APL અને BPL રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન ચકશો ઘરે બેઠા

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો: મિત્રો અત્યારે ભારતમાં ઘણા બધા લોકો APL અને BPL રેશનકાર્ડ ધરાવે છે અને તેઓ આ રેશનકાર્ડ ની મદદથી સસ્તા અનાજની દુકાનેથી અનાજ મેળવે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારા રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો કેટલો છે. તો આજે આપણે અહીં આ લેખના માધ્યમથી તે જાણીશું કે તમને કેટલો જથ્થો મળવાપાત્ર રહે છે અને તેના દ્વારા તમે સરકાર દ્વારા આપવામાં આવતી કઈ કઈ વસ્તુઓનું કેટલી માત્રામાં સસ્તા અનાજની દુકાનેથી મેળવી શકો છો.

મિત્રો, દરેક રેશનકાર્ડ ધારકો પોતાના ગામની વ્યાજબી ભાવની દુકાનેથી રેશનકાર્ડ મારફ અનાજ તેમજ અન્ય પદાર્થો સસ્તા ભાવે ખરીદે છે. પરંતુ આ રેશનકાર્ડ ધારકોને તે ખબર હોતી નથી કે સરકાર તરફથી તેમના રેશનકાર્ડ થકી કઈ કઈ વસ્તુઓ કેટલી માત્રામાં મેળવી શકે છે. 

સરકાર અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ જિલ્લામાં આવેલી પુરવઠા અધિકારી તેમજ તાલુકામાં આવેલ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગ દ્વારા મળતા પુરવઠા ની તમામ વસ્તુઓ પર સુપરવાઇઝિંગ કરવામાં આવે છે. તો તમારે પણ જાણવું જરૂરી છે કે તમારા રેશનકાર્ડ અંતર્ગત દર મહિને શું તમને તેટલો જથ્થો મળે છે અથવા તેમને મળવા પાત્ર છે પરંતુ તમારા વિસ્તારના વ્યાજબી ભાવની દુકાનેથી તેટલું પુરવઠો તમને નથી મળતો, તો તમે તમારો જથ્થો અહિથીં ચેક કરીને પુરવઠા અધિકારીને કચેરી ખાતે સંપર્ક કરી શકો છો.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઇન તપાસવાની રીત

જો તમે રેશનકાર્ડ ધારક છો અને તમે તમારું રેશનકાર્ડ નંબરની મદદથી તમારો મળવાપાત્ર જથ્થાના વિગત તપાસવા માગતા હોય તો તમે હવે નીચેના પગલાં અનુસરીને ઓનલાઇન માધ્યમથી તમારો જથ્થો ની વિગત મેળવી શકો છો.

  •  સૌ પ્રથમ તમારે આન્ન અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ https://dcs-dof.gujarat.gov.in/ તમારા મોબાઇલમાં ખોલવી પડશે.
  • ત્યારબાદ તમને વેબસાઈટના હોમપેજ પર તમને મળવા પાત્ર જથ્થો જાણો નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો 
  • હવે તમારી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારું રેશનકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે
  • ત્યારબાદ તમે નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરીને View અથવા જુઓ બટન પર ક્લિક કરો
  • હવે તમારી સ્ક્રીન ઉપર તમને મળવા પાત્ર જથ્થાને સંપૂર્ણ વિગત દેખાશે.

તો મિત્રો આવી રીતે તમે હવે ઘરે બેઠા તમારા રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો જેવો કે ચણા, તુવેર, દાળ વગેરે જેવી વસ્તુઓની માહિતી મેળવી શકો છો અને આ જથ્થો લીટર અથવા કિલોગ્રામમાં દર્શાવેલ હોઈ શકે. જે વિગત આધારિત તમે સસ્તા અનાજની દુકાને તમારો જથ્થો મેળવી શકો છો. 

રેશનકાર્ડ નંબર વગર તમારો મળવાપાત્ર જથ્થો કેવી રીતે ચકાસવો

રેશનકાર્ડ ધારક છો પરંતુ તમારી પાસે અત્યારે રેશનકાર્ડ નંબર અથવા તેની કોપી હાજર નથી તો પણ તમે તમારા મોબાઇલ થી તમારો રેશનકાર્ડનું મળવા પાત્ર જથ્થો ઓનલાઇન ચકાસી શકો છો જેની વિગતો નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારે અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઈટ પર જવું પડશે
  • ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પર તમને મળવાપત્ર જથ્થો જાણો નામનું વિકલ્પ પર ક્લિક કરો
  • હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમે કેટલીક વિગત દાખલ કરવાની રહેશે.
  •  જેમાં તમારે તમારું રેશનકાર્ડ NFSA છે તો હા પસંદ કરો, ત્યારબાદ ગેસ કનેક્શન ધરાવતા હોવ તો “હા” નહીં તો “ના” પસંદ કરો અને તમારા રેશનકાર્ડમાં કુલ જન સંખ્યા કેટલી છે તે દાખલ કરો.
  • હવે તમારું રેશનકાર્ડ  તે કેટેગરી કરેલું છે APL-1, APL-2, BPL કે AAY તે પસંદ કરો.
  • ત્યારબાદ વ્યુ અથવા જુઓ બટન પર ક્લિક કરી અને તમે તમારું રેશનકાર્ડ નું મળવા પાત્ર જથ્થો ચકાસી શકો છો. 

મિત્રો તમે જો રેશનકાર્ડ નંબર વગર તમારો મળવા પાત્ર જથ્થો ચકાસો છો. તે તમામ ધારકો માટે તમામ પ્રકારના કેટેગરીઓના લોકો માટે એક મુજબ રહેશે. પરંતુ તમારી સચોટ માહિતી મેળવવી હોય તો તમારે રેશનકાર્ડ નંબર સાથે જથ્થો ચકાસવું જરૂરી છે જે પ્રથમ ટેકનીક અમે અહીં સમજાવેલ છે તેનો ઉપયોગ કરીને જો તમે તમારો મળવા પાત્ર જથ્થો ચકાસશો તો તે સચોટ રહેશે.

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ચકાસવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

તો મિત્રો આવી રીતે તમે હવે રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો 2024 ઘરે બેઠા અમારા મોબાઈલથી જ ચકાસી શકો છો અને જો તમે મળવાપાત્ર જથ્થો ચકાસવામાં કોઈ પણ પ્રકારની ભુલ આવતી હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેથી કરીને અમે તમામ વિગતો તમારી સાથે શેર કરી શકીએ.

Read More:- Ikhedut Portal Registration: આઈ ખેડુત પોર્ટલ પર એકવાર રજીસ્ટ્રેશન કરાવો અને મેળવો તમામ યોજનાના લાભ

રેશનકાર્ડ ને લગતી બધું માહિતી માટે તમે અમારી વેબસાઈટને સેવ કરી રાખો તેમજ વધુ અપડેટ સૌપ્રથમ મેળવવા સારો અમારા Whatsapp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.

Leave a Comment