Today Gold Price: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામના સોના અને ચાંદીના ભાવ

Today Gold Price: મિત્રો બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં થતા વધારા અને ઘટાડાના ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે લોકો પણ હવે સોનુ ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યા છે. કેમકે છેલ્લા એક કે દોઢ વર્ષથી સોના ચાંદીના ભાવમાં થયેલા સતત વધારાના લીધે હજુ પણ એમ થઈ રહ્યું છે કે સોનાનો ભાવ વર્ષના એન્ડ સુધી ઓલ ટાઈમ હાઈ પર જઈ શકે તેવી નિષ્ણાંતો દ્વારા વાતો ચાલી રહી છે. તો છેલ્લા કેટલાક દિવસોથી સોનાનો ભાવમાં જોરદાર ઉછાળો જોઈને લોકોનું પણ બજેટ બગડી રહ્યું છે તેના લીધે તેઓ પણ સોનાની ખરીદવા ઉપર વારંવાર વિચાર કરી રહ્યા છે.

મિત્રો ભારતમાં સૌથી વધુ સોનાના ખરીદદાર છે, જેમાં સૌથી વધુ વર્ગ મહિલાઓનો છે. જેઓને સોનાનો બહુ જ શોખ રહેતો હોય છે ત્યારે તેઓ પણ સોનું ખરીદવાનો વિચારી રહ્યા હોય તો તેમને જણાવી દઈએ કે સોનાનો ભાવ સતત વધતા જો તમે હજુ પણ થોડું મોડું કરશો તો તમને હજુ પણ સોનાના ભાવ વધતા દેખાશે જેના લીધે પાછળથી તમે પસ્તાશો. તો તમે અત્યારે બજારને સમજીને સોનુ ખરીદી શકો. તો આજે આપણે આજના એટલે કે 25 મે 2024 ના રોજ સોનાના ભાવ કેટલા બોલાયા છે તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.

આજના 24 અને 22 કેરેટ સોનાના ભાવ – Today Gold Price

Today Gold Price: મિત્રો જો આજના સોનાના ભાવની વાત કરીએ તો સોનુ છેલ્લા કેટલાક દિવસોથી થોડું સસ્તું થયું છે એટલે કે માત્ર 100 થી 200 રૂપિયા જેટલું ભાવ ઘટયો છે જેમાં અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ 72,480 રુપીયા પ્રતિ 10 ગ્રામ બોલાયા છે. ત્યારે 22 કેરેટ સોનાના ભાવ 66,440 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા છે. તેમજ અમદાવાદમાં 18 કેરેટ સોનાનો 54,360 રૂપિયા બોલાયા છે. ભારતના અન્ય મોટા શહેરો કરતા એટલે કે દિલ્હી જેવા શહેરો કરતા અમદાવાદમાં સોનાના ભાવ ₹100 ઓછો છે તો તમે હજુ પણ સોનાનો ભાવ 75000 સુધી પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહે છે. ત્યારે તમે આ સોનું ખરીદવાનો વિચારે રહ્યા હોત તો જલ્દીથી ખરીદી શકો છો.

આજે ચાંદીના ભાવ શું બોલાયા

મિત્રો ચાદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક છેલ્લા દિવસોથી ચાંદીનો ભાવમાં વધારો જોવા મળેલ છે. જેમ કે ગઈકાલ કરતા માત્ર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જો ભારતના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ અને દિલ્હીમાં ચાંદીના પ્રતિ કિલો ભાવ 91,900 રૂપિયા બોલાઈ રહ્યો છે. તો જે લોકો ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ પણ સત્તાવાર વેબસાઈટ પરથી ભાવની તમામ અપડેટ મેળવીને ચાંદી ખરીદી શકે છે.

તો મિત્રો અમે અહીં સોના અને ચાદીના તમામ બજાર ભાવ અપડેટ કરતા રહીએ છીએ અને જો તમે સોનુ ચાંદી ખરીદવા માંગતા હો તો તમારે હોલમાર્ક વાળુ સોનું ખરીદવું જરૂરી છે કેમ કે અત્યારમાં સોનાની છેતરપિંડીના કેસ પણ બહુ બની રહ્યા છે અને તેની શુધ્ધ્તાને સમજીને જ તમારે તેની ખરિદી કરવી જોઈએ. તો તમામ બજાર ની અપડેટ સૌથી પ્રથમ મેળવવા માટે અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.

Read More:- Cyclone Remal: રેમલ વાવાઝોડું મચાવશે તબાહી, આ દિવસે ગુજરાતમાં આંધી અને વંટોળ સાથે તુટી પડશે

Leave a Comment