Gujarat Police Constable Syllabus 2024: મિત્રો ગુજરાત પોલીસ ભરતી 2024 માટે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ વિવિધ જગ્યાઓ માટે તારીખ 30 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન અરજી સ્વિકારવામાં આવી હતી. ત્યારબાદ હવે જે વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી ફોર્મ ભરેલ છે અને આ બન્ને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને જણાવી દઈએ કે હવે પોલીસ કોન્સ્ટેબલ અને PSI Syllabus પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી Gujarat Police Bharti 2024 Syllabus PDF download in Gujarati વિશે વિશે સંપૂર્ણ માહિતી અહીંથી મેળવીશું.
Gujarat LRD Syllabus 2024
મિત્રો ગુજરાત પોલીસ ભરતી માટે હવે નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવે છે. જેમાં નિયત સમયમાં દોડ પૂર્ણ કરનારાઓને આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે પરંતુ હવે ફિઝિકલ ટેસ્ટના માર્ક પોલીસ ભરતીના સિલેક્શન માટે ગણવામાં આવશે નહીં. જેથી કરીને ઉમેદવારોએ હવે લેખિત પરીક્ષા પર જ ધ્યાન આપવું જરૂરી છે તેના લીધે હવે તેઓએ જો આ પરીક્ષા ઉત્તિર્ણ કરવી હોય તો આ પોલીસ ભરતી સિલેબસને ધ્યાનપૂર્વક સમજીને તેના મુજબ તૈયારી કરવી જરૂરી છે. તો ચાલો Gujarat Police Constable Syllabus 2024 ની વિગતવાર માહિતી મેળવીએ.
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ – Gujarat Police Constable Syllabus 2024
તો જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમને પોલીસ કોન્સ્ટેબલ નો નવો સિલેબસ જાણવો જરૂરી છે કેમકે હવે તેમાં થોડા ઘણા ફેરફાર થયેલા છે અને તમામ ઉમેદવારો માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની છે કેમ કે લેખીત પરીક્ષા આધારે તેમની પસંદગી થઈ શકે છે. તો જો તમે આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયારી કરશો તો તમને સો ટકા પરિણામ મળવાની શક્યતાઓ રહેલી છે.
Gujarat Police Bharti 2024 Syllabus PDF download – 200 Marks
વિષય | માર્ક |
રીઝનીંગ અને ડેટા અર્થઘટન | 30 |
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 30 |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 |
ભારતનું બંધારણ | 30 |
કરન્ટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ | 40 |
ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતની ભુગોળ | 50 |
કુલ ગુણ | 200 |
મિત્રો ગુજરાત પોલીસ ભરતીના સિલેબસને વાત કરીએ તો ભાગ-એ કુલ 80 ગુણનો રહેશે,જ્યારે ભાગ બી કુલ 120 ગુણનો રહેશે. તો આમ કુલ 200 માર્કનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર રહેશે અને આ પેપર એમસીક્યુ (MCQ) બેઝ રહેશે. મિત્રો જો તમે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ ની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોવ તો અમારી નીચે આપેલ લિંકથી મદદથી ડાઉનલોડ કરી શકો છો.
Gujarat PSI Bharti Syllabus 2024
મિત્રો પીએસઆઇ ની ભરતી માટે ઉમેદવારોને બે પેપર આપવા પડશે જેમાં પ્રથમ પેપર એમસીક્યુ(MCQ) બેઝ રહેશે, જ્યારે બીજું પેપર ડિસ્ક્રિપ્શન હશે. જેમાં પ્રથમ પેપર 200 માર્કનું રહેશે જ્યારે લેખિત પરીક્ષા 100 માર્ક્સ ની રહેશે અને લેખિત પરીક્ષા માટે ઉત્તરવહી કોરા પાના વાળી રહેશે. તો તમારે પીએસઆઇ ના સિલેબસની તમામ વિગતો ધ્યાનમાં રાખીને જ તૈયારી કરવી જરૂરી છે. જેથી તમારુ પીએસઆઈ બનવાનું સપનાને તમે સાકાર કરી શકશો.
PSI Prelims Exam Syllabus – 200 Marks
વિષય | કુલ માર્ક |
રીઝનીંગ અને ડેટા અર્થઘટન | 50 |
ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ | 50 |
ભારતનું બંધારણ | 25 |
કરન્ટ અફેર્સ અને જનરલ નોલેજ | 25 |
ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભુગોળ | 25 |
પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર | 25 |
કુલ માર્ક | 200 માર્ક |
મિત્રો અહીં અમે PSI ની પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ તમારી સાથે સેર કર્યો છે અને પીએસઆઈની લેખીત પરીક્ષા જે ૧૦૦ માર્કની રહેશે તેના સિલેબસની પીડીએફ કોપી તમે નીચે આપેલ લિંકની મદદથી ડાઉનલોડ કરી શકો છો.
Gujarat Police Constable Syllabus 2024 PDF | ડાઉનલોડ કરો |
Gujarat PSI Syllabus 2024 PDF | ડાઉનલોડ કરો |
નવી ભરતીની માહિતી માટે | અહીં ક્લિક કરો |
તો મિત્રો અમે અહીં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ સિલેબસની ટૂંકમાં માહિતી તમારી સાથે શેર કરે છે પરંતુ જો તમે આ પીએસઆઇ સિલેબસ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો અમારી ઉપર આપેલી લીંક ની મદદથી તમે સિલેબસની પીડીએસ કોપી ડાઉનલોડ કરી શકો છો. જો તમને આમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારો અભિપ્રાય અમારી સાથે સેર કરજો અને ભરતીની તમામ અપડેટ મેળવવા માટે આમારા વોટસએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, આભાર.