જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મગફળીનું બિયારણ ખરીદવા માટે સબસીડી મેળવો

મગફળીનું બિયારણ: ખેડૂત ભાઈઓ હવે ટૂંક સમયમાં ચોમાસાની સિઝન શરૂ થવાની છે ત્યારે ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વાવેતર જો સૌરાષ્ટ્રના વિસ્તારમાં થતું હોય તો તે મગફળીનું છે. તો હવે સૌ ખેડૂત મિત્રો મગફળીના બિયારણ ખરીદવા માટે કરી રહ્યા છે તો તમે આજે અમે તમારા માટે અગત્યની માહિતી લઈને આવ્યા છે જેના પરથી તમે હવે મગફળીના બિયારણ ખરીદવા માટે સબસીડી મેળવી શકો છો અને આમ મગફળીનું બિયારણ નીચા ભાવે ખરીદી અને તમારા વાવેતરમાં વધારો કરી શકો છો

ખેડૂત ભાઈઓ સરકાર તરફથી મગફળીના બિયારણ ખરીદવા પર તમને સબસીડી આપવામાં આવશે જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગીર સાવજ મગફળી અને સોયાબીન સર્ટિફાઇડ વગેરે જેવી મગફળીના વેચાણ કરવામાં આવે છે તો આ વર્ષે જો તમે મગફળીનું વાવેતર કરી જ કરવાનું વિચારી રહ્યા છો તો મગફળી GJG-22 (ટ્રુથફુલ) અને GJG-32 (સર્ટીફાઈડ) તેમજ સોયાબીન માં માંથી જેએસ 3 અને gs4 પૃથ્વી બિયારણ ખરીદવા માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી હવે તેમનો પસંદગી યાદી બહાર પાડવામાં આવશે જેમાં નીચે મુજબની શરતોનું પાલન કરનાર ખેડૂતોને આ બિયારણ પર સબસીડી મળવાપાત્ર રહેશે.

મગફળીનું બિયારણ ખરીદવા પર મળતી સબસીડી

જે ખેડુતભાઈઓએ મગફળીનું બિયારણ ખરીદવા માટે અરજી કરેલ છે તેઓએ gj32 સર્ટિફિકેટ બિયારણ પર 30 કિલો નો ભાવ 3350 છે જ્યારે તેમને સબસીડી આપતા તેમનો પ્રતિ કિલો નો ભાવ 2150 રૂપિયા થઈ જશે એટલે કે દરેક ખેડૂત ભાઈને જેમનો આ લિસ્ટમાં પસંદગી થઈ છે તેઓને 1200 રૂપિયાની સબસીડી મળવા પાત્ર છે.

મગફળી ની સબસીડી માટે ઓનલાઇન નોંધણી કરાવી છે તેવી પોતાની અરજીની પ્રિન્ટ કાઢીને પોતાની સહી કરીને બિયારણ લેવામાં માટે તેની રીસીપ્ટ ત્યાં જમા કરવાની રહેશે, તેમજ તમારે તમારા અરજી સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો જોડવા પડશે જેમ કે તમારું આધારકાર્ડ ની નકલ સાતબાર અને ૮-અ ના ઉતારા અને બેંક પાસબુક ની નકલ જેમાં અરજદારનું ખાતા નંબર અને આઈએફએસસી કોડ દર્શાવેલો હોવો જરૂરી છે. અને ખેડૂત ભાઈઓ ધ્યાન દોરવું કે આ તમામ દસ્તાવેજોમાં તમારું નામ અને અન્ય વિગતો એક સરખા હોવા જોઈએ તો જ તમારી અરજી સ્વિકારવામાં આવશે.

મગફળીનું બિયારણ લિસ્ટમાં તમારુ નામ તપાસવા:- અહીં ક્લિક કરો

વેચાણનું સ્થળ અને સમય

ખેડૂત ભાઈઓ તમારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સીડ અપ ગોડાઉન ગેટ નંબર 3 ની પાસેથી મગફળી ખરીદવાની રહેશે અને તેનો વેચાણનો સમય સવારના 8:30 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી તેમજ બપોરે 3 વાગ્યાથી લઈને સાજના 5:30 વાગ્યા સુધીનો રહેશે.

Read More:- Wheat Price Today : માર્કેટયાર્ડોમાં ઘઉંની આવકો તળીયે જતાં ભાવમાં સ્થિરતા,આ માર્કેટયાર્ડમાં આજે ઘઉંના બંપર ભાવ બોલાયા

2 thoughts on “જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મગફળીનું બિયારણ ખરીદવા માટે સબસીડી મેળવો”

Leave a Comment