GSEB 12th Result 2024: મિત્રો ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ ની શોધ ખોળમાં જે મિત્રો આ વેબસાઈટ પર આવ્યા છે તેમને જણાવી દઈએ કે હવે તમારું ધોરણ 12 નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યો છે. તેને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો અગાઉ ન્યુઝ હતા કે ધોરણ 12 નું પરિણામ લોકસભાની ચૂંટણી પહેલા એપ્રિલના અંતમાં આવી શકે છે. પરંતુ મિત્રો તાજા સમાચાર મુજબ હવે ધોરણ 12 નું પરિણામ લોકસભાને ચૂંટણીના મતદાનના પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે કેમ કે અત્યારે મોટાભાગના અધિકારો અને શિક્ષકો ચૂંટણીના કામકાજ પર ફરજ નિભાવતા હોય રીઝલ્ટ હાલ પૂરતું જાહેર થઈ શકે તેમ નથી.
શું મતદાન પછી ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ શકશે
મિત્રો જો ધોરણ 12 નું પરિણામ ની વાત કરીએ તો ગયા વર્ષે મે મહિનાની બીજી તારીખે ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ 10 નું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ વખતે લોકસભાની ચૂંટણીના લીધે પરિણામ ની તારીખો થોડી લેટ થઈ શકે છે અને ગુજરાતમાં લોકસભાનું મતદાન 7 મે ના રોજ હોવાથી, ત્યાં સુધી કોઈપણ પ્રકારે પરિણામ જાહેર થઈ શકે તેમ નથી જેથી કરીને હવે વિદ્યાર્થી મિત્રોએ થોડા દિવસ વધુ રાહ જોવાની રહેશે.
ધોરણ 12 ના પરિણામ ની અગત્યની બાબતો
મિત્રો જે વિદ્યાર્થીઓ મિત્રોએ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપી છે તેમને કેટલીક અગત્યની બાબતો નોંધવી જરૂરી છે જેમ કે તેમની ગ્રેડ સિસ્ટમ અને તેમનો પાસિંગ માર્ક કેટલા રહેશે તે પણ તેમને ખબર હોવી જરૂરી છે. દરેક વિદ્યાર્થીને દરેક વિષયમાં 33% માર્ક હોવા જરૂરી છે એટલે કે કુલ 100 માંથી કુલ 33 માર્ક પાસિંગ માર્ક રહેશે અને આ મારર્ક અલગ અલગ ગ્રેડિંગ સિસ્ટમ આધારિત વિભાજિત કરવામાં આવ્યા છે જેમ કે ગ્રેડ A1 એટલે 91 થી 100 વચ્ચે અને ગ્રેડ A2 એટલે 81 થી 90 વચ્ચે ગ્રેડ B1 એટલે 71 થી 80, ગ્રેડ B2 એટલે 61 થી 70, ગ્રેડ C1 એટલે 51 થી 60 અને ગ્રેડ C2 એટલે 41 થી 50 જ્યારે ગ્રેટ D એટલે 33 થી થી નીચે માર્ક જે તે વિષયમાં નપાસ ગણાશે.
ધોરણ 12 ના પરિણામ તપાસો – GSEB 12th Result 2024 Date
GSEB 12th Result 2024: મિત્રો હવે ચૂંટણીના દિવસો પણ સમાપ્ત થવા જઈ રહ્યા છે ત્યારે તમે પરિણામને રાહ જોઈને બેઠા છે એમને ખબર છે પરંતુ ચૂંટણીના લીધે તમારું પરિણામ એક બે અઠવાડિયા લેટ થઈ શકે છે જેથી થોડા દિવસ રાહ જોઈને તમે પરિણામ જાહેર થતાં નીચે મુજબના પગલાંઓ અનુસરીને તમારું પરિણામ ઓનલાઇન જોઈ શકો છો
- તમારું પરિણામ જોવા માટે તમારે સૌ પ્રથમ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ
- ત્યારબાદ હોમપેજ પર તમને ધોરણ 12 ના પરિણામ ની લીંક જોવા મળશે જેના પર ક્લિક કરો
- હવે તમારી સામે પરિણામનું પેજ ખુલશે જેમાં તમારો સીરીયલ નંબર એટલે કે A, G વગેરે જે હોય તે દાખલ કરો
- હવે ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર દાખલ કરો અને GO બટન પર ક્લિક કરો
- હવે તમારી સ્ક્રીન પર તમારું ધોરણ 12 નું રિઝલ્ટ પ્રદર્શિત થશે, જે તમે ડાઉનલોડ કરીને સેવ કરી રાખો.
Read More:- GUJCET Result 2024: ગુજકેટનું પરિણામ જાહેર, ચેક કરો તમારુ રીઝલ્ટ અહિંથી
તો મિત્રો SEB 12th Result 2024 Date જાહેર થતાં જ અમે અમારા Whatsapp ગ્રુપના માધ્યમથી તમારી સાથે તમામ અપડેટ શેર કરીશું. જેથી કરીને તમે પણ અમારી સાથે જોડાયા રહો અને પરિણામને તારીખો જેમ જેમ નજીક આવતી જશે. તેમ તેમ તેને લઈને તમામ અપડેટ અમે સૌ પ્રથમ તમારી સાથે શેર કરીશું અને રિઝલ્ટ જોવામાં પણ તમારી મદદ કરાવીશું, આભાર.
Check GSEB Result 2024 through WhatsApp: ધોરણ 12 ના પરિણામ WhatsApp દ્વારા તપાસો