Dairy Farming Tips: ગરમીની સિઝનમાં પ્રાણીઓની સાવચેતી આવી રીતે કરો, દુધમાં પણ વધારો જોવા મળશે

Dairy Farming Tips: મિત્રો અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 45 ડિગ્રીથી પણ ઉપર જઈ રહ્યું છે જેના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે તો જ્યારે લોકો આ ગરમી સહન નહીં કરી શકતા તો તમે વિચારો કે આવા સમયે પ્રાણીઓનું શું હાલત હશે કેમકે દરેક લોકો ગરમીથી બચવા માટે નવા ઉપાયો કરતા જ હોય છે. પરંતુ પ્રાણીઓ માટે જાતે આ ઉપાયો કરવા શક્ય નથી. તો તમારે તમારા ડેરી ફાર્મિંગ પર રહેતા પ્રાણીઓને આ ગરમીથી કેવી રીતે બચાવવા તેને સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી આજે આપણે મેળવીશું.

Dairy Farming Tips: ગરમીથી તમારા પ્રાણીઓને બચાઓ

મિત્રો ઘણા લોકોને ખબર છે કે ગરમીની લીધે માત્ર માણસો જ અસર થતી નથી પરંતુ તેની અસર ઘણા બધા પ્રાણીઓ પર થાય છે. જેના કારણે પશુ પોતાના દૂધની ક્ષમતા ઘટાડી દે છે અને તમારા દૂધની કોલેટી પણ બગડી જાય છે જેના લીધે ફેટ વગેરેની સમસ્યાઓ તમારે સહન કરવી પડતી હોય છે.

મિત્રો ગરમીના લીધે પ્રાણાઓમાં કેટલીક બીમારીઓનું જોખમ પણ વધી જાય છે અને તેમના પ્રજનન પર પણ ઘણી બધી અસર કરે છે, જ્યારે મોટા ભાગના પ્રાણીઓને ગરમીના લીધે માસિક પૂર્ણ થતા પહેલા પ્રજનન પર અસર કરી શકે છે. તો તે પહેલા અમારા નીચે આપેલા કેટલાક પગલાંઓ અનુસરીને તમે તમારા ઢોરોના ગરમીથી બચાવી શકો છો/

મિત્રો સૌથી વધુ ગરમીની અસર પડતી હોય તો તે ભેસ પર પડતી હોય છે કેમ કે ભેસના ચામડીનો રંગ કાળો હોવાને લીધે સૂર્ય કિરણ તેની ત્વચામાં સીધી શોષવા લાગે છે અને બીજા અન્ય કારણ કે ભેંસના શરીર પર ખૂબ જ ઓછી માત્રામાં વાળ હોય છે જેના લીધે ભેસ પર ગરમીની અસર સૌથી વધુ પડી શકે છે તો આ પ્રાણીઓને તમે કેટલીક યોગ્ય બાબતો ધ્યાન રાખો તો તેઓના દૂધમાં પણ વધારો થઈ શકે છે.

મિત્રો જો તમે તબેલો ધરાવો છો અથવા તમે ડેરી ફાર્મીગ ધંધાને લગતું કામ કરો છો અને તમારા ઘરે ભેંસ અથવા ગાયો છે. તો તમારે સૌ પ્રથમ ઉનાળાની સિઝનમાં તેમને યોગ્ય છાયડાવાળી જગ્યા શોધી રાખવી જરૂરી છે અને ત્યાં વેન્ટિલેશન સિસ્ટમ પણ ગોઠવવી જરૂરી છે. તેમજ તમે જે જગ્યા પર તમારા ઢોરોને રાખો છો તેને દીવાલની ઊંચાઈ 12 થી 14 ફૂટ ઊંચી હોવી જોઈએ કેમકે જેના લીધે ગરમી અસર ડાયરેકટ પ્રાણીઓ પર ના થાય.

મિત્રો જો તમે તબેલો બનાવેલો હોય તો કેટલીક જગ્યાએ તમારી પંખાની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે અથવા મોટી મોટી બારીઓ રાખવી જરૂરી છે તેના લીધે તેમને હવા મળી રહે અને ગરમિથી રાહત મળી શકે છે. વધુમાં તમારે નિયમિત પણે ઢોરોને ઉનાળાની સિઝનમાં પાણીથી નવરાવવા જરૂરી છે જેના કારણે તેમના ત્વચા પર ડાયરેક્ટ અસર ના પડે અને તમારા તબેલામાં ત્રણથી-ચાર સ્તરના મોત ઘાસ રાખો જરૂરી છે જે સૌથી ઠંડક આપતું ઘાસ છે.

મિત્રો તો આ Dairy Farming Tips થી તમે હવે તમારા પ્રાણીઓને તબેલામાં નવી નવી ટેકનીકો અપનાવીને તેમને ગર્મીની સિઝનમાં ઊંચા તાપમાનથી બચાવી શકો છો અને જેના કારણે તમારા ભેંસના અને ગાયના દૂધમાં પણ વધારો જોવા મળી શકે છે અને તે તમને લાંબા ગાળે મોટો ફાયદો કરી શકે છે.

Read More:- Today Gold Price: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજનો 10 ગ્રામના સોના અને ચાંદીના ભાવ

Leave a Comment