Cyclone Remal Update: મિત્રો અત્યારે દેશમં ઉનાળાની સિઝન તેની ચરમસીમાએ છે અને દેશમાં ઘણા બધા લોકો ગરમીથી બેહાલ છે. ત્યારે દેશ પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે આ વાવાઝોડાનું નામ રમેલ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત રેમાલ આજે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપડા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. તે સમયે તેની સ્પીડ 120 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે. અને . તેની અસર પશ્ચિમ બંગાળથી બિહાર સુધી જોવા મળી શકે છે. તો મિત્રો આવો જાણીએ કે દેશના અન્ય રાજ્યોના હવામાન પર આ વાવાઝોડાની શું અસર પડશે.
રેમલને લઈને શું તૈયારીઓ છે?
મિત્રો રેમલ વાવાઝોડાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે આ તોફાન નો સામનો કરવા માટે તૈયારીઓ કરી લીધી છે. NDRFએ 12 ટીમો તૈનાત કરી છે અને પાંચ વધારાની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ વાવાઝોડું કેટલું ખતરનાક સાબિત થઈ શકે
મિત્રો હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેમજ માછીમારોને દરિયો ખેડવાની ના પાડવામાં આવેલ છે. કોલકાતા એરપોર્ટ દ્વારા રવિવાર બપોરના 12 વાગ્યાથી 27 મે એટલે કે સોમવારના સવારના 9 કલાક સુધી તમામ ફ્લાઈટ સ્થગીત કરવામા આવી છે.
ગુજરાત પર રેમલ વાવાઝોડાની અસર થશે
મિત્રો રેમલ વાવાઝોડું ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધતું હોય તેની અસર બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડ સુધી રહેશે. ગુજરાત પર તેની અસર વધુ નહી રહે પરંતુ આ વાવઝોડાના લિધે ગુજરાતમાં ગરમીનો પારો ૨૭ મે પછી નિચે જઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Read More:- Best Water Park in Gujarat: આ છે ગુજરાતના બેસ્ટ 5 વોટરપાર્ક, જ્યાં તમને ઘણી બધી રાઇડસ અને સ્લાઈડસ મળશે