Best Water Park in Gujarat: આ છે ગુજરાતના બેસ્ટ 5 વોટરપાર્ક, જ્યાં તમને ઘણી બધી રાઇડસ અને સ્લાઈડસ મળશે

Best Water Park in Gujarat: મિત્રો ઉનાળાની સિઝન ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગરમીમાં લોકો રાહત લેવા માટે વોટરપાર્કની પસંદગી સૌ પ્રથમ કરતા હોય છે. અત્યારે શાળાઓમાં પણ વેકેશન શરૂ થયું હોવાથી ઘણા બધા ફેમિલી વોટરપાર્ક ની ટ્રીપ ગોઠવતા હોય છે. ત્યારે તેઓ ઓનલાઇન શ્રેષ્ઠ વોટરપાર્કના વિકલ્પ શોધી રહ્યા હોય છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી ગુજરાતના બેસ્ટ વોટરપાર્કો વિષે માહિતી મેળવીશું.

Best Water Park in Gujarat

મિત્રો ગુજરાતમાં કુલ ૧૫ થી ૨૦ જેટલા વોટરપાકો આવેલા છે. પરંતુ તેમાં સૌથી વધુ ચાલતા વોટરપાર્ક ની વાત કરીએ તો તેમાં Aquamagicaa Water Park, મહેસાણા સંકુલ તેમજ Bliss Aqua World, વડોદરા નો વોટરફન વોટરપાર્ક અને રાજકોટનો ફનવર્લ્ડ વગેરે વોટરપાર્ક લોકપ્રિયતા ધરાવે છે અને ઘણા બધા લોકો ઉનાળાનું વેકેશનમાં આ વોટરપાર્કની મુલાકાત લેતા હોય છે અને સ્લાઈડોનો આનંદ માણે છે.

Aquamagicaa Water Park, Surat

Aquamagicaa Water Park સુરત શહેરમાં આવેલો છે જે 16 એકરમાં ફેલાયેલો છે અને આ વોટરપાર્ક સ્વીઝરલેન્ડ અને જર્મનીથી આયાત કરેલી વર્લ્ડ ક્લાસ રાઈડો અને સ્લાઈડોનો પણ સમાવેશ થાય છે. આ વોટરપાર્કમાં ભારતનું પ્રથમ ઈન્ડોર ઇન્ટ્રીગ્રેટેડ અમેઝમેંટ પાર્કનું પણ સમાવેશ થાય છે તે વોટરપાર્ક વધુ વાસ્તવિક બનાવે છે.

Bliss Aqua World, Mahesana

બ્લિસ એક્વા વર્લ્ડ વોટરપાર્ક એ ગુજરાતના મહેસાણા શહેર નજીક આવેલ છે. આ વોટરપાર્ક માં 40 થી વધુ વર્લ્ડ ક્લાસ રાઈડ સાથે ભારતનું સૌથી મોટું વોટરપાર્ક છે. આ વોટરપાર્ક માં ત્રણ મલ્ટી રેસ્ટોરન્ટ પણ છે અને સાથે નાના બાળકો માટે રમતનો વિસ્તાર પણ છે અને આ વોટરપાર્કમાં ભારતનો સૌથી મોટો વોટર વેવ પણ છે. તો શું તમે આ વોટરપાર્કની મુલાકાત લીધી હોય તો તમારું રીવ્યું અહીં કોમેન્ટ કરીને જણાવજો.

ફન વર્લ્ડ વોટરપાર્ક

મિત્રો ફન વર્લ્ડ વોટર પાર્ક ગુજરાતના રાજકોટ શહેરમાં આવેલો છે તેમાં ઘણી બધી સ્લાઇડ અને રાઇડસ નો સમાવેશ થાય છે. અહિં બધી ઉંમરના લોકો આ રાયડોનો આનંદ માણી શકે છે. આ વોટરપાર્ક ની એંટ્રી ટિકિટ કિંમત ₹700 થી શરૂ થાય છે.

જલધારા વોટરપાર્ક

જલધારા વોટર વર્લ્ડ એ અમદાવાદમાં આવેલો છે અને તે ગુજરાતનો સૌથી નાના વોટરપાર્કમાં સમાવેશ થાય છે. આ વોટરપાર્ક માં ઘણી બધી નાની તેમજ મોટી રાયડોનો સમાવેશ થાય છે. અહીં ટિકિટ ની કિંમત લગભગ 400 રૂપિયા થી શરૂ થાય છે તો જો તો અમે અમદાવાદના રહેવાસી હોવ તો તમારે આ વોટરપાર્કને મુલાકાત એકવાર લેવી જરૂર છે.

સંકુસ વોટરપાર્ક, મહેસાણા

મિત્રો સંકુસ વોટરપાર્ક ગુજરાતનો સૌથી જુનો અને પ્રખ્યાત વોટરપાર્ક છે. જે અમાદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલ છે. આ વોટરપાર્ક સાથે અહિં રીસોર્ટ અને ગ્રાર્ડન પણ આવેલ છે, જે આ વોટરપાર્કને વધુ ખુબસુરત બનાવે છે. ગુગલ પર પણ આ વોટરપાર્ક સૌથી વધુ રિવ્યુ ધરાવે છે.

મિત્રો તો તમે ઉપર જણાવેલ વોટરપાર્કમાંથી કોઈપણ વોટરપાર્કની મુલાકાત લિધી હોય તો તમારો એક્પ્રીયન્સ કેવો રહ્યો અને ગુજરાતના બિજા કયાં વોટરપાર્ક આ લિસ્ટમાં સમાવેશ થઈ શકે તે અમને કોમેન્ટ કરીને જરુરથી જણાવજો.

Read More:- Solar Power Bank: હવે લાઈટ વગર પણ ચાર્જ થશે તમારો મોબાઈલ, આ એક ઉપકરણ તમારી સાથે રાખો

Leave a Comment