SIP Investment: મિત્રો અત્યારે દરેક વ્યક્તિ શેર બજારમાં રોકાણ કરવા માગતો હોય છે પરંતુ શેરબજારમાં રોકાણ કરવું થોડું જોખમી હોય છે જેથી તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી પોસ્ટ ઓફિસની સ્કીમોમાં રોકાણ કરતા હોય છે. પરંતુ શું તમે કોઈ ખાસ કેમ હેઠળ સીધા નહીં પણ આડકતરી રીતે શેર માર્કેટમાં રોકાણ કરવા માંગો છો તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે કેમકે અહીં અમે થોડું જોખમ લઈને મોટી કમાણી કરવા માટેનું ખાસ વિકલ્પ તમારી સામે મુકીશું જેનું નામ છે SIP Investment.
SIP Investment
મિત્રો SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટ પ્લાન, જેમાં રોકાણ કરવા માટે લોકોને જબરજસ્ત વળતર મળે છે. આજકાલ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું લોકપ્રિય બની ગયું છે. તો તમે જો આ મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને અથવા એક સાથે રોકાણ કરો છો તો તમને કેટલું વળતર મળશે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
12 ટકાથી વધુ વળતર મેળવો
જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તે રોકાણ જોખમને આધીન છે પરંતુ જો તમે ઓછા જોખમે રોકાણ કરી અને સારી એવી રકમ મેળવવા માગતા હોય તો તમે એસઆઈપીમાં રોકાણ કરી શકો છો. જે તમને સરેરાશ 12% જેટલું વળતર આપે છે. અને તેમાં કમ્પાઉન્ડિંગનો પણ ફાયદો થાય છે અને જેમ જેમ વર્ષો વીતે છે તેમ ભવિષ્યમાં આ રોકાણ તમને મોટાફંડ તરીકે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
આ રીતે SIP માં શ્રેષ્ઠ પ્લાન અપનાવો
મિત્રો જો તમે એક નિવૃત્તિ નિવૃત્ત કર્મચારી છો તો તમારો પેન્શન ફંડને એસ.આઈ.પીમાં રોકાણ કરી શકો છો. જેમાં તમને વિવિધ વિકલ્પો મળશે જેમ કે 10% ના ટોપ અપ માટે તમે ડાયરેક્ટ ખાતું ખોલાવી શકો છો. જે તમને એક સાથે રોકાણ પર વધુ વળતર અને લાભો આપે છે.
આવી રીતે બનો કરોડપતિ
એસઆઈપી દ્વારા ઘણા બધા લોકો કરોડપતિ પણ બનાવી રહ્યા છે જેમ કે જો કોઈ વ્યક્તિ 20 વર્ષ સુધી દર મહિને 5000 રૂપિયાનો રોકાણ કરે છે. એટ્લે કે દિવસના ૧૬૬ રુપિયાનું રોકાણ, તો તેનો કુલ રોકાણ 12 લાખ જેટલું થાય છે અને એસઆઈપી અંતર્ગત તેમને કુલ 12% જેટલું વ્યાજ મળશે. તો તેમને કુલ વ્યાજ તરીકે 37,95,740 મળશે જ્યારે રોકાણકારના કુલ 20 વર્ષમાં 49,95,740 ની કમાણી થશે.
ટોપ અપ દ્વારા તમારા રોકાણ વધારો
મિત્રો એસઆઈપીની આ એક ખાસ સુવિધા છે જેમાં તમે ટોપઅપ દ્વારા તમે નિયમિત રોકાણની કિંમતને વધારી શકો છો. જેમ કે જો તમે 5,000 નું રોકાણ નિયમિતપણે કરતા હો પરંતુ તમારી આવક જ્યારે વધે છે ત્યારે તમે આ એસઆઈપીના ટોપઅપથી તમારા રોકાણની કિંમતને પણ થોડો વધારો કરી શકો છો.
Read More:- APL અને BPL રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો ઓનલાઈન ચકશો ઘરે બેઠા
તો મિત્રો જો તમને આમરો આ SIP Investment પ્લાન પસંદ આવ્યો હોય તો તેના વિષે વધુ માહિતી મેળવી અને તમે રોકાણ શરૂઆત કરી શકો છો, પરંતુ અમે અહીં કોઈપણ પ્રકારની રોકાણની સલાહ આપતા નથી, આ માત્ર માહિતી પુરતુ અમે સેર કરેલ છે.