખેડૂતોની જમીન પર ખેતી કરે છે તો તેઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી

મિત્રો તો ઉપરોક્ત જણાવવામાં આવેલી તમામ બાબતોને ધ્યાનમાં લઈને પીએમ કિસાન ના પૈસા ચૂકવવામાં આવતા હોય છે જેથી કરીને જો તમે તમારો હપ્તો ગુમાવ્યો હોય તો તમારે ઉપરોક્ત તમામ બાબતોમાંથી કોઈપણ એક કારણ હોઈ શકે જેથી કરીને નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને તમે તમારે નામ ઓનલાઇન લિસ્ટમાં તપાસી શકો છો અને જો તમે ઉપર તમામ બાબતોને જોતા પણ તમે લાયક છો તો તમે તમારું રજીસ્ટ્રેશન પ્રક્રિયાને એકવાર ચકાસવી જરૂરી છે.

Read More:- Apple કે Samsung નહીં પણ આ કંપની લાવી રહી છે 5 મિનિટમાં 100% ચાર્જીગની સુવિધા – Realme 300w Fast Charging

Leave a Comment