હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધોમાં દરાર? અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પરથી સરનેમ હટાવતા શરૂ થઈ અટકળો – Hardik Natasa Split Rumours

Hardik Natasa Split Rumours: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તેમજ ભારતીય ક્રિકેટ ટિમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ક્રિકેટ લાઈફ અને પર્સનલ લાઈફ છેલ્લા કેટલાક દિવસોથી સારી ચાલી રહી નથી. જેમ કે તમે જાણો જ છો કે હાર્દિક પંડ્યા ની ટીમ મુંબઈ ઇન્ડિયા IPL 2024 માંથી ખરાબ પ્રદર્શન સાથે બહાર થઈ ગઈ છે. ત્યારે એવામાં એક ન્યુઝ સામે આવ્યા છે કે હવે તેમની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે પણ તેમના સંબંધોમાં કંઈક દરાર ઊભી થઈ છે. મિત્રો હાર્દિક પંડ્યાની પત્ની નતાશા દ્વારા Instagram એકાઉન્ટ પરથી તેમનું સરનેમ હટાવી દેવામાં આવ્યો છે. જેના લીધે અત્યારે ન્યુઝમાં તેમના સંબંધો લઈને અટકળો ચાલી રહી છે કે તેમના સંબંધોમાં કંઈક દરાર પડી હોઈ શકે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hardik Natasa Split Rumours: ઈંસ્ટાગ્રામ હેન્ડલ પર હાર્દિક સાથેની તસવીરો ડીલીટ

મિત્રો નતાશા અને હાર્દિક ના લગ્ન વર્ષ 2020 થયા હતા ત્યારબાદ તેમને એક છોકરા નો જન્મ પણ થયો હતો જેનું નામ અગસ્ત્ય પંડ્યા છે અને એવી વાતો ચાલી રહી છે કે જ્યારે 4 માર્ચના નતાશા નો જન્મદિવસ હતો ત્યારે હાર્દિક પંડ્યા તરફથી એક પણ પોસ્ટ કરવામાં આવી નહોતી. જ્યારે ફિલ્મ અભિનેત્રી નતાશા દ્વારા પણ અત્યારની નવી તસવીરો જે હાર્દિક સાથે હતી તે હટાવી દેવામાં આવે છે પરંતુ જેમાં તેમજ છોકરાનો એટલે અગત્યનો સાથેના ફોટો છે તે ફોટા હજુ સુધી પણ તમે જોઈ શકો છો. 

હાર્દિક અને નતાશા ની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી

મિત્રો હાર્દિકનો મુલાકાત નતાશા સાથે એક નાઈટ ક્લબમાં થઈ હતી અને જ્યારે તેઓ પહેલી વખત મળ્યા હતા ત્યારે નતાશાને ખબર નહોતી કે હાર્દિક એક ક્રિકેટર છે અને હાર્દિકે ત્યારે સામેથી તેની કહાની નાતાસા સાથે શેર કરી હતી. 

ત્યારબાદ તેઓ ધીરે ધીરે એકબીજા સાથે ક્લોઝ થવા માંડ્યા અને એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા. ત્યારબાદ ઘણી બધી પાર્ટીઓમાં સાથે પણ દેખાવા માંડ્યા અને વર્ષ 2020 માં બંને એકબીજા સાથે લગ્નગ્રંથિમાં બંધાઈ ગયા હતા. 

વર્ષ 2020 ની સાલમાં હાર્દિક અને નતાશા સ્ટેનકોવિક Instagram એકાઉન્ટ પર સગાઈ ની પોસ્ટ કરીને બધા લોકો સામે તેમના સંબંધ વિશે માહિતી શેર કરી હતી અને ત્યારબાદ વર્ષ 2020 ની જુલાઈ મહિનામાં હાર્દિક પંડાયા દ્વારા તેઓ પિતા બનવાના છે તેની વિશે પણ માહિતી શેર કરી હતી. 

તો હવે નતાશા સ્ટેનકોવિક દ્વારા તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હાર્દિક સાથેની પોસ્ટો હટાવી દીધી, જેના કારણે હવે અટકણો ચાલી રહે છે કે બંને વચ્ચે વધુ બરાબર ચાલી રહ્યું નથી અને આ બાબતે હજુ સુધી બંને દ્વારા કોઈપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવેલ નથી. તો આ તમામ ન્યુઝ અપડેટની માહિતી સૌ પહેલા મેળવવા માટે અમારી વેબસાઈટને મુલાકત લેતા રહો, આભાર.

Read More:- IRCTC Goa Tour: હવે માત્ર આટલા રુપિયામાં કરો ગોવા અને ભુટાનની મુસાફરી, જાણો સંપુર્ણ ટુર પેકેજ વિષે માહિતી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment