Vidhyadhan Scholarship : હવે આર્થિક પરિસ્થિતને કારણે કોઈનોય અભ્યાસ નહી અટકે, દરેકને મળી શકશે આ શિષ્યવૃતિ

Vidhyadhan Scholarship :નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ! તમે ધોરણ 10 અથવા 12 પાસ કરી દીધું છે. અને તમારું બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ તાજેતરમાં આવી ગયું છે. પરંતુ તમે આર્થિક સ્થિત સારી ના હોવાથી તમારો આગળનો અભ્યાસ છોડવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે આગળ વધુ અભ્યાસ કરી તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકશો.

વિદ્યાધન શિષ્યવૃતિ વિશે :

આજે અમે તમને આર્થિક પરિસ્થિતીના કારણે વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ વિશે જણાવી રહ્યા છીએ. જો તમારી પરિસ્થિતિ આર્થિક દ્રષ્ટિએ સારી નથી અને તમારે અધવચ્ચે અભ્યાસ છોડવો પડી શકે તેમ છે. તો આજના આ લેખમાં અમે આપને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. મિત્રો અહીં ધોરણ 11 માં અને ધોરણ 12 માટે રૂપિયા 15,000 ની શિષ્યવૃતિ મળી શકે છે. તેમજ સ્નાતક કક્ષાના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ₹25,000 ની શિષ્યવૃતિ મળી શકે છે જો તમે ધોરણ 10 પાસ છો અને 11 ધોરણમાં પ્રવેશ મેળવવા માગો છો, તો તમને દર વર્ષે રૂપિયા 15000 બે વર્ષ સુધી શિષ્યવૃતિ મળી શકે છે.

માટે હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે શિષ્યવૃત્તિની મદદથી તમારો આગળનો અભ્યાસ પૂરો કરી શકશો અને તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકો છો. આ શિષ્યવૃત્તિ કોના દ્વારા આપવામાં આવે છે અને તેની પ્રક્રિયા શું છે એ પણ અમે આજના લેખમાં આપને બતાવી રહ્યા છીએ. 

ધોરણ 10 અને 12 ના આર્થિક પછાત વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ : 

મિત્રો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી ના મૂકે તે માટે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC દ્વારા એક યોજના લોન્ચ કરવામાં આવેલી છે LICદ્વારા વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજવળ બને અને તેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખે તે માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. આ યોજનાનું નામ વિદ્યાધન શિષ્યવૃતિ યોજના  છે. 

મિત્રો તમારે અહીં આપેલ સરળ રીત  મુજબ શિષ્યવૃત્તિ મેળવવા માટે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ને એક અરજી કરવાની જરૂર રહેશે.  અરજી કરવાથી આપને અભ્યાસના ધોરણ અનુસાર જો આપ પાત્રતા ધરાવતા હશો તો આપને અચૂક શિષ્યવૃત્તિ મળી શકશે. અને આપ સારી રીતે આપનો અભ્યાસ આગળ પૂર્ણ કરી શકશો. આપ ધોરણ 11 અને ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ સ્નાતક કક્ષાએ આપનો અભ્યાસ પૂર્ણ કરવા માટે ફરીથી આ યોજના માટે પણ અરજી કરી શકશો.

LIC HFL વિદ્યાધન શિષ્યવૃતિ : 

LIC ની વિદ્યાધન શિષ્યવૃત્તિ  નામથી આ જાણીતી યોજના વિદ્યાર્થીઓ માટે ખૂબ લોકપ્રિય સાબિત થઈ રહી છે મિત્રો આપ https://www.buddy4study.com/page/lic-hflvidhyadhan-scholarship મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ વેબસાઈટ પર જઈ આ યોજના માટે નોંધણી કરી શકો છો. તે માટે તમારે સૌ પ્રથમ આને વેબસાઈટની મુલાકાત લીધા પછી સ્કોલરશીપ બટન ઉપર ક્લિક કરી જનરેટ થતા ફોર્મમાં માગવામાં આવેલી વિગતો અને  જરૂરી માહિતી જેવીકે  તમારું નામ ધોરણ તમારો ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે વિગતો માગ્યા પ્રમાણે દાખલ કરવાની રહેશે. ત્યારબાદ નોંધણી બટન પર ક્લિક કરતાં તમારી અરજી સબમિટ થઈ જશે. અને તમને નિયમોને આધીન મળવા પાત્ર શિષ્યવૃત્તિ DBT મારફત તમારા ખાતામાં જમા થઈ શકે છે. 

મિત્રો,અમોને વિવિધ માધ્યમો દ્વારા મળતી માહિતી અનુસાર આ લેખ આપની જાણકારી સારું લખવામાં આવ્યો છે. આપ અરજી કરતાં પહેલાં LIC ની નજીકની શાખાનો સંપર્ક કરી પૂરતી જાણકારી મેળવી પછીજ અરજી કરો એવી વિનંતી કરવામાં આવે છે. 

Leave a Comment