PM Kisan Yojana:  ખેડૂતભાઈઓ PM કિસાન યોજનાનો 17મો હપ્તો મેળવવો હોય તો ફટાફટ કરી લેજો આ કામ

PM Kisan Yojana:  નમસ્કાર ખેડૂત મિત્રો, સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને  અને તેમનું સશક્તિકરણ થાય તે માટે સરકાર દ્વારા પીએમ કિસાન યોજના દ્વારા શરૂ કરવામાં આવી છે. તેનાથી ખેડૂતોને ખેતી કરવા માટે બિયારણ,રાસાયણિક ખાતરો વગેરે ખરીદ કરવા  ખર્ચમાં રાહત મળે છે. અને તેઓ તેમની ખેતી સારી રીતે કરી શકે છે. આ માટે ખેડૂતોને દર ચાર માસે  ₹2,000  સહાય  ચૂકવવામાં આવે છે. 

અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના 16 આપતા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. ખેડૂતો દ્વારા હાલમાં ખેડૂતો 17 મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતભાઈઓ અમે આપને  પીએમ કિસાન યોજનાના 17 માં હપ્તાને લઈને નવા અપડેટ્સ વિશે જણાવી રહ્યા છીએ. આપ અમારી સાથે જોડાયેલા રહી અહી જણાવેલ માહિતી મુજબ e Kyc કરાવશો તો આપને PM કિસાન યીજના અંતરંગ સહાયની રકમ મળતી રહેશે. 

PM Kisan Yojana: 17મો હપ્તા પહેલા આટલું કરો

ગયા ફેબ્રુઆરી  મહિનાની 28 તારીખના રોજ પીએમ કિસાન યોજના નો 16 મો હપ્તો ખેડૂતોને ચૂકવવામાં આવ્યો હતો. 17 મો  હપ્તો 4  મહિના પછી એટલે કે જૂન માસના પ્રથમ સપ્તાહમાં ચૂકવવામાં આવવા આવશે. આમ ખેડૂતોને વાર્ષિક ₹6,000 પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત આર્થિક સહાય પેટે ચૂકવવામાં આવે છે. તેનાથી ખેડૂતોને રાહત મળે છે. અને તેમની આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો થઈ શકે છે. આ યોજનાને લઈને શું નવું અપડેટ છે એ અમે આપને જણાવી રહ્યા છીએ. પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે ખેડૂત મિત્રોએ કેટલાંક સ્ટેપ અનુસરવાના હોય છે. એ વિશે અમે આપને અહી  જણાવી રહ્યા છીએ

 ખેડૂત મિત્રોએ એ પીએમ કિસાન યોજનાનો  હપ્તો નિયમિત  મળતો રહે એ માટે એ KYC  કરાવવું  ખૂબ જરૂરી છે. કેવાયસી કરવા માટે ખેડૂતોએ અધિકૃત વેબસાઈટ પર જઈ પીએમ કિસાન પોર્ટલ પર e-Kyc કરવું જોઈએ. તે માટે તેઓ નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ બાયોમેટ્રિક પદ્ધતિથી e-KYC  કરાવી શકે છે. જેથી PM કિસાન યોજનાના હપ્તા નિયમિત મળતા રહે. 

Read More:- Post Office PPF Scheme: માત્ર ₹1500 જમા કરાવવા પર તમને મળશે 4 લાખ 73 હજાર, જાણો સંપૂર્ણ માહિતી

PM કિસાન યોજનાનો 17 મો હપ્તો ક્યારે આવશે  

PM Kisan Yojana નો 17 મો હપ્તો હવે ક્યારે ચૂકવવામાં આવશે. ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન મનમાં છે. તો મિત્રો આપને જણાવી દઈએ કે દર 4 મહિને પીએમ કિસાન નો હપ્તો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. 16 મો  હપ્તો ફેબ્રુઆરીના અંતમાં 2024 માં ચૂકવવામાં આવ્યો હોઈ હવે 17 મો હપ્તો જૂન માસમાં ચૂકવવામાં આવી શકે છે. સરકાર દ્વારા એપ્રિલથી જુલાઈ ઓગસ્ટની નવેમ્બર અને ડિસેમ્બર થી માર્ચ એમ વર્ષમાં 3  વખત ચાર માસના સમયાંતરે પીએમ કિસાનના હપ્તાની રકમ રૂપિયા 2000 ડાયરેક્ટ DBT  પદ્ધતિથી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

ખેડૂત મિત્રોએ તેમના ખાતામાં રૂપિયા 2,000 નો હપ્તો નિયમિત જમા થતો રહે તે માટે e-kyc  કરાવી દેવું જોઈએ. જો તમે હજી સુધી e-kyc  કરાવ્યું નથી તો નજીકના CSC  કેન્દ્રની મુલાકાત લઈ e- KYC  કરાવી દેવું જોઈએ. 17 મા હપ્તાનો લાભ ફક્ત એવા ખેડૂત મિત્રોને જ આપવામાં આવશે જેમના જમીનના રેકોર્ડ, બેંક ખાતાની સાથે આધાર અપડેટ કરાવેલું હોવું જોઈએ એટલે કે પૂર્ણ રીતે e -KYC કરાવેલ હોવું જોઈએ. તો મિત્રો તમે પણ સમયસર e-KYC કરાવવા આપના નજીકના CSC સેન્ટર પહોચી જજો.

ખેડૂત મિત્રો PM Kisan Yojana E-KYC કેવી રીતે કરાવવું

સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે. e-KYC ટેબ પર ક્લીક કરવાનું રહેશે.  ત્યારબાદ હવે ખેડૂત મિત્રોએ તેમનો આધાર અને કેપ્ચા કોડ માં દર્શાવેલ ટેક્સ દાખલ કરવો પડશે. અને ત્યારબાદ OTP મેળવવા આધાર નંબર સાથે ફોન ચાલુ હોય તે નંબર દાખલ કરવાનો રહેશે. આમ કરવાથી તમારા આધાર નંબર સાથે જોડાયેલા મોબાઈલ નંબર ઉપર એક OTP  આવશે આ ઓટીપી ને તેમાં દાખલ કરવાથી તમારૂ  કેવાયસી પૂર્ણ થઈ શકશે. આમ ખૂબ સરળ રીતે થોડીક મિનિટોમાં કેવાયસીનું કામ પૂર્ણ થશે. 

Read More:- યુનિયન બેંક આપી રહી છે ગેરંટી વિના ₹ 200000 ની પૂર્વ-મંજૂર વ્યક્તિગત લોન – Union Bank Pre Approved Loan

PM Kisan Yojana ને લઈને તમામ અપડેટ અહીં અમે સેર કરતાં રહીશું, જો તમને ૧૭માં હપ્તાના પેમેન્ટને લઈને કોઈપણ પ્રકારની મુંઝવણ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

Leave a Comment