LIC Personal Loan: મિત્રો, આજના આધુનિક યુગમાં દરેક કોઈ લોન મેળવીને પોતાનો નવો ધંધો શરૂ કરવા માંગતા હોય છે ત્યારે અમે આજે તમને જણાવી દઈએ કે LIC દ્વારા તેના ગ્રાહકોને પણ હવે પર્સનલ લોનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ બહાર પાડ્યો છે. જેમાં LIC ની વિવિધ યોજનાઓ અંતર્ગત આ લોનની સુવિધા બહાર પડ્યા છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી LIC Personal Loan માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી અહીથી મેળવીશું.
LIC Personal Loan
મિત્રો હવે બેન્કોની જેમ LIC દ્વારા પણ તેના પોલિસી ધારકોને પર્સનલ લોનની સુવિધા ચાલુ કરેલ છે જેના માટે તમારે કોઈપણ એક માન્ય પોલિસી તમારા નામે હોવી જોઈએ અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજ અને પાત્રતા ધરાવતા હોવા જોઈએ.
એલઆઇસી દ્વારા તેના ગ્રાહકોને હવે આ સુવિધા કેટલીક નિયમો અને શરતો આધિન આપે છે અને તેની સંપુર્ણ માહિતી તમે અહિથી મેળવી શકશો.
LIC દ્વારા લોનની સુવિધા કઈ પોલીસી પર આપવામાં આવે છે
મિત્રો LIC દ્વારા વિવિધ પોલીસી પર લોન આપવામાં આવે છે જેમાં નીચે જણાવેલ પોલીસીઓમાંથી તમે કોઈ પણ પોલીસી માં ત્રણ વર્ષથી રોકાણ કરો છો તો તમે તેના પર લોન મેળવી શકો છો.
- જીવન લાભ પોલિસી
- જીવન પ્રગતિ પોલિસી
- સિંગલ-પ્રીમિયમ એન્ડોવમેન્ટ પ્લાન
- નવી એન્ડોમેન્ટ યોજના
- નવું જીવન આનંદ પોલિસી
- જીવન-રક્ષક પોલિસી
- લિમિટેડ પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન
- જીવન ધ્યેય પોલિસી
લોન મેળવવા માટેની શરતો
મિત્રો જો તમે LIC પાસેથી લોન મેળવવા માંગો છો તો તમારે કેટલાક મહત્વના સૂચનો અને શરતો જાણવા જરૂરી છે જે નીચે મુજબ છે
- મિત્રો LIC દ્વારા આપવામાં આવતી લોન માં કોઈપણ એલ.આઇ.સી પોલિસી ધારકની પ્રોફાઈલ અને સિબિલ સ્કોર ચકાસીને લાયકાત ધરાવતા હશો તો તે લોન મળવાપાત્ર થશે.
- મિત્રો જો તમે LIC ના પોલીસી ધારક છો પરંતુ ત્રણ વર્ષ જૂની પોલીસી ધરાવતા નથી તો તમે આ લોન લેવા માટે સક્ષમ નહીં ગણાવો.
- મિત્રો તમને જણાવી દઈએ કે તમે જો LIC ની આ વ્યક્તિગત લોન નો લાભ મેળવવો છે તો lic તમારી પોલીસી તેના પર ગીરવે મૂકે છે અને જો તમે સમયસર તમારી લોનની રકમ નહીં ચૂકવો તો LIC દ્વારા તમારી પોલીસી બંધ કરી દેવામાં આવશે.
પોલિસી પર લોન મેળવવા અરજી કેવી રીતે કરવી?
મિત્રો જો તમે LIC Personal Loan લેવા માટે ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો તમારે કેટલીક લાયકતા ધરાવતા હોવા જોઈએ. જેમાં તમારે અગત્યના દસ્તાવેજ અને તમે પોલિસી ધારક છો તેના માટેનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે . જો તમે તમામ યોગ્યતા અને લાયકાત પૂર્ણ કરો છો તો તમને એલઆઇસી દ્વારા તમારી પોલિસી પર લોન આપવામાં આવશે. આ તમામ અરજી પ્રક્રિયા તમારે ઓફલાઇન કરવાની રહશે કેમ કે હજુ સુધી એલઆઇસી દ્વારા ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ નથી તેમજ આ લોનની અરજી માટે તમે એલ. આઈ.સી એજન્ટની મુલાકાત લઈ શકો છો અથવા નજીકની ઓફીસનો સંપર્ક કરી શકો છો.
Read More:- High Court Recruitment : ગુજરાત હાઇકોર્ટ માં વિવિધ પોસ્ટ માટે ભરતી અહીથી અરજી કરો