Wheat Price Today : માર્કેટયાર્ડોમાં ઘઉંની આવકો તળીયે જતાં ભાવમાં સ્થિરતા,આ માર્કેટયાર્ડમાં આજે ઘઉંના બંપર ભાવ બોલાયા

Wheat Price Today: ગુજરાતનાં માર્કેટ યાર્ડમાં ઘઉંની આવકોનું તળિયું દેખાતાં ઘઉંનાં ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ઘણા માર્કેટયાર્ડમાં ઘઉંની આવક સદંતર બંધ થઈ ગઈ છે. જ્યારે ઘઉંનાં ભાવ જોઈએતો રૂપિયા 450 થી 550 સરેરાશ ભાવ તેમજ એકદમ સુપર ક્વોલિટી ઘણુના ભાવ આજરોજ બનાસકાંઠા જિલ્લાના થરા માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા. અહીંથી જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડની ઘઉંની આવકો અને ઘઉંના બજાર ભાવ.

ઘઉનું ઉત્પાદન :

ગુજરાતમાં ઘણા સમયથી ખેડૂતો પોતાની આવક વધારવા આધુનિક ખેતી સાથે રોકડિયા પાકોનું વાવેતર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ અનાજ વાવેતરના મુકાબલે ફલપાકો અને તેલીબિયા અને મસાલા પાકોનું વાવેતર વધુ નફાકારક રહેતાં ખેડૂતને પોસાય છે. વળી ઘણા ખેડૂતો પોતાને જરૂર હોય તેટલાજ પ્રમાણમાં ઘઉનું વાવેતર કરતા હોઈ ઉત્પાદન પણ ઓછું થતાં સિઝનમાં થોડા જ દિવસમાં માર્કેટયાર્ડમાં ઘઉની આવકોમાં પણ ઘટાડો જોવા મળે છે. છેલ્લા બે દિવસના ઘઉની આવક અને બજાર ભાવ આ મુજબ છે.

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉની આવકમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે હવે ઘઉંની આવકનું તળિયું નીચે જતાં ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ ₹450 થી ₹550 ના સરેરાશ ભાવ જોવા મળી રહ્યા છે. ત્યારે ઉત્તમ ક્વોલિટીના ઘઉંના ભાવ રૂપિયા 600 થી 610 જોવા મળી રહ્યા છે.

ઘઉંના બજાર ભાવ – Wheat Price Today

આજરોજ ગુજરાતના મહત્વના માર્કેટયાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક 2270 ગુણની જોવા મળી છે જે પૈકી ઘઉં લોકની આવક 303 ગુણ 330 ગુણની રહી હતી જ્યારે લોકવંત ઘઉંનો ભાવ ₹460 થી ₹60011 જોવા મળ્યો છે જ્યારે ટુકડા ઘઉંની આવક 1940 બોરીની થઈ હતી જ્યારે ટુકડા ઘઉંનો ભાવ ₹460 થી ₹600 જોવા મળી રહ્યા છે

અમરેલી માર્કેટ યાર્ડમાં આજરોજ ટુકડા ઘઉંની આવક 1629 ગુણીની જોવા મળી છે. ત્યારે ટુકડા ઘઉંના ભાવ ₹443 થી ₹639 જોવા મળ્યા છે. જ્યારે લોકવન ઘઉંની આવક 396 બોરીની થઈ હતી જ્યારે લોકવન ઘઉંનો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં રૂપિયા 466 થી આ 592 જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉનો ભાવ : 490 થી 580 રૂપિયા જોવા મળી રહ્યો છે.

અમદાવાદ મિલોના ઘઉંના ભાવ ₹2590 થી 2600 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે સુરત મિલોના ભાવ ₹2660 અને વડોદરામાં મિલોના ભાવ 2630 રૂપિયા જોવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક 3000 ગુણની જોવા મળી રહી છે જ્યારે ભાવની વાત કરવામાં આવે તો રૂપિયા 490થી 580 મળી રહ્યા છે. જ્યારે એકદમ ઉત્તમ ક્વોલિટીના ઘઉંના ભાવ ₹560 થી રૂપિયા 610 જોવા મળી રહ્યા છે.

Read More:- Today Gold Price: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામના સોના અને ચાંદીના ભાવ

બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉંની આવક માત્ર 68 બોરીની જોવા મળેલ છે જ્યારે ઘઉંનો ભાવ ₹460 થી 575 જ્યારે એવરેજ ભાવ રૂપિયા 520 જોવા મળી રહેલ છે. પાંથાવાડા માર્કેટ યાર્ડમાં આજરોજ ઘઉંની આવક માત્ર 40 ગુણની જોવા મળી છે. જ્યારે ઘઉંનો ભાવ ₹460 થી 540 જોવા મળ્યો છે. થરા માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ રૂપિયા 439 થી 625 રૂપિયા જોવા મળ્યા છે.

આજરોજ ગુજરાતનો વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ જોતાં 625 રૂપિયા જેવા ઉંચા ભાવ થરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મળ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ 460 થી 540 જ્યારે એકદમ સુપર ક્વોલિટીના ઘઉંના ભાવ રૂપિયા 610 જોવા મળી રહ્યા છે. એ રીતે જોતા ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં ઘઉંના ઉંચા ભાવ આજરોજ થરા માર્કેટયાર્ડમાં બોલાયા હતા.

સમગ્ર ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં હવે ઘઉની આવકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે આવકો ઘણી ઓછી થઈ ગઈ છે. ઘણાં માર્કેટયાર્ડમાં તો હવે ઘઉની આવક બિલકુલ બંધ થઈ ગઇ છે. તેથી ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. કોઈ મોટો વધારો અથવા ઘટાડો જોવા મળી રહેલ નથી.

Read More:- Jio Recharge Plan: 3 મહિના માટે કોલિંગ, ડેટા, Jio સબસ્ક્રિપ્શન, બધું જ માત્ર દિવસના 8 રૂપિયામાં મફત

Leave a Comment