CGMS Result : નમસ્કાર વિદ્યાર્થીમિત્રો તમે જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. અહીં નીચે દર્શાવેલ સત્તાવાર વેબ સાઇટ પરથી આપનું પરિણામ મેળવી શકશો અને તેને તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની ડિવાઈસમાં સેવ પણ કરી શકશો તેમજ પ્રિન્ટ પણ મેળવી શકશો.
અગત્યની લિન્ક
જ્ઞાન સાધના પરીક્ષાના પરિણામનું જાહેરનામું જોવા | અહિક્લિક કરો |
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પરિણામ :
મિત્રો, ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2024 તારીખ 30/03/2024 ના રોજ 3.00 કલાકથી 5.00 કલાક દરમિયાન લેવામાં આવેલા હતી. જેમાં ગુજરાત રાજ્યના 446698 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેનું પરિણામ આજરોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે. તમે અહીં મૂકવામાં આવેલી લીંક દ્વારા તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
મિત્રો આ પરીક્ષા માટે પ્રોવિઝનલ આન્સર કી તારીખ 06/04/2024 ના રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ દ્વારા મૂકવામાં આવેલ હતી આ માટેના ઉમેદવારો દ્વારા વાંધા અને સૂચનાઓ મંગાવવામાં આવેલ હતી. વિવિધ વિષયોના તજજ્ઞો દ્વારા અભ્યાસના અંતે ફાઇનલ આન્સર કી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ હતી. આ પરીક્ષાની ફાઈનલ આન્સરકી રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી દ્વારા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલી હતી. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજરોજ એટલે કે તારીખ 18/05/2024 શનિવારના રોજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ નું પરિણામ જાહેર કરવામાં આવે છે.
પરીણામ સમીક્ષા :
મિત્રો પરિણામની ગુણ આધારે સમીક્ષા કરીએતો 115 થી 120 ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીની સંખ્યા કોઈ નથીએટલેકે શૂન્ય છે.. જ્યારે 110 થી 114 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની સંખ્યા માત્ર2 છે સૌપ્રથમ તેમને અભિનંદન પાઠવીએ 105 ગુણ થી 109 ગુણ સુધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 24 છે. જ્યારે 100 કરતાં વધુ અને 105 કરતા ઓછા ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 76 છે. 95 ગુણ થી વધુ પરંતુ 100 ગુણ કરતા ઓછા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 246 છે.
90 ગુણ થી 94 ગુણ સુધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 490 છે. જ્યારે 85 ગુણ થી 89 ગુણ સુધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1094 છે તેમજ 80 ગુણ થી 84 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા1780 છે. જ્યારે 75 થી 79 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2956 છે. જ્યારે 70 ગુણ થી 94 74 ગુણ સુધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4,822 છે. જ્યારે 65 ગુણ થી 69 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7,500 છે તેમજ 60 ગુણથી 64 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 11,306 છે. જ્યારે 55 ગુણ થી જ્યારે 55 ગુણ થી 59 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 17,479 છે તેમજ 50 ગુણ થી 54 ગુણ સુધી પાપ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 26,626 છે જ્યારે 45 થી 49 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 41,120 છે જ્યારે 40 થી 44 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 63,979 છે તેમજ 0 થી 39 ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2267,104 છે
જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ :
મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2024 માં પરીક્ષા માં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4,46,698 હતી. આ પરિણામમાં 5 વિદ્યાર્થીઓએ 90 ટકા ગુણ પ્રાપ્ત કરેલા છે. 280 વિદ્યાર્થીઓએ 80% ગુણ પ્રાપ્ત કર્યા છે. 2196 વિદ્યાર્થીઓએ 70 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 9,268 વિદ્યાર્થીઓએ 60 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 50% કરતાં વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 997 શાળાના 387 વિદ્યાર્થીઓનો જ્ઞાન સાધના મેરીટ માં આવવાની શક્યતા દર્શાવાય છે.
મિત્રો આપ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ની વેબસાઈટ પર જઈ ત્યાં રીઝલ્ટ ટેબ ઉપર ક્લિક કરી પરિણામ મેળવવા માટે દર્શાવવામાં આવેલી વિગતો જેવી કે પરીક્ષાનો બેઠક નંબર અથવા વિદ્યાર્થીનો 18 અંકનો આધાર ડાયસ કોડ, તેમજ વિદ્યાર્થીની જન્મ તારીખ નાખી સબમિટ પર ક્લિક કરતા વિદ્યાર્થીનું પરિણામ pdf ફોર્મેટમાં ડાઉનલોડ થશે. તેને તમે તમારી કોમ્પ્યુટરની અથવા મોબાઇલની ડિવાઇસમાં સેવ કરી શકશો. તેમજ પ્રિન્ટ પણ કાઢી શકો છો આપ સૌ વિદ્યાર્થી મિત્રો મેરીટ માં સમાવેશ થઈ ધોરણ 12 સુધી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અંતર્ગત શિષ્યવૃત્તિ મેળવો તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ !
Panc