Education Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પટાવાળા થી આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીની વિવિધ જગ્યાઓ માટે ભરતી, અહીથી જાણો વિગતો

Education Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પટાવાળા થી આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીની વિવિધ જગ્યાઓ માટે ભરતી,અહીથી જાણો વિગતો. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં પટાવાળા થી લઈ પ્રોફેસર સુધીની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો મિત્રો આપ શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરવા અને આપનો અભ્યાસ માત્ર આઠ ધોરણ સુધીનો જ છે તો આપને આ યુનિવર્સિટીમાં પટાવાળાની નોકરી મળી શકે છે. આજના આ લેખમાં અમે આપને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ ભારતીની જાહેરાત વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

Education Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ભરતી

 મિત્રો ગુરુ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એક સારી શિક્ષણ સંસ્થા છે. તેના સ્વનિર્ભર વિભાગમાં  કો-ઓર્ડીનેટર,પટાવાળા  આસિસ્ટન્ટપ્રોફેસર, ગ્રંથપાલ, કોમ્પ્યુટર ઓપરેટર, ક્લાર્ક, સફાઈ કામદાર,સિક્યુરિટી ગાર્ડ  વગેરે વિવિધ પદ માટે 22 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આપ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હો તો આપ નિયત સમય મર્યાદામાં આપની ઉમેદવારી અરજી કરી શકો છો. આજના આ લેખમાં અમે આપને જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ તેમજ અરજી કરવાની રીત વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ

જગ્યાઓની વિગત  

જગ્યાનું નામ  સંખ્યા
કો-ઓર્ડીનેટર
આસિસ્ટન્ટ પ્રોફેસર  સમાજશાસ્ત્ર
આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી-3
આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ
ગ્રંથ પાલ
એકાઉન્ટન્ટ
ક્લાર્ક 
પટાવાળા
સફાઈ કામદાર
સિક્યુરિટી
કોમ્પ્યુટર ઓપરેટર

શૈક્ષણિક લાયકાત: 

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ પટાવાળા થી આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિવિધ જગ્યાઓ માટે જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત જણાવવામાં આવેલી છે.  આપ સત્તાવાર નોટિફિકેશન મુજબ લાયકાત સહિતની પાત્રતા ધરાવોછો તો આપ આપની ઉમેદવાર માટેની અરજી ઓફલાઈન માધ્યમથી તારીખ 27 મે 2024 સુધી કરી શકો છો. 

  • કો-ઓર્ડીનેટર- 1 : MA 55 % Ph.d/NET/SLET  સહિત પાંચ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમ અનુસાર 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર -3  MA 55 % Ph.d/NET/SLET  સહિત પાંચ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમ અનુસાર 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી-3  MA 55 % Ph.d/NET/SLET  સહિત પાંચ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમ અનુસાર 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ-3   MA 55 % Ph.d/NET/SLET  સહિત પાંચ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમ અનુસાર 
  • ગ્રંથ પાલ- 1  MLIB 55% Ph.d /NET/SLET  સહિત પાંચ વર્ષનો અનુભવ યુનિવર્સિટીના નિયમ અનુસાર 
  • એકાઉન્ટન્ટ -1  B.com એકાઉન્ટન્સી 
  • ક્લાર્ક -1  સ્નાતક -CCC+ કોંપ્યુટરના જાણકાર 
  • પટાવાળા – 2    12 પાસ 
  • સફાઈ કામદાર – 2  8 પાસ 
  • સિક્યુરિટી -3  12 પાસ પાંચ વર્ષનો અનુભવ 
  • કોમ્પ્યુટર ઓપરેટર -2  સ્નાતક -CCC+ કોંપ્યુટરના જાણકાર 

અરજી ફી 

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માટે બહાર પડેલી ભરતીની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવવા માટે આપને કોઈપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની નથી આપતા તદન મફતમાં તમારી અરજી કરી શકો છો.

પસંદગી પદ્ધતિ

ગુરુ ગોવિંદ યુનિવર્સિટી માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા રાખવામાં આવી નથી. માત્ર આપની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોમાં દર્શાવેલ  ગુણની ટકાવારીના આધારે તેમજ મૌખિક ઇન્ટરવ્યૂના આધારે આપની ક્ષમતા ની ચકાસણી કરવામાં આવશે અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવી શકે છે.

Read More:- LIC Personal Loan: હવે LIC આપી રહી છે પર્સનલ લોન, જાણો લો આ શરતો

અરજી કરવાની રીત

ગોવિંદગુરુ  યુનિવર્સિટી દ્વારા ભરવામાં આવનાર વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોએ માત્ર ઓફલાઈન મોડમાં જ તેમની અરજી કરવાની રહે છે. ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે  તારીખ 27 મે 2024 પહેલાં મળી જાય તે રીતે તેમની ઉમેદવારી અરજી ટપાલ દ્વારા મોકલવાની રહેશે. ઉમેદવારોએ જે તે જગ્યા માટેની અરજી સાથે તેમના શૈક્ષણિક પ્રમાણપત્રો અનુભવનાં પ્રમાણપત્રો, ફોટોગ્રાફ વગેરે પ્રમાણપત્રો બીડાણમાં રજૂ કરી પોસ્ટ દ્વારા તેમની અરજી દર્શાવેલ સરનામે મોકલવી જોઈએ. આપ અરજી કરતાં પહેલાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું જાહેરાતનું નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી લેશો એ ખૂબ જરૂરી છે. પછીજ આપને અરજી કરવા ભલામણ  છે. 

અરજી મોકલવાનું સરનામું : 

મેનેજિંગ ટ્રસ્ટી એકલવ્ય કોલેજ( સ્વનિર્ભર)

કલા રાણી રંગલી ચોકડી, તાલુકો જેતપુર પાવી 

જિલ્લો છોટાઉદેપુર 

પીન : 391135 

Leave a Comment