AC Tips: આ ભુલના કારણે તમારી એસીમાં ગેસ લીક થઈ શકે છે, જુઓ આ ટીપ્સ

AC Tips: મિત્રો ઘણીવાર એવું બને છે કે એસીમાંથી ગેસ લીક થાય ત્યારે તમારી એસી ગરમ હવા ફેકવા માડે છે અને જેના લીધે તમને લાગે છે કે તમારી એસી ખરાબ થઈ ગઈ છે. પરંતુ જો તમે કેટલીક ભુલો ના કરો તો તમારે એસીમાંથી ગેસ લીક નહીં થાય અને એસીને ખરાબ થતાં બચાવી શકો છો. તો આજે આપણે એસીને લગતી સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

AC Tips: એસીની સફાઈ સમયસર કરો

મિત્રો સૌપ્રથમ કારણ છે કે તમારે એસીની સફાઈ સમયસર ના કરતા હોવાથી લાંબા સમય સુધી રેતીના થર જામતા જાય છે અને તેની સીધી અસર ફિલ્ટર પર પડે છે તેના કારણે તેના જાળી અને અન્ય ભાગોમાં કાળા થર જામી જવાની સમસ્યાઓ દેખાય છે જેના લીધે ગેસ લીક થાય છે અને તમારી એસીમાં તમને સમસ્યાઓ દેખાવ લાગે તે પહેલા તમારે તમારી એસી ને સમયસર સાફ કરતા રહેવું જોઈએ.

કાર્બન સંચયને કારણે

જો મિત્રો તમારા એર કન્ડિશનરની પાઇપમાં કાર્બન જમા થવા લાગે તો સમજી લેવું કે તમારે એસીમાં ગેસ ક્લિક થવાની સમસ્યા થઈ શકે છે. મિત્રો એર કન્ડિશનરની પાઇપમાં કાર્બનના કારણે ઠંડકમાં પણ અસર થાય છે અને જેના કારણે ગેસી લિક થવાની સમસ્યાઓ પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે તો તમારે એસીની સમયસર સર્વિસ કરાવી લેવી જેથી કાર્બનનો સંચય પણ નહીં થાય.

ઉનાળાની સિઝનમાં ડાયરેક્ટ એસી ચાલુ ના કરો

મિત્રો સૌથી મોટી સમસ્યા એ છે કે ઉનાળામાં મોટાભાગના લોકોને આદત પડી જાય છે કે જ્યારે પણ ઉનાળાની સિઝન શરૂ થાય ત્યારે એસીને ચેક કર્યા વગર જ ચાલુ કરી દે છે અને જેના કારણે તેમની એસીમાં પ્રોબ્લેમ આવી શકે છે. જો તમારી એસી લાબા સમયથી બંધ પડી હોય અને ઉનાળાની સિઝનમાં તમે ડાયરેક્ટ ચાલુ કરવાનું વિચારી રહ્યા છો. તો તમારે સૌ પ્રથમ તેને જાતે સાફ કરવી અથવા સર્વિસ કરાવવી જરુરી છે. પરંતુ, જો AC ચલાવતા પહેલા તેને સર્વિસ કરવામાં આવે તો તે તમારા માટેયોગ્ય વિકલ્પ હશે અને તમારે ગેસ લીક ​​જેવી સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

એસી ફિલ્ટર ચેક કરવું જરુરી

મિત્રો ઘણીવાર એવું પણ બની શકે કે તમારું એસી નું ફિલ્ટર તમે બદલતા નથી જેના લીધે તમારે ફિલ્ટર પર દબાણના લીધે તમારો એસીનો ગેસ લીક થવાની સમસ્યા થઈ શકે છે અને તેના લીધે તે પાઇપમાં નાના નાના કાણા પણ પડી જાય છે.

મિત્રો જો તમે એસીના ડ્રેનેજને ચેક નથી કરતા તો સૌ પહેલા તમારે એ કામ કરી લેવું જરૂરી છે અને જો તમે તમારી એસીનું ડ્રેનેજ સિસ્ટમ ચેક નહીં કરું તો તમારું એસીનું પાણી બહાર નહીં જાય અને જેના લીધે તમારે અન્ય પ્રોબ્લેમ થશે અને તમારું એસીના ગેસની સમસ્યાઓ થઈ શકે છે.

Read More:- Papad Making Business: 10,000 રૂપિયાથી ઘરે બેઠા આ બિઝનેસ શરૂ કરો, તમે 1 મહિનામાં ધનવાન બની જશો

Leave a Comment